Bank Holidays May 2023 : મે મહિનામાં 11 દિવસ બેંક રહેશે બંધ, જાણો સમગ્ર યાદી

Bank Holidays May 2023 : એપ્રિલ મહિનાનો આ છેલ્લો દિવસ છે. આવતીકાલથી મે મહિનો શરૂ થઇ જશે. મે મહિનો પહેલો જ દિવસ 1 લેબર ડે છે. જે કારણે આ દિવસે જાહેર રજા છે. આ સાથે 1 મેના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર ફાઉન્ડેશન ડે પણ છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, મે મહિનામાં કેટલા દિવસ રજા છે?

ઉલ્લેખનીય છે કે, બેંક રજાઓનું કેલેન્ડર આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવે છે. જેના કારણે દેશના વિવિધ વિસ્તારોમાં ખાનગી અને સરકારી બેંકો બંધ છે. મજૂર દિવસ ઉપરાંત, બુદ્ધ પૂર્ણિમા, રવિન્દ્રનાથ ટાગોર જયંતી અને અન્ય ઘણા મહત્વપૂર્ણ તહેવારો પણ આ મહિનામાં આવે છે.

Bank Holidays May 2023

આ શહેરોમાં 1 મેના રોજ બેંકો બંધ રહેશે - મજૂર દિવસ સાથે, 1 મે એ ગુજરાત દિવસ, મહારાષ્ટ્ર દિવસ પણ છે. આ કારણે મુંબઈની સાથે બેલાપુર, બેંગ્લોર, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, ઈમ્ફાલ, કોચી, કોલકાતા, નાગપુર, પણજી, પટના અને તિરુવનંતપુરમમાં બેંક હોલી ડે રહેશે.

આ શહેરોમાં 5, 9, 16 અને 22 મેના રોજ બેંકો બંધ રહેશે - 5 મે બુદ્ધ પૂર્ણિમા છે અને આ અવસર પર ચંદીગઢ, દેહરાદૂન, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, અગરતલા, આઈઝોલ, બેલાપુર, ભોપાલ, રાંચી, શિમલા અને શ્રીનગરમાં બેંક રજા રહેશે.

રવિન્દ્રનાથ ટાગોર જયંતિ : 9 મેના રોજ રવિન્દ્રનાથ ટાગોર જયંતિ છે અને આ અવસર પર કોલકાતામાં બેંકો બંધ રહેશે. સિક્કિમ રાજ્યની સ્થાપનાના અવસર પર રાજધાની ગંગટોકમાં બેંકો બંધ રહેશે. બીજી તરફ મહારાણા પ્રતાપ જયંતિના કારણે 22 મેના રોજ શિમલામાં બેંક રજા રહેશે.

શનિવાર અને રવિવારની રજા - આ રજાઓ સિવાય 13 મે અને 27 મેના રોજ બીજા અને ચોથા શનિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. આ સિવાય 7, 14, 21 અને 28 મેના રવિવારના કારણે દેશની બેંકો માટે રાષ્ટ્રીય રજા રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X