આવી રીતે બદલી શકાય છે ફાટેલી-જૂની નોટ, જાણો સહેલી રીત
જૂની અને ફાટેલી નોટ હવે સહેલાઈથી બદલી શકાય છે. જી હાં, જો તમારી પાસે જૂની અને ફાટેલી નોટો છે, તો તમારે તેને બદલવા માટે પરેશાન થવાની જરૂર નથી.
જૂની અને ફાટેલી નોટ હવે સહેલાઈથી બદલી શકાય છે. જી હાં, જો તમારી પાસે જૂની અને ફાટેલી નોટો છે, તો તમારે તેને બદલવા માટે પરેશાન થવાની જરૂર નથી. કેટલાક લોકોને એ પણ નથી ખબર હોતી કે ફાટેલી નોટનું શું કરવું જોઈએ. સિક્કા જમા કરવા અને જૂની-ફાટેલી નોટ બદલવા માટે હંમેશા બેન્કની બ્રાંચમાં જવું પડે છે. મોટા ભાગની બેન્ક બ્રાંચ ગ્રાહકોને ચેસ્ટ શાખામાં જ સિક્કા જમા થતા હોવાનો અને નોટ બદલાતી હોવાનો જવાબ આપી દે છે. જેને કારણે સામાન્ય માણસ મુશ્કેલીમાં મૂકાય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે નોટ કેવી રીતે બદલી શકાય ? તમને જણાવી દઈએ કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આવી નોટ બદલવાની સુવિધા આપી છે.

દેશની તમામ બેન્ક બ્રાંચમાં જૂની અને ફાટેલી નોટ બદલી શકાશે
તમને જણાવી દઈએ કે રિઝર્વ બેન્કે 19 જુલાઈએ નવો આદેશ બહાર પાડીને કહ્યું હતું કે હવે દેશની તમામ બેન્ક શાખામાં જૂની અને ફાટેલી નોટ બદલી શકાય છે. સાથે જ સિક્કાની ગણતરી કરવાના બદલે તેનું વજન કરી જમા કરવા પ્રક્રિયા અપનાવવા કહેવાયું છે. RBIના નવા આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બેન્કમાં કોઈ વેપારી કે સામાન્ય વ્યક્તિ સિક્કા જમા કરવા આવે તો તે તે 100-100 સિક્કાની થેલી બનાવીને જમા કરે. બેન્ક મેનેજમેન્ટ આ થેલીનું વજન કરીને પણ જમા કરી શકે છે. આ રીતે ગ્રાહકોની સાથે બેન્કનો પણ સમય બચશે. ધ્યાન આપવાવાળી વાત એ છે કે આ ગાઈડલાઈનનું પાલન ન કરનાર ગ્રાહકો સામે પગલાં લેવામાં આવશે.
RBIએ બેન્કોને આપેલા નિર્દેશમાં કહેવાયું છે કે બેન્કની દરેક શાખાાં નોટ બદલવામાં આવશે અને સિક્કા જમા લેવાશે. જરૂરી નથી કે ગ્રાહક તે બેન્ક કે બ્રાન્ચનો ગ્રાહક હોય. ભારતીય નાગરિકો દેશની કોઈ પણ બેન્ક બ્રાંચમાં સિક્કા જમા કરી શક્શે અને નોટ બદલાવી શક્શે.

કઈ નોટ બદલી શકાય છે.
રિઝર્વ બેન્કના નિયમ પ્રમાણે ત્રણ પ્રકારની નોટ બદલી શકાય છે. જે નોટને ધોવાથી કે ચલણમાં વારંવાર ફરવાથી રંગ ઉડી ગયો હોય તે. જે નોટ ફાટી ગઈ હોય પણ ટુકડા હાજર હોય. ત્રીજી જે મિસ મેચ વાળી હોય એટલે કે બે જુદા જુદા ટુકડા જોડીને કોટી પ્રિન્ટવાળી નોટ બની હોય. ખૂબ જ ખરાબ સ્થિતિવાલી નોટ જેમના નંબર વાંચવા શક્ય ન હોય તેને બેન્ક બદલવાની ના પણ પાડી શકે છે.

ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકે છે ગ્રાહક
તમને જણાવી દઈએ કે જો બેન્કના અધિકારીઓ RBIના આ આદેશનું પાલન ન કરે તો ગ્રાહકો બેન્કના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી શકે છે. આ ટોલ ફ્રી નંબર દરેક બેન્કની બ્રાંચની દિવાલ પર લખેલો હોય છે. જો તેમ છતાંય સમસ્યાનો ઉકેલ ન આવે તો બેન્ક લોકપાલને 0512-2306278, 2303004 નંબર પર ફરિયાદ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ફક્ત ચેસ્ટ બ્રાંચમાં જ જૂની નોટ અને સિક્કા બદલવાની પ્રક્રિયા થતી હતી, પરંતુ હવે તમામ બેન્કની તમામ શાખામાં ગ્રાહકોને આ સુવિધા મળશે.

આ નોટો ન બદલી શકાય
નોંધવા જેવી વાત છે કે કેટલીક સ્થિતિમાં નોટ બદલી નથી શકાતી. રિઝર્વ બેન્કના નિયમો પ્રમાણે ખરાબ રીતે સળગી ગયેલી, કે વધુ ટુકડામાં વહેંચાયેલી નોટ બદલી નથી શકાતી. આ પ્રકારની નોટ રિઝર્વ બેન્કની ઈસ્યુ ઓફિસમાં જ જાય છે. સાથે જ જે નોટો પર રાજકીય સંદેશ લખ્યા હોય તેમને પણ ચલણમાં નથી વાપરી શકાતી. ઉપરાંત જો બેન્ક કર્મચારીને લાગે કે તમને નોટ જાણીજોઈને ફાડી છે, તો તે નોટ બદલવાની ના પાડી શકે છે.
આ પણ વાંચો: હવે હોમ લોનનો હપ્તો ઘટી જશે, જાણો કેટલો ફાયદો થશે












Click it and Unblock the Notifications
