પેટ્રોલ-ડીઝલની કિંમતો પર અમેરિકી હુમલો, રેટ બેકાબૂ
નવી દિલ્હીઃ રવિવારે પેટ્રોલ અને ડીઝલ બંનેના રેટમાં ધરખમ વધારો નોંધાયો. બે દિવસ પહેલા અમેરિકી હુમલામાં ઈરાનના ટૉપ કમાન્ડરના મોત બાદથી ખાડી ક્ષેત્રમાં તણાવભર્યો માહોલ છે. આ કારણે જ ક્રૂડ ઓઈલના રેટ તેજીથી વધ્યા છે. જેને પગલે દુનિયાભરમાં ઓઈલના ભાવ બેકાબૂ થઈ ગયા છે. આજે પેટ્રોલના ભાવ પ્રતિ લીટર દીઠ 9 પૈસા વધારા સાથે 75.54 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયા છે જ્યારે ડીઝલના રેટ 11 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 68.51 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયા છે. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતના સમીક્ષા કર્યા બાદ પ્રેતિદિન પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગ્યેથી પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ જાહેર કરે છે.

જાણો આજના પેટ્રોલ-ડીઝલ રેટ
- અમદાવાદમાં 8 પૈસાના ભાવ વધારા સાથે પેટ્રોલ 72.83 રૂપિયા અને 11 પૈસાના ભાવ વધારા સાથે ડીઝલ 71.68 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું.
- કોલકાતામાં પેટ્રોલ 78.13 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 70.87 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- મુંબઈમાં પેટ્રોલ 81.13 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 71.84 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- ચેન્નઈમાં પેટ્રોલ 78.48 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 72.29 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

આ આધારે નક્કી થાય છે કિંમત
વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, આ આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ પેટ્રોલના રેટ અને ડીઝલના રેટ રોજ નક્કી કરવાનું ઓઈલ કંપનીઓ કામ કરે છે.

પેટ્રોલમાં કેટલો ટેક્સ કપાય
છૂટક વેચાણ થતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમની તમે ચૂકવણી કરે છે, તેમાં તમે 55.5 ટકા પેટ્રેલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે તમે ટેક્સ ચૂકવી રહ્યા હોવ છો.

ડીલર પણ જોડે છે પોતાનું માર્જિન
ડીલર પેટ્રોલ પંપ ચલાવતા લોકો રિટેલ કિંમતો પર ટેક્સ અને પોતાનું ખુદનું માર્જિન જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ રેટ અને ડીઝલ રેટમાં આ કૉસ્ટ પણ જોડાય છે. પેટ્રોલ પંપ માલીકો ડીઝલમાં 2.60 રૂપિયા પ્રતિ લીટરે માર્જિન ઉમેરે છે જ્યારે પેટ્રોલમાં 3.50 રૂપિયા પ્રતિ લીટરે માર્જિન ઉમેરે છે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલમાં લીટરદીઠ 1 રૂપિયો વેટ વસૂલવામાં આવે છે.
સાઈરસ મિસ્ત્રીની વાપસીનો મામલોઃ ટ્રિબ્યૂનલના ફેસલા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યી ટાટા સન્સ