For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bank Holidays List in December: ડિસેમ્બર મહિનામાં 14 દિવસ બંધ રહેશે બેંકો, જુઓ રજાની યાદી

Bank Holidays List in December: ડિસેમ્બર મહિનામાં 14 દિવસ બંધ રહેશે બેંકો, જુઓ રજાની યાદી

|
Google Oneindia Gujarati News

Bank Holidays List in December 2020: વર્ષનો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બર 2020 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. વર્ષ ખતમ થતા પહેલાં જ લોકો પોતાના બચેલાં કામો નિપટાવવામાં લાગી ગયા છે. જો તમારું પણ બેંક સાથે જોડાયેલ કોઈ કામ બાકી રહી ગયું હોય તો બને તેટલી જલદી પતાવી દો. ડિસેમ્બરમાં બેંક જતા પહેલાં કયા કયા દિવસે બેંકોમાં રજા હશે અહીં જાણી લો.

ડિસેમ્બરમાં બેંકોની રજા

ડિસેમ્બરમાં બેંકોની રજા

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની વેબસાઈટ પર બેંકની રજાની આખી યાદી જાહેર કરવામાં આવી છે. દેશના વિવિધ શહેરોમાં બેંકની યાદી પર સમગ્ર જાણકારી પણ આપવામાં આવી છે. આરબીઆઈની વેબસાઈટ પર જાહેર યાદી મુજબ વિવિધ રાજ્યોમાં અલગ અલગ દિવસે રજા રહેશે. કેટલાક રાજ્યોમાં સ્થાનિક પર્વના આધારે બેંકમાં અવકાશ આપવામાં આવ્યો છે.

1 ડિસેમ્બરથી રજાની શરૂઆત

1 ડિસેમ્બરથી રજાની શરૂઆત

જ્યારે તમામ રવિવારે દેશભરની તમામ બેંક પહેલેથી જ બંધ રહે ચે. આ ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકમાં રજા હોય છે. આ રજા ઉપરાંત રાષ્ટ્રીય અવકાશની સાથોસાથ ક્ષેત્રીય અવકાશના દિવસે પણ બેંકો બંધ રહે છે. ડિસેમ્બર મહિનામાં બેંકોની રજાની શરૂઆત 1 ડિસેમ્બરથી જ થઈ રહી છે. બેંકોની રજા વિશે જાણવા માટે તમે તમારી સંબંધિત બેંકની વેબસાઈટ પર જાણકારી હાંસલ કરી શકો છો.

બેંકોની રજાની યાદી

બેંકોની રજાની યાદી

1 ડિસેમ્બર 2020ના રોજ હૈદરાબાદમાં મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે શહેરની તમામ બેંકોમાં રજા રહેશે. જ્યારે નાગાલેન્ડમાં રાજ્ય સ્થાપના દિવસની રજા રહેશે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશમાં 1 ડિસેમ્બરે કનાકાડસા જયંતિ, ત્રીપુરામાં વર્લ્ડ ડિસએબ્લ્ડ ડેની રજા અને ગોવામાં ફ્રિસ્ડ ઑફ સેંટ ફ્રાંસિસ વેવિયરની રજાને પગલે બેંક બંધ રહેશે. જ્યારે 6 ડિસેમ્બરે રવિવાર હોવાથી દેશભરની બેંકો બંધ રહેશે. આ ઉપરાંત 12 ડિસેમ્બરે બીજો શનિવાર હોવાથી પણ બેંકો બંધ રહેશે. 13 ડિસેમ્બરે ફરી રવિવારની રજા આવશે. 17 ડિસેમ્બરને ગંગટોકની બેંક Losoong/ amsoongને પગલે બંધ રહેશે. જ્યારે 18 ડિસેમ્બરે મેઘાલય, સિલોગ, ગંગટોકમાં યૂ સોસો થામની પુણ્યતિથિને પગલે બેંક બંધ રહેશે.

ડિસેમ્બર 2020માં ક્યારે ક્યારે બેંક બંધ રહેશે

ડિસેમ્બર 2020માં ક્યારે ક્યારે બેંક બંધ રહેશે

19 ડિસેમ્બરે ગોવા લિબરેશન ડેને પગલે અહીંની બેંકો બંધ રહેશે, જ્યારે 20 ડિસેમ્બરે રવિવાર હોવાથી દેશભરની બેંકો બંધ રહેશે. 25 ડિસેમ્બરે ક્રિસમસને પગલે દેશભરની બેંકો બંધ રહેશે. જ્યારે 26 ડિસેમ્બરે શિલૉની બેંકો ક્રિસમસ ફેસ્ટિવલને પગલે બંધ રહેશે. 26મીએ ચોથો શનિવાર હોવાથી દેશભરની બેંકો બંધ રહેશે. 27 ડિસેમ્બરે રવિવારની રજા હશે. આ ઉપરાંત 30 ડિસેમ્બરે તામૂ લોસર, મેઘાલયમાં યૂ કિયાંગ નંગબાહ અને મણિપુરમાં ન્યૂ ઈયર ઈવની રજા હશે.

કોરોના વેક્સીનની દિશામાં અમેરિકાનું વધુ એક ડગલું, મોડર્નાની વેક્સીન 94 ટકા અસરકારકકોરોના વેક્સીનની દિશામાં અમેરિકાનું વધુ એક ડગલું, મોડર્નાની વેક્સીન 94 ટકા અસરકારક

English summary
Bank Holidays List in December 2020, here is how many days banks will be closed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X