Bank Holidays in July 2022 : જુલાઈમાં 16 દિવસ બંધ રહેશે બેંક, જાણી લો નહીંતર થશે ધક્કો
જુલાઈ શરૂ થવામાં માત્ર 10 દિવસ બાકી છે. જો તમે જુલાઈ મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ સમાચાર ચોક્કસ વાંચો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જુલાઈ 2022ની રજાઓની યાદી જાહેર કરી છે.
Bank Holidays in July 2022 : જુલાઈ શરૂ થવામાં માત્ર 10 દિવસ બાકી છે. જો તમે જુલાઈ મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ સમાચાર ચોક્કસ વાંચો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જુલાઈ 2022ની રજાઓની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર જુલાઈમાં કુલ 16 દિવસ બેંકો બંધ રહેવાની છે.

RBIએ રજાઓની ત્રણ શ્રેણીઓ વહેંચી છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંક હોલી ડે લિસ્ટને ત્રણ કેટેગરીમાં વિભાજિત કર્યું છે. આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલિડે અને બેંક્સ ક્લોઝિંગ ઓફ અકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત, કેટલીક રાજ્ય-વિશિષ્ટ રજાઓ છે, જેમાં તમામ રવિવાર તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે જુલાઈ મહિનામાં બેંકો કયા દિવસે બંધ રહેશે.
જાણો રજાઓની યાદી
- જુલાઇ 1 2022 : કાંગ / રથયાત્રા - ભુવનેશ્વર અને ઇમ્ફાલમાં બેંક બંધ રહેશે
- જુલાઈ 3 2022 : રવિવાર (સાપ્તાહિક રજા)
- જુલાઈ 5 2022 : ગુરુ હરગોવિંદનું પ્રકાશ પર્વ - જમ્મુ અને કાશ્મીર
- જુલાઈ 6 2022 : MHIP દિવસ - મિઝોરમ
- જુલાઈ 7 2022 : ખારચી પૂજા - અગરતલામાં બેંકો બંધ રહેશે
- જુલાઈ 9 2022 : મહિનાનો બીજો શનિવાર, ઈદ-ઉલ-અદહા (બકરીદ)
- જુલાઇ 10 2022 : રવિવાર (સાપ્તાહિક રજા)
- જુલાઈ 11 2022 : જમ્મુ અને શ્રીનગરમાં ઈઝ-ઉલ-અઝા- બેંકો બંધ રહેશે
- જુલાઈ 13 2022 : ભાનુ જયંતિ - ગંગટોકમાં બેંક બંધ રહેશે
- જુલાઈ 14 2022 : બેન ડીએનખલામ - શિલોંગમાં બેંકો બંધ રહેશે
- જુલાઈ 16 2022 : હરેલા- દેહરાદૂનમાં બેંક બંધ રહેશે
- જુલાઈ 17 2022: રવિવાર (સાપ્તાહિક રજા)
- જુલાઈ 23 2022 : શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)
- જુલાઈ 24 2022: રવિવાર (સાપ્તાહિક રજા)
- જુલાઈ 26 2022 : કેર પૂજા- અગરતલામાં બેંકો બંધ રહેશે
- જુલાઈ 31 2022 : રવિવાર (સાપ્તાહિક રજા)












Click it and Unblock the Notifications
