ત્રણ બેંકોનું મર્જર, 22 બેંકોના શેરને 20000 કરોડનું નુકશાન

સરકારી બેંકોને મજબૂત બનાવવાની દિશામાં અગત્યનું પગલું ભરતા સરકારે ત્રણ બેંકોના મર્જરની પ્રક્રિયા શરુ કરી દીધી છે.

સરકારી બેંકોને મજબૂત બનાવવાની દિશામાં અગત્યનું પગલું ભરતા સરકારે ત્રણ બેંકોના મર્જરની પ્રક્રિયા શરુ કરી દીધી છે. બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંક મર્જરને સરકારે મજૂરી આપી દીધી છે. પરંતુ મોદી સરકારનો બેન્કિંગ સિસ્ટમને મજબૂત કરવાનો આ ફોર્મ્યુલા રોકાણકારોને પસંદ નથી આવી રહ્યો. આજ કારણ છે કે મંગળવારે 22 બેંકોના શેરને 2.8 બિલિયન ડોલર (20000 કરોડ રૂપિયા) જેટલું ભારે નુકશાન વેઠવું પડ્યું છે.

Bank merger

ખરાબ લોનની સમસ્યાથી છુટકારો મેળવવાની લાંબી પ્રક્રિયા જણાવતા ડેવિડ સ્મિથે જણાવ્યું કે બજારની હાલત હજુ પણ માથાનો દુખાવો સાબિત થઇ શકે છે. દેના બેંકને મર્જર ઘ્વારા લાભ મળ્યો અને તેના શેરમાં 20 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. જયારે બેંક ઓફ બરોડાને પણ 16 ટકા જેટલો ફાયદો મળ્યો છે જયારે વિજ્યા બેન્કને 5.8 ટકા જેટલુ નુકશાન ઉઠાવવું પડ્યું છે.

આ પણ વાંચો: મોદી સરકારનો મોટો નિર્ણય, ત્રણ બેંકોનું થશે જોડાણ

જયારે એસબીઆઈ છેલ્લા બે મહિનાના નીચલા સ્તરે ચાલ્યો ગયો છે. તેની સાથે સાથે ઘણા બેન્કના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આખો દિવસ બજારમાં ઉથલ પુથલ જેવો માહોલ રહ્યો. આપને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંક મર્જર ઘ્વારા બનતી નવી બેન્ક ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી બેન્ક હશે. આ વિષય પર સરકારે જણાવ્યું કે મર્જર ઘ્વારા બનનાર નવી બેંકનો કસ્ટમર બેઝ, માર્કેટમાં પહોંચ અને સંચાલય ક્ષમતા વધશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X