માર્કેટમાં તેજીના રૂખ બાદ વેચવાલીની શક્યતા

એક્સપર્ટ્સનું કહેવું છે કે 'નવા સપ્તાહમાં બીએસઇ અને એનએસઇના રોકાણકારોનું ધ્યાન કંપનીઓના બીજા ત્રિમાસિક પરિણામો પર રહેશે. આ પરિણામોની જાહરાત બીજા સપ્તાહથી શરૂ થઇ જશે. ગાંધી જયંતિ હોવાથી મંગળવારે માર્કેટ બંધ રહેશે.'
માર્કેટની નજર સરકાર દ્વારા લેવામાં આવી રહેલા રાજકોષીય પગલાંઓ પર રહેશે. આ તબક્કે માર્કેટને સરકાર પાસેથી ઘણી આશાઓ રહેલી છે. સપ્ટેમ્બરના ફુગાવાના આંકડા પણ ખૂબ મહત્વના રહેશે કારણ કે ભારતીય રિઝર્વ બેંકની આગામી નીતિગત સમીક્ષા બેઠકમાં વ્યાજદરો નક્કી કરવાના નિર્ણયમાં આ આંકડાઓ મહત્વની ભૂમિકા ભજવશે.
સરકારે તાજેતરમાં કહ્યું હતું કે દેશમાં વિદેશી મૂડીનો પ્રવાહ આવી રહ્યો છે જેના કારણે આગામી ચાર મહિનાઓમાં ડૉલરની સરખામણીએ રૂપિયાનું મૂલ્ય મજબૂત બની રૂ. 50 સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
