For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘુ થતા જ સોનાના વેચાણમાં ઘટાડો થયો, રિસાયક્લિંગ વધ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં પીળી ધાતુ એટલે કે સોનાના ભાવમાં થયેલા વધારાથી, સ્થાનિક બુલિયન માર્કેટમાં સોમવારે 24 કેરેટ પ્યોરિટી સોનાનો ભાવ (જીએસટી સહિત) 40,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામની ઉપર ગયો

|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય બજારમાં પીળી ધાતુ એટલે કે સોનાના ભાવમાં થયેલા વધારાથી, સ્થાનિક બુલિયન માર્કેટમાં સોમવારે 24 કેરેટ પ્યોરિટી સોનાનો ભાવ (જીએસટી સહિત) 40,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામની ઉપર ગયો અને ચાંદીમાં પણ ખુબ વધારો થયો. છેલ્લા કેટલાક મહિનાઓથી સોના અને ચાંદીમાં સતત વધારો થયો છે. આને કારણે સ્થાનિક બજારમાં સોનાના વેચાણમાં 65 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે તેની રિસાયક્લિંગમાં 70 ટકાનો વધારો થયો છે.

શું કહ્યું સોનાના વેપારીઓએ

શું કહ્યું સોનાના વેપારીઓએ

જ્વેલરીના વેપારીઓએ જણાવ્યું હતું કે સોનાના ભાવમાં વધારો થવાને કારણે લોકો સોનાની ખરીદી કરવાને બદલે તેમના ઘરે રાખેલા સોનાને રિસાયકલ કરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ફેડરેશનના અધ્યક્ષ બછરાજ બામલવાએ જણાવ્યું હતું કે કિંમતોમાં વધારાને કારણે લોકો નવા સોનાની ખરીદી કરવાને બદલે પહેલા લીધેલા સોનાને રિસાયકલ કરવાનું પસંદ કરી શકે છે.

સોનાનો ભાવ ક્યાં સુધી જઈ શકે છે

સોનાનો ભાવ ક્યાં સુધી જઈ શકે છે

જ્વેલર્સ ફેડરેશનના પ્રમુખ રાકેશ શેટ્ટીએ જણાવ્યું હતું કે સોનાની રિસાયક્લિંગમાં 70 ટકાનો વધારો થયો છે, જ્યારે વેચાણમાં 65 ટકાનો ઘટાડો થયો છે. શેટ્ટીએ કહ્યું કે પ્રવર્તમાન ભાવને કારણે લોકો પહેલાથી રાખેલા સોના પર મેકિંગ ચાર્જ આપીને તેમની પસંદગીના ઘરેણાં બનાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે દિવાળી સુધી સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 41,000 રૂપિયા સુધી જઈ શકે છે.

જાણો સોનાનો ભાવ

જાણો સોનાનો ભાવ

ઘરેલું વાયદા બજાર એમસીએક્સ પર સોમવારે સોનાના ભાવ દસ ગ્રામ દીઠ 39,340 રૂપિયા વધ્યા છે. જો કે, પછી તે 216 રૂપિયાના વધારા સાથે 38,981 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો છે. એમસીએક્સ પર ચાંદીનો ભાવ રૂ. 429 વધીને 45,031 રૂપિયા પ્રતિ કિલો થયો હતો જ્યારે તેનાથી પહેલા એમસીએક્સ પર ચાંદી 45,376 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યું હતું.

આ પણ વાંચો: આખરે મોદી સરકારને મળ્યું RBIનું સરપ્લસ, 1.76 લાખ કરોડ રૂપિયા આપવાનો ફેસલો

English summary
As became expensive, gold sales dropped
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X