For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Must Read: ફેબ્રુઆરીમાં 13 દિવસ બંધ રહેશે બેંક, જાણી લો ક્યારે છે બેંકની રજાઓ

જો તમારે બેંકોના કોઈ કામ હોય તો પહેલા જાણી લો કે કયા કયા દિવસે બંધ રહેશે બેંક...

|
Google Oneindia Gujarati News

ફેબ્રુઆરી મહિનામાં બેંકોની ઘણી રજાઓ છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતની બેંક બંધ સાથે થઈ રહી છે. 1 ફેબ્રુઆરીના રોજ બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ છે, જેના કારણે દેશભરની બેંકો બંધ રહેશે. જો કે ખાનગી સેક્ટરની બેંકો આ હડતાળથી પ્રભાવિત રહેશે નહિ. વળી, ફેબ્રુઆરીમાં આ ઉપરાંત બેંક 13 દિવસ સુધી બંધ રહેશે. એવામાં જો તમારે બેંકોના કોઈ કામ હોય તો પહેલા જાણી લો કે કયા કયા દિવસે બંધ રહેશે બેંક...

બેંકોની રજાઓ

બેંકોની રજાઓ

જો તમારી પાસે પણ બેંકિંગ સાથે જોડાયેલા કોઈ કામ બાકી છે તો જાણી લો કે ફેબ્રુઆરીમાં કયા કયા દિવસે બેંક બંધ રહેશે. ફેબ્રુઆરીમાં કુલ 13 દિવસ બેંકોની રજાઓ છે. આરબીઆઈની વેબસાઈટ પરથી મળેલી માહિતી મુજબ ફેબ્રુઆરીમાં 13 દિવસની રજાઓ છે, આ 13 રજાઓમાં અલગ અલગ રાજ્યોમાં આવનારી રજાઓ પણ શામેલ છે.

લાંબી રજાઓથી ખાતાધારકોની વધશે મુશ્કેલીઓ

લાંબી રજાઓથી ખાતાધારકોની વધશે મુશ્કેલીઓ

બેંકોની લાંબી રજાઓથી ખાતાધારકોની મુશ્કેલીઓ વધી શકે છે. 1 ફેબ્રઆરીએ મહિનાની શરૂઆત બેંક બંધથી થઈ રહી છે. આ અઠવાડિયે સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે. 31 જાન્યુઆરીથી બેંક યુનિયનોની બે દિવસની હડતાળ છે. વળી, 2 ફેબ્રુઆરીએ રવિવારની રજાના કારણે બેંક બંધ રહેશે.

ફેબ્રુઆરીમાં ક્યારે-ક્યારે બંધ રહેશે બેંક

ફેબ્રુઆરીમાં ક્યારે-ક્યારે બંધ રહેશે બેંક

1 ફેબ્રુઆરીના રોજ બેંકોની હડતાળના કારણે દેશભરમાં બેંક બંધ રહેશે. વળી, 2 ફેબ્રુઆરીના રોજ રવિવારની રજાના કારણે દેશભરની બેંકો બંધ રહેશે. 8 ફેબ્રુઆરી 2020ના રોજ બીજો શનિવાર અને 9 ફેબ્રુઆરીએ રવિવારની રજાના કારણે બેંક બંધ રહેશે. આ ઉપરાંત 15 ફેબ્રુઆરીએ ઈમ્ફાલમાં લુઈ-નગાઈ-નીના કારણે બેંકોની રજાઓ હશે. 16 ફેબ્રુઆરી 2020એ રવિવારની રજાના કારણે બેંકોની રજા રહેશે. 19 ફેબ્રુઆરી 2020એ છત્રપતિ શિવાજીની જયંતિના કારણે બેલાપુર, મુંબઈ, નાગપુરની બેંકોની રજાએ રહેશે. વળી, 20 ફેબ્રુઆરી 2020ના રોજ એજવલમાં રજા રહેશે. 21 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રિના તહેવાર નિમિત્તે અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દહેરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોચ્ચી, લખનઉ, મુંબઈ, નાગપુર, રાંચી, શિલૉન્ગ, શિમલા, શ્રીનગર, તિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે. 22 ફેબ્રુઆરી 2020ના રોજ ચોથો શનિવાર હોવાના કારણે દેશભરની બેંકો બંધ રહેશે. વળી, 23 ફેબ્રુઆરીના રોજ રવિવારની રજા રહેશે, જ્યારે 24 ફેબ્રુઆરી 2020ના રોજ ગંગટોકમાં બેંક બંધ રહેશે.

આ પણ વાંચોઃ શાહીન બાગની મહિલાઓ આજે જંતર-મંતર સુધી કરશે પગપાળા માર્ચ, JNU અને જામિયાના છાત્ર પણ થશે શામેલઆ પણ વાંચોઃ શાહીન બાગની મહિલાઓ આજે જંતર-મંતર સુધી કરશે પગપાળા માર્ચ, JNU અને જામિયાના છાત્ર પણ થશે શામેલ

English summary
Bank Holiday in February: Bank close for 13 days in February 2020, accordi ng to RBI Holiday Calender.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X