મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બિન જોખમી હોય છે?
જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોય કે શેરના ખરીદ વેચાણ કરતા હોય તેઓ સારી રીતે જાણતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું જોખમ રહેલું છે.
પણ આ ક્ષેત્રમાં રોકાણ કરવાનું શરૂ કરનારા કે રોકાણ કરવાનું વિચારી રહેલા લોકોને ખ્યાલ નથી હોતો કે મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું જોખમ રહેલું હોય છે. આપને જણાવી દઇએ કે મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ રહેલું છે. બીજી મહત્વની બાબત એ છે કે આ જોખમ તમે કેવા પ્રકારનું રોકાણ કરો છો તેના પર રહેલું છે.

કેટલીક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો ડેબ્ટ ફંડ ઓછું જોખમી છે. ગિલ્ટ ફંડ સંપૂર્ણ રીતે જોખમ મુક્ત છે. કારણ કે ગિલ્ટ ફંડવાળા મ્યુચ્યુઅલ ફંડ માત્ર સરકારી સિક્યુરિટીમાં જ રોકાણ કરે છે. ડેબ્ટ ફંડ પણ હાઇ સિક્યુરિટીમાં રોકાણ કરતા હોવાથી સુરક્ષિત માનવામાં આવે છે. જે રોકાણકારો પોતાનું રોકણ જોખમમાં મૂકવા માંગતા નથી તેઓ આ ફંડમાં રોકાણ કરે છે.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ જોખમ મુક્ત હોય છે?
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ જોખમી જ હોય છે. કારણ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ તેમનું મોટા ભાગનું રોકામ શેર્સ અને સ્ટોક્સમાં કરે છે. આ કારણે તેને જોખમી માનવમાં આવે છે. જોખમની સાથે આપ જો તેમનું છેલ્લા પાંચ વર્ષનું પરફોર્મન્સ જોશો તો મોટા ભાગની સ્કીમ્સે શાનદાર પરફોર્મન્સ કર્યું છે.
વાસ્તવમાં એક્સીસ ઇક્વિટી ફંડ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ ટાર્ગેટ રિટર્ન ફંડ વગેરેએ છેલ્લા 3 વર્ષમાં 20 ટકા જેટલું ઉંચું રિટર્ન આપ્યું છે. જો કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ભવિષ્યમાં તેટલું જ વળતર મળશે તે કહેવું મુશ્કેલ છે. રોકાણકારોએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તેમાં કેટલું જોખમ રહેલું છે તે અવશ્ય ચેક કરવું જોઇએ.












Click it and Unblock the Notifications
