For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે SIP શરૂ કરવાનું વિચારી રહ્યા છો? તો જાણી લો આ 5 ગુરૂ ચાવી

શેર બજારના ઉતાર-ચઢાવ વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોનો ભરોસો SIP પર અકબંધ રહ્યો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયાના આંકડાઓ પર નજર કરીએ તો ઓગષ્ટમાં SIP અકાઉન્ટ્સની સંખ્યા 5.71 કરોડ પર પહોંચી ગઇ છે.

|
Google Oneindia Gujarati News

શેર બજારના ઉતાર-ચઢાવ વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોનો ભરોસો SIP પર અકબંધ રહ્યો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયાના આંકડાઓ પર નજર કરીએ તો ઓગષ્ટમાં SIP અકાઉન્ટ્સની સંખ્યા 5.71 કરોડ પર પહોંચી ગઇ છે.

 SIP

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજાર જોખમને આધિન છે, પરંતુ ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ કરતાં મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણમાં ઓછું જોખમ રહેલું છે. આવા કિસ્સામાં તમે SIP દ્વારા રોકાણ કરી શકો છો.

જો તમારે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો તેના માટે તમારે મોટી રકમની જરૂર નથી. SIP ની આવી ઘણી યોજનાઓમાં, તમે 100 રૂપિયા જેટલું ઓછું રોકાણ કરીને પણ શરૂ કરી શકો છો. જેની મદદથી તમે સરળતાથી રોકાણ પરના જોખમ અને તેના પરના આવતા વળતરનું મૂલ્યાંકન કરી શકો છો.

SIP દ્વારા રોકાણ કરતી વખતે નિયમિત બચત અને રોકાણ એક આદત બની જાય છે. જેમાં તમારે એક નિશ્ચિત તારીખે એક નિશ્ચિત રકમ જમા કરવાની રહેશે. તમે તેના માટે અગાઉથી તૈયાર કરો છો, જેથી તે તમારી આદત બનતી જાય છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા, તમારે નો યોર કસ્ટમર(KYC)ની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. આ સમયે તમારી પાસે ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો હોવો જોઈએ. આ પ્રક્રિયામાં PAN કે આધાર કાર્ડની પણ જરૂરી છે.

SIP કેલ્ક્યુલેટરની મદદથી તમને અંદાજિત ફંડનો ખ્યાલ સરળતાથી મળી જશે. ફંડના ભૂતકાળના પ્રદર્શનના આધારે આગામી વર્ષો માટે અંદાજિત વાર્ષિક વૃદ્ધિ જાણીને ફંડનો ખ્યાલ મેળવવો એકદમ સરળ છે.

English summary
are you thinking to start SIP, know these 5 key mantras for investing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X