For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bank Holiday In November 2021 : આજથી સતત પાંચ દિવસ બેંક રહેશે બંધ

આજથી સતત 5 દિવસ બેંક બંધ રહેશે. બેંક ખાતાધારકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંક નાણાકીય વર્ષની શરૂઆતમાં બેંક રજાઓની સંપૂર્ણ યાદી બહાર પાડે છે. દરેક શહેર અને રાજ્યના તહેવારોના આધારે રજાઓ બદલાય છે.

|
Google Oneindia Gujarati News

Bank Holiday In November 2021 : દિવાળી, છઠ પૂજા જેવા તહેવારોને કારણે નવેમ્બર મહિનામાં બેંકને લાંબી રજાઓ મળવાની છે. નવેમ્બર મહિનામાં કેટલાક દિવસો સુધી બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં જો તમે તમારા કામ પરથી બેંક જવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. તહેવારોની સિઝન દરમિયાન બેંકમાં ઘણા દિવસો રજા રહેશે, જેના વિશે જાણી લેશો તો બેંકનો ધક્કો કરવાથી બચી જશો.

આજથી સતત 5 દિવસ બેંક બંધ રહેશે. બેંક ખાતાધારકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંક નાણાકીય વર્ષની શરૂઆતમાં બેંક રજાઓની સંપૂર્ણ યાદી બહાર પાડે છે. દરેક શહેર અને રાજ્યના તહેવારોના આધારે રજાઓ બદલાય છે. કેટલીક રજાઓ રાષ્ટ્રીય સ્તરની હોય છે, જેના કારણે દેશભરની બેંકો બંધ હોય છે. બીજી બાજુ અમુક પ્રદેશ વિશિષ્ટ રજાઓને કારણે તે શહેરમાં માત્ર બેંક બંધ રહે છે.

બેંકો સતત 5 દિવસ બંધ રહેશે

બેંકો સતત 5 દિવસ બંધ રહેશે

દિવાળી, ગોવર્ધન પૂજા જેવા તહેવારોને કારણે બેંક સતત 5 દિવસ બંધ રહેશે. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ આજથી સતત 5 દિવસ બેંક બંધરહેશે.

આરબીઆઈ કેલેન્ડર મુજબ, વિવિધ શહેરોમાં બેંક રજાઓ અલગ-અલગ હોય છે. એટલે કે તમારા શહેરમાં બેંક સતત 5 દિવસ બંધ રહે તે જરૂરી નથી. આવીસ્થિતિમાં રજાઓની યાદી વિશે માહિતી હોવી જરૂરી છે.

બેંક ક્યારે બંધ રહેશે

બેંક ક્યારે બંધ રહેશે

કાળી ચૌદસના કારણે 3 નવેમ્બરના રોજ બેંગ્લોરમાં બેંક બંધ રહેશે. જ્યારે 4 નવેમ્બરના રોજ દિવાળી અને કાળી પૂજાના કારણે બેંકમાં રજા રહેશે.

જેના કારણેઅગરતલા, અમદાવાદ, બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગંગટોક, ગુવાહાટી, પટના, લખનઉ સહિત દેશના મોટાભાગના ભાગોમાં બંક બંધ રહેશે.

5 નવેમ્બરના રોજ ગોવર્ધન પૂજાના કારણે અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, ગંગટોક, દેહરાદૂનમાં બેંક રજા રહેશે. જ્યારે 6 નવેમ્બરે ગંગટોક, ઈમ્ફાલ, લખનઉમાં ભાઈબીજના કારણે બેંક બંધ રહેશે. 7 નવેમ્બરના રોજ દેશભરની બેંકમાં રવિવારની રજા રહેશે.

નવેમ્બરમાં બેંક 17 દિવસ બંધ રહેશે

નવેમ્બરમાં બેંક 17 દિવસ બંધ રહેશે

નવેમ્બરમાં બેંકમાં લાંબી રજાઓ રહેશે. નવેમ્બર મહિનાની રજાઓ 3જી નવેમ્બર એટલે કે આજથી શરૂ થઈ રહી છે, જે મહિનાના છેલ્લા અઠવાડિયાના શનિવાર સુધી છે.

28 નવેમ્બર આ મહિનાની છેલ્લી રજા છે. બીજી તરફ 27 નવેમ્બરના રોજ ચોથો શનિવાર હોવાથી દેશભરમાં બેંકમાં રજા રહેશે.

English summary
Due to festivals like Diwali, Chhath Puja, the bank has a long holiday in November. Banks will be closed for several days in November.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X