For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિક્સ બનાવશે વિકાસ બેંક, ભારતથી હશે પ્રથમ પ્રેસિડેન્ડ

|
Google Oneindia Gujarati News

ફોર્તાલેઝા(બ્રાઝીલ), 16 જુલાઇ: બ્રિક્સ સમ્મેલનમાં 100 અરબ ડોલરની શરૂઆતી અધિકૃત મૂડીની સાથે નવી વિકાસ બેંકની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે. આ મૂડી માટે શરૂઆતી ફાળામાં સંસ્થાપક સભ્યોની બરાબરની ભાગીદારી રહેશે. આ નિર્ણય ભારત માટે એક મોટી જીત માનવામાં આવી રહી છે.

ભારત એ વાત પર ભાર આપતું રહ્યું છે કે આની પર કોઇપણ સભ્ય દેશનું વર્ચસ્વ ના હોય. બેંકનો પ્રથમ અધ્યક્ષ પણ ભારતથી જ હશે. જોકે ચીને બેંકનું વડુમથક શાંઘાઇમાં બનાવાની રેસ જીતી લીધી જ્યારે ભારત તેને નવી દિલ્હીમાં બનાવવા ઇચ્છતું હતું.

brics
પાંચ રાષ્ટ્રોના સભ્યવાળા સંગઠનની શિખર બેઠકમાં બેંક અને 100 અરબ ડોલરના શરૂઆતી આકારની સાથે એક 'કંટિજેન્સી રિઝર્વ એરેંજમેન્ટ' સ્થાપિત કરવાની સમજૂતી થઇ છે. બ્રિક્સ વિકાસ બેંકની શરૂઆતી ફાળો 50 અરબ ડોલરની રહેશે જ્યારે શરૂઆતી અધિકૃત મૂડી 100 અરબ ડોલરની રહેશે જે સંસ્થાપક સભ્ય રશિયા, બ્રાઝીલ, ચીન, ભારત અને દક્ષિણ આફ્રીકા સરખી રીતે વહેંચશે.

100 અરબ ડોલરના શરૂઆતી આકારના કંટિજેંસી રિઝર્વ એરેંજમેન્ટનું કામ કોઇ દેશ શૉર્ટ-મર્મ લિક્વિડિટી સમસ્યાઓને દૂર કરવા, બ્રિક્સ દેશોની વચ્ચે સહયોગ વધારવા, વૈશ્વિક ફાઇનાન્સિયલ સેફ્ટી નેટને મજબૂત કરવું વગેરે હશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેંક અને ફંડને પશ્ચિમી દેશોના વર્ચસ્વવાળી વિશ્વ બેંક અને આઇએમએફ જેવી સંસ્થાઓના ટક્કરમાં ઊભુ કરવામાં આવી રહ્યું છે.

English summary
Terming the agreement towards setting up BRICS New Development Bank a significant step, Indian Prime Minister Narendra Modi on Tuesday said an open international trading regime is critical for global economic growth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X