અનિલ અંબાણીએ ખુલાસો કર્યો, જાણો તેમની પાસે કેટલી સંપત્તિ છે

અનિલ અંબાણીએ ખુલાસો કર્યો, જાણો તેમની પાસે કેટલી સંપત્તિ છે

નવી દિલ્હીઃ દેવામાં ડૂબેલા વેપારી અનિલ અંબાણીએ ગત શુક્રવારે બ્રિટેનની એક અદાલતને જણાવ્યું કે તેઓ એક સાધારણ જીવન જીવે છે, માત્ર એક કાર ચલાવે છે અને પોતાની કાનૂની ફી ચૂકવવા માટે પોતાની પાસે રહેલા ઘરેણાં પણ તેમણે વેચી દીધાં છે. તેમણે કહ્યું કે જાન્યુઆરીથી જૂન 2020 દરમ્યાન તેમમે જેટલા ઘરેણા વેચ્યાં તેના માટે 9.9 કરોડ રૂપિયા મળ્યા. તેમણે એમ પણ કહ્યું કે હવે તેમની પાસે કંઈપણ નથી. એટલે કે કોઈપણ કીમતી વસ્તુ નથી. જ્યારે તેમની લગ્ઝરી કાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ મીડિયાની કાલ્પનિક કહાનીઓ છે. મારી પાસે ક્યારેય પણ રૉલ્સ રોયસ નથી રહી. તેમણે માત્ર એક કારનો ઉપયોગ કર્યો હોવાની જ વાત કહી છે.

શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

22 મે 2020ના રોજ બ્રિટેનની સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને 12 જૂન 2020 સુધી ત્રણ ચીની બેંકોને કાનૂની લાગતમાં 7 કરોડ અને 5281 કરોડ રૂપિયાનું દેવુ્ં ચૂકવવા કહ્યું હતું. પરંતુ આ રાશિનું પેમેન્ટ ના થઈ શક્યું. પછી 15 જૂનના રોજ ચીની બેંકોએ ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઑફ ચાઈના લિમિટેડના નેતૃત્વમાં અંબાણીને તેમની સંપત્તિ પર ખુલાસો કરવા કહ્યું હતું. 29 જૂને અંબાણીને દુનિયાભરની પોતાની તમામ સંપત્તિ 1 લાખ ડોલર (લગભગ 74 લાખ રૂપિયા) માટે એક શોગંધનામું રજૂ કરવા આદેશ આપ્યો.

કંપની પર કેટલું દેણું છે જાણો

કંપની પર કેટલું દેણું છે જાણો

અનિલ અંબાણી શુક્રવારે વીડિયો કોન્ફ્રેન્સના માધ્યમથી કોર્ટમાં રજૂ થયા હતા. અંબાણીએ કહ્યું કે તેમણે રિલાયન્સ ઈનોવેંચર્સને 5 અબજ રૂપિયાની લોન આપી હતી અને હવે તેમને લોનની શરતો યાદ નથી. તેમણે એમ પણ કહ્યું કે રિલાયન્સ ઈનોવેંચર્સમાં તેમના 1.2 કરોડ ઈક્વિટી શેર બેકાર છે અને પરિવારના ટ્રસ્ટ સહિત દુનિયાભરમાં કોઈપણ ટ્રસ્ટમાં તેમનો કોઈ ભાગ નથી. 31 ડિસેમ્બર 2019ના રોજ 40.2 લાખ રૂપિયાના બેંક બેલેન્સથી 1 જાન્યુઆરી 2020 સુધી રાતોરાત તેમનું બેંક બેલેન્સ ઘટીને 20.8 લાખ રૂપિયા રહી ગયું. અનિલ અંબાણીએ કહ્યું કે થોડા સમય પહેલા સુધી ભારતમાં સૌથી અમિર વ્યક્તિઓમાંના એક હોવા છતાં હવે તેમની પાસે 110,000 ડોલર મૂલ્યની એક કલાકૃતિ છે.

ટીના અને અનિલ અંબાણી કલેક્શન

ટીના અને અનિલ અંબાણી કલેક્શન

જ્યારે તેમને ટીના અને અનિલ અંબાણી કલેક્શન વિશે પૂછવામાં આવ્યું તો ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે આ તેમની પત્ની ટીના અંબાણીનું કલેક્શન છે. જ્યારે તેમને તેમના અંગત હેલીકોપ્ટર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જ્યાં સુધી હું અંગત ઉપયોગ માટે તેને નથી વાપરતો ત્યાં સુધી તેની ચૂકવણી નથી કરતો. તેમને સવાલ કરાયો કે એવા પણ સમાચાર છે કે તમે તમારી પત્ની ટીનાને એક લગ્ઝરી મોટર યાટ ભેટ આપી છે. અનિલ અંબાણીએ આ સવાલના જવાબમાં કહ્યું કે મને સમુદ્રથી ડર લાગે છે એટલે જ્યારે આ યાટ આવી તે બાદ મેં તેનો ઉપયોગ નથી કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X