જાણો : આંધ્ર બેંક, ઓરિએન્ટલ બેંક, બેંક ઓફ ઇન્ડિયાએ fd પરનું વ્યાજ કેટલું ઘટાડ્યું?
નવી દિલ્હી, 4 ઓક્ટોબર :દેશમાં જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોએ તેમની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરો (ઇન્ટરેસ્ટ રેટ્સ)માં ભારે ઘટાડાની જાહેરાત કરી છે. માર્કેટમાં નાણાની પ્રવાહિતા વધારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
આ દિશામાં સરકારી માલિકીની આંધ્ર બેંક દ્વારા એક વર્ષથી વધારે સમયગાળાની બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર 75 બેસિસ પોઇન્ટ વ્યાજ ઘટાડ્યું છે. આ ઘટાડો મોટો છે.

ઓરિએન્ટલ બેંક દ્વારા પણ છુટક અને બલ્ક ડિપોઝિટ્સ પર ઇન્ટરેસ્ટ રેટ્સ 25થી 50 બેઝિસ પોઇન્ટ જેટલા ઘટાડ્યા છે. આ ઘટાડો તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંક દ્વારા કરવામાં આવેલા વ્ચાજના દરોમાં ઘટાડાને પગલે કરવામાં આવ્યો છે.
દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક કરોડ સુધીની શોર્ટ ટર્મ ડિપોઝિટ અને 7થી 45 દિવસમાં પાકતી એફડીઓ પર વ્ચાજનો દર 1 ટકા જેટલો ઘટાડી દીધો છે.
જો કે એફડી રેટ્સમાં ઘટાડા છતાં હજી સુધી કોઇ બેંકોએ ધિરાણ વ્યાજ દરમાંઘટાડાની જાહેરાત કરી નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં બેંકોના બેઝ રેટ યથાવત રહ્યા છે. જેમાં ખાનગી અને જાહેર ક્ષેત્ર એમ બંને પ્રકારની બેંકોનો સમાવેશ થાય છે. જો કે ધિરાણકર્તાઓને આશા છે કે બેંકો ટૂંક સમયમાં ધિરાણ દરોમાં ઘટાડાની પણ જાહેરાત કરશે.
તેને ઘણો ખરો આધાર ડિસેમ્બર, 2014માં આરબીઆઇ દ્વારા તેની નવી નાણાકીય નીતિમાં કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે તેના પર રહેલો છે. આ નિર્ણયોમાં ઓક્ટોબરનો ફુગાવો મહત્વનો સાબિત થઇ શકે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
