હવે PNB સાથે યુકેમાં થયું 271 કરોડનું ફ્રોડ, વસૂલી માટે બેંક પહોંચી કોર્ટ
PNB સાથે યુકેમાં થયું 271 કરોડનું ફ્રોડ, બેંક પહોંચી કોર્ટ
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક સાથે 271 કરોડની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. બેંકની યુકેની સહાયક કંપની પાસેથી ડમી દસ્તાવેજો દેખાડીને 3.7 મિલિયન ડૉલરની લોન લેવામાં આવી હતી. હવે આ લોનની વસૂલી માટે બેંકે કોર્ટના દરવાજા ખખડાવવા પડી રહ્યા છે.

પંજાબ નેશનલ બેંકમાં ફ્રોડ
પીએનબીએ આ મામલે 5 ભારતીયો, 1 અમેરિકન અને 3 કંપનીઓ પર કેસ કર્યો છે અને કોર્ટમાં દલલી આપી છે કે આ લોકોએ ખોટા દસ્તાવેજો બેલેન્સ શીટ દેખાડીને કુલ 3.7 કરોડ ડૉલર એટલે કે 271 કરોડ રૂપિયાની લીધી લીધી હતી. યુકે કોરટમાં દાખલ કરવામાં આવેલ આ કેસમાં બેંકનું કહેવું છે કે બેંકને ખોટાં અને બનાવટી દસ્તાવેજો દેખાડીને લોન લેવામાં આવી હતી.

બેંક પહોંચી કોર્ટ
બેંકનું કહેવું છે કે આ લોકોએ સાઉથ કેરોલિનામાં ઓઈલ રિફાઈનિંગ યૂનિટ લગાવવા અને પવન ઉર્જા પ્રોજેક્ટ વિકસિત કરવા અને તેને વેચવા માટે લોન લીધી હતી. લોન માટે એમણે પોતાની બેલેન્સ શીટમાં ખોટા ઉમેરા કરીને દેખાડી હતી અને આ પ્રોજેક્ટ વિશે પણ ખોટા આંકડા રજૂ કર્યા હતા.

આ કંપનીઓએ ફ્રોડ કર્યું
પીએનબીએ કોર્ટમાં કહ્યું કે એમણે 2011 અને 2014 વચ્ચે આ રકમની ચૂકવણી ડૉલરમાં અમેરિકામાં રજિસ્ટર ચાર કંપનીઓને કરી હતી. જેમાં સાઉથ ઈસ્ટર્ન પેટ્રોલિયમ એલએલસી, પેપ્સો બીમ યૂએસએ, ત્રિશે વિંડ એન્ડ ત્રિસે રિસોર્સ છે.

ડમી દસ્તાવેજોથી ફ્રોડ કર્યું
એસઈપીએલ પર 17 મિલિયન ડૉલરનું ડિફોલ્ટ કર્યું છે, જેમાં 10 મિલિયન પીએનબીના છે. જ્યારે પેપ્સો બીમ ઈનવાયરમેન્ટલ સૉલ્યૂશન પર 13 મિલિયન ડૉલરનું ડિફોલ્ટ કર્યું છે. કંપનીએ આ કંપનીઓ પર લોન ચૂકવણી ન કરવાનો, ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો વગેરે મામલાઓ દાખલ કર્યા છે. બેંકે આ કેસ કંપની અને વ્યક્તિગત રૂપે પણ કર્યો છે.
-
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે












Click it and Unblock the Notifications
