For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bank Holidays: 27 માર્ચથી 4 એપ્રિલ સુધી 7 દિવસ બેંક બંધ, કરી લો કેશની વ્યવસ્થા

જો બેંકના કોઈ કામ બાકી હોય તો તેને કાલ માટે ના ટાળશો નહિતર તમારે બહુ લાંબી રાહ જોવી પડશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જો બેંકના કોઈ કામ બાકી હોય તો તેને કાલ માટે ના ટાળશો નહિતર તમારે બહુ લાંબી રાહ જોવી પડશે. વાસ્તવમાં કાલથી 7 દિવસ માટે બેંકોના કામકાજ પ્રભાવિત રહેશે માટે તમારે બેંકના કામ માટે 4 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. વળી, તમને હોળી પર કેશ માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં 27 માર્ચથી 4 એપ્રિલ સુધી બે દિવસ છોડીને બેંકોની લાંબી રજા થવાની છે. એવામાં એટીએમમાં કેશ ખતમ થવાની સમસ્યા પણ ઉભી થઈ શકે છે. જો કે બેંકોનુ કહેવુ છે કે એટીએમમાં કેશની મુશ્કેલી નહિ થાય.

27 માર્ચથી 4 એપ્રિલ સુધી 7 દિવસ સુધી બેંક રહેશે બંધ

27 માર્ચથી 4 એપ્રિલ સુધી 7 દિવસ સુધી બેંક રહેશે બંધ

27 માર્ચથી લઈને 4 એપ્રિલ વચ્ચે બે દિવસ છોડીને બાકી બધા દિવસે બેંક બંધ રહેશે માટે કોઈ પણ મુશ્કેલીથી બચવા માટે આજે જ તમારા બેંકના કામ પતાવી દો. 27 માર્ચે મહિનાનો ચોથો શનિવાર છે જેના કારણે બેંકોની રજા રહેશે. વળી, 28 માર્ચ 2021ના રોજ રવિવાર છે જેના કારણે બેંકોની સાપ્તાહિક રજા રહેશે. 29 માર્ચ, 2021, સોમવારે હોળીના કારણે દેશભરની બેંકો બંધ રહેશે. આ ઉપરાંત 30 માર્ચે હોળીના આગલા દિવસે પણ પટનામાં બધી બેંકો બંધ રહેશે. વળી, 31 માર્ચ 2021ના રોજ ફાઈનાન્સિયલ યર 2019-20નો છેલ્લા દિવસ હશે જેના કારણે બેંક સામાન્ય લોકો માટે બંધ રહેશે પરંતુ બેંકના કર્મચારી કામ કરશે. વળી, 1 એપ્રિલ, 2021ના રોજ બેંકોનુ વાર્ષિક અકાઉન્ટ ક્લોઝિંગ યર છે જેના કારણે સામાન્ય લોકો માટે બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ નહિ રહે. જો કે બેંક કર્મચારી કામ કરશે અને બેંક ખુલ્લી રહેશે. વળી, 2 એપ્રિલે ગુડ ફ્રાઈડેની રજાના કારણે બેંક બંધ રહેશે જ્યારે 4 એપ્રિલે રવિવારના કારણે બેંક બંધ રહેશે.

7 દિવસમાં માત્ર બે દિવસ ખુલશે બેંક

7 દિવસમાં માત્ર બે દિવસ ખુલશે બેંક

27 માર્ચથી 4 એપ્રિલ વચ્ચે બે દિવસ બેંક ખુલશે અને ત્યાં કામકાજ થશે. 30 માર્ચે પટના છોડીને બાકી જગ્યાઓએ બેંક ખુલશે અને 3 એપ્રિલે જ બેંકમાં કામકાજ થશે. આ ઉપરાંત 31 માર્ચે બેંકમાં રજા નથી પરંતુ સામાન્ય જનતા માટે કામકાજ નહિ થાય.

એપ્રિલમાં બેંકીની લાંબી રજા

એપ્રિલમાં બેંકીની લાંબી રજા

આવનારા મહિનામાં બેંકોની લાંબી રજા થવાની છે. નવા નાણાકીય વર્ષ 2021-22ની શરૂઆત 1 એપ્રિલથી થઈ જશે. એપ્રિલ મહિનામાં બે શનિવાર અને 4 રવિવારની રજા મિલાવીને બેંક કુલ 13 દિવસ બંધ રહેશે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની વેબસાઈટ પર તેનુ આખુ લિસ્ટ અપલોડ કરવામાં આવી ચૂક્યુ છે. બેંકના કામો પૂરા કરવા માટે તમે આ કેલેન્ડર જોઈ શકો છો અને તે મુજબ પોતાના બેંકિંગ કામોનુ પ્લાનિંગ કરી શકો છો.

કોરોનાના સક્રિય કેસ 4 લાખને પાર, એક દિવસમાં 59118 નવા દર્દીકોરોનાના સક્રિય કેસ 4 લાખને પાર, એક દિવસમાં 59118 નવા દર્દી

English summary
Bank Holidays: Banks to remain closed 7 days from 27 March to 4 April. Know the reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X