For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં વર્ષમાં ચોથી વાર વધ્યા વ્યાજ દર, જાણો અર્થવ્યવસ્થા પર શું થશે અસર

અમેરિકી ફેડરલ રિઝર્વ(અમેરિકાની રિઝર્વ બેંક)એ ચોથી વખત તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી ફેડરલ રિઝર્વ(અમેરિકાની રિઝર્વ બેંક)એ ચોથી વખત તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. ફેડના આ પગલાથી વિશ્વની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી શકે તેવુ માનવામાં આવે છે. યુએસ ફેડ દ્વારા ગઈકાલે કરવામાં આવેલા આ વધારા સાથે હવે ટૂંકા ગાળાનો દર 3.75 ટકાથી વધીને 4 ટકા થઈ શકે છે. જો આવુ થાય તો તે 15 વર્ષનો સૌથી વધુ વ્યાજ દર હશે. યુએસમાં ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાનુ કામ આ વર્ષે સતત ચોથી વખત કરવામાં આવ્યુ છે.

powell

પ્રમુખ જેરોમ પોવેલે શું કહ્યુ

યુએસ ફેડના પ્રમુખ જેરોમ પોવેલના જણાવ્યા મુજબ વ્યાજ દરમાં વધારો કેવી રીતે આગળ વધશે તે ફુગાવાના દરને જોઈને નક્કી કરવામાં આવશે. તેમના મતે હવે વ્યાજદરમાં થોડો વધારો કરવો પડી શકે છે. યુએસ ફેડએ વ્યાજદરમાં વધારો કર્યા બાદ એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે તે પહેલા જોશે કે અત્યાર સુધી વ્યાજ દરમાં વધારાની શું અસર થઈ છે. ત્યારબાદ વધુ વ્યાજદર અંગે નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણયમાં એ પણ જોવામાં આવશે કે અમેરિકાની અર્થવ્યવસ્થાની શું હાલત છે.

બજાર મુશ્કેલ સમયમાં

યુએસ ફેડના પ્રમુખ જેરોમ પૉવેલના જણાવ્યા મુજબ જો બધુ અપેક્ષા મુજબ ચાલશે તો આગામી મહિનામાં વ્યાજદરમાં વધારો કરવાની ગતિ ઘટાડવામાં આવી શકે છે. તેમના મતે હવે એવુ લાગે છે કે હવે આ સમય આવી રહ્યો છે. યુએસ ફેડની બેઠક બાદ ઘણા અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે ડિસેમ્બરમાં ફેડની આગામી બેઠકમાં વ્યાજદરમાં વધારો ઘટીને અડધા ટકા સુધી આવી શકે છે. વળી, યુએસ ફેડ મુજબ યુએસ અર્થતંત્ર હાલમાં યુદ્ધ, ધીમી ચીની અર્થવ્યવસ્થા અને સંભવિત આર્થિક અને નાણાકીય અશાંતિના પડકારોનો સામનો કરી રહી છે.

ભારતીય શેર બજાર પર અસર

તમને જણાવી દઈએ કે આ નિર્ણય બાદ શેરબજારમાં ભારે દબાણ જોવા મળી રહ્યુ છે. નિફ્ટી 18000ના મહત્ત્વના સ્તરની નીચે સરકી ગયો છે. આજે સેન્સેક્સ 394 પોઈન્ટ ઘટીને 60511ના સ્તરે અને નિફ્ટી 114 પોઈન્ટના ઘટાડા સાથે 17968ના સ્તર પર ખુલ્યો હતો. બેન્ક નિફ્ટી 273 અંકના ઘટાડા સાથે 40873ના સ્તર પર ખુલ્યો છે. સમાચાર અનુસાર આજે રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની વધારાની બેઠક યોજાવા જઈ રહી છે.

English summary
America Federal Reserve raises interest rates, Know the effects on economy here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X