For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

HDFC Home Loan: એસબીઆઈ બાદ એચડીએફસીએ લોન પરનો ઈન્ટરેસ્ટ રેટ ઘટાડ્યો

HDFC Home Loan: એસબીઆઈ બાદ એચડીએફસીએ લોન પરનો ઈન્ટરેસ્ટ રેટ ઘટાડ્યો

|
Google Oneindia Gujarati News

HDFC Home Loan: ખાનગી સેક્ટરની બેંક એચડીએફસીએ વધતી મોંઘવારી વચ્ચે લોકોને સસ્તા ઘર ખરીદવાની ભેટ આપી છે. એસબીઆઈ બાદ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન એટલે કે HDFC બેંકે બુધવારે હોમ લોનના ઈન્ટરેસ્ટ રેટમાં કટૌતીની ઘોષણા કરી છે. બેંકે હોમ લોનના વ્યાજ દર ઘટાડવાની સૂચના સ્ટૉક એક્સચેન્જને આપી છે. બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ એચડીએફસીએ પોતાના રિટેલ પ્રાઈમ લેંડિંગ રેટમાં 5 બેસિક પોઈન્ટની કટૌતી કરવાનું એલાન કર્યું છે.

એચડીએફસીએ હોમ લોન પરનું વ્યાજ ઘટાડ્યું

એચડીએફસીએ હોમ લોન પરનું વ્યાજ ઘટાડ્યું

ખાનગી સેક્ટરની બેંક એચડીએફસી બેંકે હોમ લોનના વ્યાજદરમાં બદલાવ કર્યો છે. બેંકે હોમલોનના વ્યાજ દરમાં 5 બેસિક પોઈન્ટ ઘટાડી દીધા છે. નવા વ્યાજ દર 4 માર્ચ 2021થી લાગૂ થશે. હોમ લોનના વ્યાજ દરમાં કરાયેલ આ કટૌતી બાદ એચડીએફસીની ન્યૂનતમ વ્યાજ દર 6.75 ટકા થઈ ગઈ છે. બેંકે કહ્યું કે હોમ લોનના વ્યાજ દરમાં કરાયેલ આ કટૌતીનો લાભ તમામ વર્તમાન રિટેલ હોમ લોન ગ્રાહકોને મળશે.

એસબીઆઈએ પણ ભેટ આપી

એસબીઆઈએ પણ ભેટ આપી

જણાવી દઈએ કે એચડીએફસીથી ઠીક પહેલાં એસબીઆઈએ પણ હોમ લોનના વ્યાજ દરમાં કટૌતી કરી છે. એસબીઆઈ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંકે પણ હોમ લોનના વ્યાજ દરમાં કટૌતી કરી છે. કટૌતી બાદ એસબીઆઈનો હોમ લોનનો ઈન્ટરેસ્ટ રેટ 6.70 ટકાથી શરૂ કરાયો છે. બેંક તરફથી હોમ લોનના વ્યાજ દર પર 10 બેસિક પોઈન્ટ સુધીની છૂટ આપવાની ઘોષણા કરી છે. એસબીઆઈએ આ ઑફર સીમિત સમય માટે રાખી છે. લોકો 31 માર્ચ સુધી આ ઑફરનો લાભ લઈ શકે છે.

કોટક મહિન્દ્રા બેંકે પણ કટૌતી કરી

કોટક મહિન્દ્રા બેંકે પણ કટૌતી કરી

આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંકે પણ હોમ લોન પરનો વ્યાજદર ઘટાડ્યો છે. કોટક મહિન્દ્રા બેંકે હોમ લોનના વ્યાજદરમાં 0.10 ટકાની કટૌતીની ઘોષણા કરી. બેંકે સીમિત સમય માટે વ્યાજદર ઘટાડીને 6.65 ટકા કરી દીધી છે. બેંકે 6.65 ટકાના દરથી 31 માર્ચ સુધી હોમ લોનની ખાસ ઑફર રજૂ કરી છે.

ગોલ્ડ રેટઃ એમસીએક્સ પર સોનામાં ગિરાવટ વધી, આગળ કેવા રહેશે ટ્રેન્ડ?ગોલ્ડ રેટઃ એમસીએક્સ પર સોનામાં ગિરાવટ વધી, આગળ કેવા રહેશે ટ્રેન્ડ?

English summary
After SBI and Kotak Mahindra bank HDFC also lowers interest rates on home loans. એસબીઆઈ બાદ એચડીએફસીએ લોન પરનો ઈન્ટરેસ્ટ રેટ ઘટાડ્યો
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X