એમેઝોન સાથે સલમાને સાઇન કરી દુનિયાની સૌથી મોટી ડીલ

Written By:
Subscribe to Oneindia News

અમેરિકાની ઇ કોર્મસ કંપની એમેઝોને બોલીવૂડના સુપર સ્ટાર સાથે દુનિયાની સૌથી મોટી અને મોંધી ડીલ ફાઇનલ કરી છે. એમેઝોને સોમવારે 5 વર્ષ માટે સલમાન ખાનની ફિલ્મો માટે કરાર કર્યા છે. જે મુજબ આવતા 5 વર્ષોમાં સલમાન ખાનની આવનારી તમામ ફિલ્મો ટીવીથી પહેલા એમેઝોન પ્રાઇમ વીડિયોના પ્લેટફોર્મ પર જોવા મળશે. સુત્રોથી જે માહિતી મળી છે તે મુજબ એમેઝોનને સલમાને પોતાની દરેક ફિલ્મના રાઇટ્સ લગભગ 65 કરોડ રૂપિયામાં વેચ્યા છે. આ ડીલ પછી એશિયા પેસિફિકના હેડ ઓફ કોન્ટેન્ટ, જેમ્સ ફૈરેલ કહ્યું કે સલમાન ખાન એક ગ્લોબલ સ્ટાર છે. અને આ ડિલ વિશ્વમાં વર્લ્ડ વાઇડ એક્સક્યૂઝિવ સ્ટ્રિમિંગની અત્યાર સુધીનો સૌથી મોટી ડીલ છે. એમેઝોનને ભારતમાં મોટા પ્રમાણમાં પસંદ કરવામાં આવે છે.

salman khan

એટલું જ નહીં સલમાન ખાનની હાલમાં રિલિઝ થયેલી ફિલ્મ ટ્યૂબલાઇટ પણ ટીવી પહેલા એમેઝોન પ્રાઇમ વીડિયો પર જ બતાવવામાં આવશે. ત્યાં જ સલમાન ખાને પોતાની આ ડિલ માટે કર્યું કે એમેઝોન વીડિયોની પહોંચ 200થી વધુ દેશોમાં છે. તેવામાં મને ખુશી છે કે એમેઝોનના સહયોગથી ભારતીય સિનેમાનો વિસ્તાર થશે. અને આ નવા પ્લેટફોર્મથી ભારતીય સિનેમાને નવા ફેન્સ મળશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા નેટફ્લિક્સે પણ શાહરૂખ ખાનની રેડ ચિલીજ એન્ટરટેનમેન્ટની સાથે આવી જ એક ડિલ કરી હતી. તેવું માનવામાં આવે છે કે એમેઝોન પોતાના મોટા પ્રતિસ્પર્ધી નેટફ્લિક્સને પડકારવા માટે આ ડીલ સાઇન કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં મંથલી એક્ટિવ યુઝર્સ મુજબ લેટેસ્ટ એપ રેકિંગમાં એમેઝોન 5માં નંબર છે અને નેટફ્લિક્સ 9માં નંબરે છે.

English summary
amazon sign an world biggest star deals with bollywood actor salman khan

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.