For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્પોરેટ ટેક્સ બાદ હવે આ ટેક્સ સ્લેબમાં સરકાર બદલાવ કરી શકે છે

કોર્પોરેટ ટેક્સ બાદ હવે આ ટેક્સ સ્લેબમાં સરકાર બદલાવ કરી શકે છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કંપનીઓના કોર્પોરેટ ટેક્સ બાદ હવે કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગને પણ આવકમાં રાહત આપી શકે છે. કાર્યબળે ટેક્સ સ્લેબમાં બદલાવ કરી મધ્યમ વર્ગને પણ રાહત આપવાનો ઉકેલ આપ્યો છે. ડિસ્પોઝેબલ આવકમાં વધારો અને મધ્યમ વર્ગને રાહત આપવા માટે સરકાર વ્યક્તિગત આવકવેરા દરને તર્કસંગત બનાવવા પર વિચાર કરી રહી છે.

tax slab

વિભાગના અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ સરકાર દ્વારા રોકાણ અને ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કોર્પોરેટ કરના દરને ઘટાડી અને ભારતય ઉદ્યોગને વધુ કોમ્પિટિટિવ બનાવવા માટે આ પગલું ભર્યું છે.

સરકારી અધિકારી પ્રત્યક્ષ કર સંહિતા (ડીટીસી) પર ટાસ્ક ફોર્સની ભલામણ અનુરૂપ જૂના આકવેરા કાનૂનને સરળ અને ટેક્સ દરોને તર્કસંગત બનાવવા પર કામ કરી રહ્યા છે, જેણે 19 ઓગસ્ટે પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો. જેનો ઉદ્દેશ્ય અનુપાલન વધારવા, વિસ્તરણ કરવાનો છે. અધિકારીઓએ કહ્યું કે રાજસ્વ પર પડનાર પ્રભાવના આધાર પર વિવિધ પરિદ્રશ્યો પર વિચાર કરવામાં આવી શકે છે. અધિકારીઓએ કહ્યું કે દરેક કરદાતાને ઓછામાં ઓછા 5 ટકા લાભ આપવા માટે આ વિચાર છે.

વિકલ્પોમાંથી એક 5 % અને 10 લાખ રૂપિયાની વચ્ચે ટેક્સ યોગ્ય આવકવાળા લોકો માટે 10 ટકા સ્લેબ રજૂ કરવાનો છે. હાલ આ સ્લેબ 20 ટકા ટેક્સ દરને આકર્ષિત કરે છે. અધિકારીએ કહ્યું કે ઉપકર, અધિભાર અને કેટલાય ટેક્સ છૂટોને હટાવવા અને ઉચ્ચતમ સ્લેબના ટેક્સ દરને 30 ટકાથી ઘટાડી 25 ટકા કરવાનો વિકલ્પ પણ છે.

વર્તમાનમાં 3 લાખથી 5 લાખ રૂપિયાની વચ્ચે કર યોગ્ય 5 ટકાના દરથી છે. બીજો સ્લેબ (5-10 લાખ ટેક્સ યોગ્ય આવક) પર 20 ટકા લગાવવામાં આવે છે અને 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લગાવવામાં આવે છે. જો કે 2.5 લાખ રૂપિયા સુધીની આવક કર મુક્ત છે.

અધિકારીઓ મુજબ પ્રત્યક્ષ કર સંહિતા પર ટાસ્ક ફોર્સની ફરિયાદથી મદદ મળશે. સરકારે હાલના અવકવેરા કાયદાની સમીક્ષા કરવા અને દેશની આર્થિક જરૂરિયતો મુજબ એક નવા પ્રત્યક્ષ કર કાનૂનનો રિપોર્ટ તૈયાર કરવા માટે નવેમ્બર 2017માં પ્રત્યક્ષ કર સંહિતા પર ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું હતું.

નિષ્ણાંતોને દિવાળી પહેલા આ સંબંધમાં એક ઘોષણાની ઉમ્મીદ છે, જે તરત માંગ પેદા કરશે અને વૃદ્ધિને પ્રોસ્તાહન આપશે. જૂન ક્વાર્ટરમાં ભારતની આર્થિક વૃદ્ધિ છ વર્ષના નિચલા સ્તર 5 ટકાથી ઓછો છે, જે વિકાસમાં સતત પાંચમાં ક્વાર્ટરમાં ગિરાવટ છે.

INDvSA: પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનની ઘોષણા કરી, જાણો કોણ કોણ રમશેINDvSA: પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનની ઘોષણા કરી, જાણો કોણ કોણ રમશે

English summary
after corporate tax government can make changes in tax slab for medium class
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X