Aadhaar qr code system : હવે આધાર કાર્ડ સાથે રાખવાની જરૂર નથી, જાણો શું છે નવી QR આધાર સિસ્ટમ?
Aadhaar qr code system : ભારત સરકાર તરફથી સામાન્ય નાગરિકોને સરળતા આપવા માટે નવી ટેક્નોલોજી લાવવામાં આવી છે. આ સુવિધા આધાર સાથે રાખવામાંથી મુક્તિ આપશે.
હવે તમારે કોઇ પણ સરકારી કે ખાનગી કામ માટે આધાર કાર્ડની ફિઝિકલ કોપી અથવા ફોટોકોપી સાથે રાખવાની જરૂર નહીં પડે.

સરકારે એક નવી આધાર એપ લોન્ચ કરી છે, જેમાં QR કોડ દ્વારા તરત આધાર વેરિફિકેશન શક્ય બનશે. આ ટેકનોલોજી આધુનિક અને સરળ છે અને તમામ માટે ઉપયોગી છે.
આધાર કાર્ડ વગર કેવી રીતે કામ કરશે?
અત્યારે જેટલાં પણ સરકારી કે ખાનગી દસ્તાવેજો માટે આધાર જરૂરી હોય છે ત્યાં આધાર કાર્ડ અથવા એની નકલ માગવામાં આવે છે.
પણ હવે તમે તમારાં સ્માર્ટફોનમાં નવી આધાર એપ ઇન્સ્ટોલ કરી શકો છો અને જ્યાં પણ ઓળખ પુરાવાની જરૂર હોય ત્યાં મોબાઇલમાં એપ ખોલીને QR કોડ સ્કેન કરો એટલે તમારું આધાર વેરિફિકેશન તરત થઈ જશે.
નવી આધાર એપની ખાસિયતો
- QR કોડ સ્કેન : ફક્ત QR કોડ સ્કેન કરવાથી તમારું વેરિફિકેશન થઈ જશે. ફિઝિકલ આધાર સાથે રાખવાની જરૂર નથી.
- ફેસ આઈડી ઓથન્ટિકેશન : આ એપ ફેસ ઓથન્ટિકેશન પણ સપોર્ટ કરે છે, જેથી વધુ સુરક્ષા મળે.
- માહિતી પર નિયંત્રણ : તમારે કેટલી માહિતી શેર કરવી છે તે તમે પસંદ કરી શકો છો. તમારી પ્રાઇવસી સંપૂર્ણ સુરક્ષિત રહેશે.
- ઝડપી અને સહેલી પ્રક્રિયા : એક મિનિટથી પણ ઓછીમાં આધાર વેરિફાઇ થઈ જશે - કાગળોની કોઈ ઝંઝટ નહીં રહે.
ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલી આ નવી યોજના ડિજિટલ ઈન્ડિયા તરફનો વધુ એક મહત્વપૂર્ણ પગથિયું છે. તમે પણ તરત આ એપ ડાઉનલોડ કરો અને નવી ટેક્નોલોજીનો લાભ લો.












Click it and Unblock the Notifications
