'અમીર' લોકો પર ટેક્સ લગાવવા પર વિચાર કરવો જોઇએ: ચિદંબરમ

પી. ચિદંબરમે કહ્યું હતું કે હું સ્થાયી કર દરોમાં વિશ્વાસ રાખુ છું. જો કે મારે એમ માનવું પડશે કે આવા સમયે જ્યારે અર્થવ્યવસ્થા અને સરકારને બંણે સંસાઘનોની વ્યવસ્થા છે, ત્યારે વધારે ધનવાન લોકોએ સ્વેચ્છાએ થોડો વધારે ટેક્સ ચુકવવો જોઇએ.
પી. ચિદંબરમે એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે એનો મતલબ એ નથી કે ટેક્સનો દર સ્થાયી ન હોવો જોઇએ. મને લાગે છે કે અમારા ટેક્સ દરમાં સ્થાયિત્વ હોવું જોઇએ, પરંતુ અમારે આ ચર્ચા પર વિચાર કર્યો જોઇએ કે શું ખૂબ વધારે ધનવાન લોકોને કેટલાક અવસરોમાં થોડો વધારે ટેક્સ ચુકવવાનું કહેવું જોઇએ.
જો કે પી. ચિદંબરમે એમ પણ કહ્યું છે કે આ તેમનો વિચાર નથી, જો કે એક ચર્ચા છે જે મેં સાંભળી છે અને હું તેનું પુનરાવર્તન કરી રહ્યો છું. આવતા મહિને રજૂ થનાર બજેટ પર પી. ચિદંબરમે કહ્યું હતું કે ચુંટણીને ધ્યાનમાં રાખી બજેટ બનાવવામાં નથી આવતું. ચુંટણી બજેટથી 14 મહિના દૂર છે. બજેટ એક જવાબદાર બજેટ હશે.
નાણામંત્રી પી. ચિદંબરમે કહ્યું હતું કે જો 28 ફેબ્રુઆરીએ તે બતાવી શકીએ કે સરકારે રજકોષીય નુકસાનને 5.3 ટકાથી નીચે રાખ્યું અને જો બજેટ અનુમાનોથી ખબર પડે તો આગામી નાણાં વર્ષમાં રાજકોષીય નુકસાન 4.8 ટકાથી નીચે રહેશે તો તે આગામી વર્ષે રાજસ્વ વૃદ્ધિમાં સારા વધારાની આશા વ્યક્ત કરી શકીએ.
પી. ચિદંબરમે કહ્યું હતું કે હું સમજું છે કે આ તે સમય હશે જ્યારે રેટીંગ એજન્સીઓને અહીંથી આગળ વધારવા અંગે વિચાર કરવો જોઇએ. મારો મતલબ પરિદ્રશ્યમાં સુધારો અને રેટીંગમાં સુધારાથી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન સી. રંગરાજન સહિત વિભિન્ન વિશેષજ્ઞોએ વધારે અમીર લોકો પર વધુ ટેક્સ લગાવવાની જરૂરિયાત પર જોર આપ્યું છે.
ગઇકાલે વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજીએ કહ્યું હતું કે વધારે ધનવાન લોકો પર વધુ ટેક્સ લગાવવાનું સૂચન 'રાજકીય' રીતે સાચું છે પરંતુ તેમને આ પ્રસ્તાવને વાસ્તવમાં લાગૂ કરવાની સરકારની ઇચ્છાશક્તિ પર શંકા વ્યક્ત કરી હતી.












Click it and Unblock the Notifications
