For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરટેલ પેમેન્ટ બેંકે ઇન્સ્યોરન્સ કંપની સાથે ભાગીદારી કરી

એરટેલ પેમેન્ટ્સ બેંકે ભારતી એક્સા જનરલ ઇન્સ્યોરન્સના સહયોગથી આકર્ષક ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ ઉત્પાદનના લોન્ચની જાહેરાત કરી હતી.

|
Google Oneindia Gujarati News

એરટેલ પેમેન્ટ્સ બેંકે ભારતી એક્સા જનરલ ઇન્સ્યોરન્સના સહયોગથી આકર્ષક ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ ઉત્પાદનના લોન્ચની જાહેરાત કરી હતી. આ હેઠળ પેમેન્ટ્સ બેન્ક પર બે પૈડાના વાહનોના ઇન્સ્યોરન્સ પણ ખરીદી શકાશે. તમને જાણકારી આપી દઈએ કે ભારતી એક્સા જનરલ ઇન્સ્યોરન્સના એમડી અને સીઈઓ સંજીવ શ્રીનિવાસનએ જણાવ્યું હતું કે આ ભાગીદારી દ્વારા તેમની કંપનીની પહોંચમાં વધારો થશે અને દેશભરમાં વધુ લોકો તેમના ટુ-વ્હીલરનો સસ્તામાં વીમો કરાવી શકશે.

Airtel Payment Bank

એરટેલ પેમેન્ટ બેન્ક દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર ગ્રાહકો ગાડીમાં તૂટ-ફૂટ થવા પર ક્લેમ માટે અરજી કરવાના કોઈપણ વધારાના ખર્ચ વિના, વિના ટૉઈંગ સેવાનો લાભ લઈ શકશે. જાણકારી આપી દઈએ કે આ વીમો પર્સનલ એક્સીડંટ કવર, થર્ડ પાર્ટી જવાબદારી સામે રક્ષણ અને નિરીક્ષણ-મુક્ત નવીકરણની ઝડપી અને પેપરલેસ સુવિધા પ્રદાન કરશે.

માય એરટેલ એપ દ્વારા કરાવો વીમો

જણાવી દઈએ કે એરટેલ પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ભાગીદારી હેઠળ વીમાને હમણાં ફક્ત પ્રથમ તબક્કા માટે ઉપલબ્ધ કરાયો છે. આ હેઠળ, રસ ધરાવતા લોકો માય એરટેલ એપ અને દેશભરમાં 40 હજારથી વધુ એરટેલ પેમેન્ટ્સ બેંકની મુલાકાત લઈને તેમના ટૂ-વ્હીલરનો વીમો કરાવી શકશે. જેઓ પાસે એરટેલ પેમેન્ટ્સ બેંકમાં ખાતું નથી, તેઓ પણ બેન્કિંગ પોઇન્ટ પર જઈને વીમો કરાવી શકશે.

પેમેન્ટ બેંક શું છે?

પેમેન્ટ બેંક એ વિશિષ્ટ પ્રકારની બેંક છે અને તેનો મૂળ હેતુ તે લોકો સુધી પહોંચવાનો છે જે લોકોની બેંક સુધી પહોંચ નથી અથવા ખૂબ ઓછી છે. કરોડો જન-ધન ખાતાઓ ખોલ્યા હોવા છતાં, ઘણા લોકોની હજુ સુધી બેંક સુધી પહોંચ નથી. તો આ એકાઉન્ટ ખોલાવા માટે ઘણા બધા દસ્તાવેજોની પણ જરૂર નથી. આ માટે, તમારી પાસે આધાર અને તમારો ફોન નંબર જ પર્યાપ્ત છે. જો કે, આ બેંક હાલના બેંક ધારકો માટે ખૂબ જ ઉપયોગી છે.

English summary
Airtel Payment Bank Has Tie Up With Bharti AXA General Insurance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X