ભારતમાં એન્ડ્રોઇડ ફોન પર પ્રતિબંધ મૂકાશે : કપિલ સિબ્બલ

ઉલ્લેખનીય છે કે એન્ડ્રોઇડ ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો દેશ અને વિદેશની મોબાઇલ ઉત્પાદક કંપનીઓ પર મોટો પ્રભાવ પડશે. કારણ કે વર્તમાન સમયમાં મોટા ભાગના સ્માર્ટ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી રહ્યા છે. ભારતમાં એન્ડ્રોઇડ આધારિત ફોનના વપરાશનું ચલણ વધ્યું છે.
કપિલ સિબ્બલે 31 જુલાઇ પહેલા વિલય અને અધિગ્રહણ અંગે ગાઇડલાઇન્સ રજૂ કરવાની વાત પણ કરી છે. બીજી તરફ સરકારે સ્પેક્ટ્રમ લીલામી માટે ટ્રાઇ પાસે બેઝ પ્રાઇસ અંગે સલાહ માંગી છે. કપિલ સિબ્બલે આશ્વાસન આપ્યું છે કે ટ્રાઇ 90 દિવસની અંદર બેઝ પ્રાઇઝ અંગે પોતાનું સૂચન આપી દેશે.












Click it and Unblock the Notifications
