એપલે લૉન્ચ કર્યા iPhone13 સીરિઝમાં 4 સ્માર્ટફોન, Watch 7 અને iPad, અહીં જાણો વિગત
હવે એપલે અધિકૃત રીતે iPhone13ને લૉન્ચ કરી દીધો છે. જાણો સમગ્ર વિગત.
એપલના ફેન્સ માટે મોટા સમાચાર છે કારણકે છેલ્લા ઘણા સમયથી iPhone13ના સ્માર્ટ ફોનના લૉન્ચની અફવાઓ ઉડી રહી હતી પરંતુ હવે એપલે અધિકૃત રીતે iPhone13ને લૉન્ચ કરી દીધો છે. આ ઉપરાંત ટેક દિગ્ગજે બીજી પણ ઘણી પ્રોડક્ટ લૉન્ચ કરી છે જેની ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા. તો આવો, વિસ્તારથી એપલની આ મેગ ઈવેન્ટ 2021 વિશે વાત કરીએ.

એપલે નવા iPadને કર્યુ લૉન્ચ
એપલની આ મેગા ઈવેન્ટમાં આઈફોન જ નહિ પરંતુ આઈપેજ અને વૉચને પણ લૉન્ચ કરવામાં આવી છે. આવો, આના વિશે વિસ્તારથી જાણીએ. એપલના સીઈઓ ટિમ કુકે iPad સાથે લૉન્ચ ઈવેન્ટની શરૂઆત કરી. નવા Apple ipadA13 બાયોનિક ચિપસેટ સાથે આવે છે જે પહેલાથી ઘણુ પાવરફૂલ છે. તે PadOS 15, 12MP અલ્ટ્રા વાઈડ કેમેરા, Apple પેન્સિલ માટે સપોર્ટ, મલ્ટીટાસ્કિંગ કંટ્રોલ, ક્વિક નોટ્સ વગેરે સાથે પેક કરવામાં આવ્યુ છે. જ્યારે આની કિંમત 329 યુસ ડૉલર છે અને છાત્રો તેને 299 યુએસ ડૉલરમાં ખરીદી શકશે. આને આજે જ ઑર્ડર કરી શકાય છે અને શિપિંગ આવતા સપ્તાહે શરૂ થશે.

iPhone 13 અને iPhone 13 Mini
ફેન્સને ઘણા સમયથી આની રાહ હતી અને છેવટે એપલે આઈફોન 13 સીરિઝને લૉન્ચ કરી દીધી છે. આમાં આપણને આઈફોન 13, આઈફોન 13 મિની જોવા મળે છે. આઈફોન 13 અને આઈફોન 13 મિની ઓ15 બાયોનિક ચિપસેટ દ્વારા સંચાલિત છે. આ ઉપરાંત આ એક ડ્યુઅલ કેમેરા સિસ્ટમ છે જેમાં 12એમપી વાઈડ એંગલ લેન્સ, આઈઓએસ 15 બૉક્સથી બહાર અને નાના નૉચ સાથે આવે છે. આઈફોન 13માં 6.1 ઈંચનુ ડિસ્પ્લે છે જ્યારે આઈફોન 13 મિનીમાં 5.4 ઈંચનુ ડિસ્પ્લે છે. જો કિંમતની વાત કરીએ તો આઈફોન 13ના બેસ વેરિઅંટની કિંમત 128જીબી મૉડલ માટે 799 ડૉલરથી શરૂ થાય છે. જ્યારે આઈફોન 13 મિનીની કિંમત 699 ડૉલરથી શરૂ થાય છે. ભારતમાં નવા આઈપેડ મિની વાઈ-ફાઈની કિંમત 46900 રૂપિયા અને વાઈ-ફાઈ + સેલ્યુલર મૉડલ માટે 60,900 રૂપિયાથી શરૂ થાય છે.
Apple વૉચ સીરિઝ 7 પણ કરી લૉન્ચ
Apple Watch Series 7 રેટિના રિસ્પ્લે સાથે આવે છે, આ રાઉન્ડ કૉર્નર, નવા વૉચ ફેસ, iPX6 સર્ટિફિકેશન, સારુ ચાર્જિંગ એક્સીપીરિયન્સ, ફાસ્ટ ચાર્જિંગ યુએસબી, સી કેબલ અને બીજુ ઘણુ બધુ સાથે આવે છે. એપલ વૉચ સીરિઝ 7 રેડ, બ્લેક, વ્હાઈટ વગેરે જેવા કલરમાં આવે છે. Apple Watch Series 7 ની કિંમત 399 ડૉલરથી શરૂ થાય છે. જો કે આની ભારતીય માર્કેટમાં શું કિંમત રહેશે એના માટે થોડી રાહ જોવી પડશે.

iPhone 13 Pro અને iPhone 13 Pro Max
આ ઉપરાંત આ ઈવેન્ટમાં આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સને પણ લૉન્ચ કરવામાં આવ્યુ છે. એપલ આઈફોન 13 પ્રો અને પ્રો મેક્સ બંનેમાં મોટી બેટરી મળે છે. 13 પ્રોનો ટેલીફોટો લેન્સ(77સેમી) 3x ઑપ્ટિકલ ઝૂમ સાથે આવે છે. જ્યારે આમાં અલ્ટ્રા -વાઈડ કેમેરા અને વાઈડ-એંગલ કેમેરા પણ મળે છે. સાથે જ આઈફોન 13 પ્રોમાં મેક્રો ફોટોગ્રાફી લેન્સ પણ જોડવામાં આવ્યો છે. કિંમતની વાત કરીએ તો આઈફોન 13 પ્રોની કિંમત 999 ડૉલર અને આઈફોન 13 પ્રો મેક્સની કિંમત 1099 રાખવામાં આવી છે જેને 17 સપ્ટેમ્બરથી પ્રી-ઑર્ડર કરી શકાય છે અને 24 સપ્ટેમ્બરથી સેલ શરૂ થઈ જશે. જો કે ભારતમાં આ બંને સ્માર્ટફોનની કિંમત શું હશે તેના માટે થોડી રાહ જોવી પડશે.

એપલે iPad Mini પણ કર્યુ લૉન્ચ
આઈપેડ મિનીને સ્લિમર ડિઝાઈન સાથે લૉન્ચ કરવામાં આવ્યુ અને તે નવા કલર ઑપ્શન - પર્પલ, બ્લેક, વ્હાઈટમાં આવશે. અમુક મુખ્ય સ્પેસિફિકેશનમાં લિક્વિડ રેટિના ડિસ્પ્લે, એજ ટુ એજ સ્ક્રીન, ટચ આઈડી, યુએસબી સી પોર્ટ, 5જી સપોર્ટ, 12-મેગાપિક્સલ સેન્સર અને મોટા અપર્ચર, ફ્રંટમાં 12-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરો મળે છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
