સરકારના આ ફેસલા વિરુદ્ધ સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે
નવી દિલ્હીઃ 11 માર્ચથી ત્રણ દિવની હડતાળને બેંક યૂનિયનોએ હડતાળ પાછી ખેંચી લીધી છે. એટલે કે હોળીના આગલા દિવથી બેંક ખુલશે. તો એવામાં હોળીમાં કેશની સમસ્યાથી તો બચી જશો પરંતુ માર્ચ મહિનામાં જ બેંક યૂનિયનોએ એક દિવસની હડતાળનું એલાન કર્યું છે. જો આ હડતાળ થાય છે તો આ મહિનાના અંતમાં ત્રણ દિવસ બેંક બંધ રહેશે અને પછી કેશની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જણાવી દઈએ કે પીએસયૂ બેંકોમાં મેગ વિલયના વિરોધમાં હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘોષણા કરી કે કેન્દ્રીય મંત્રિમંડળે 10 પીએસયૂ બેંકોને ચાર મોટી બેકમાં વિલય કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ વિલય આ વર્ષે 1લી એપ્રિલથી લાગૂ થશે.

નિર્મલા સીતારમણે શું કહ્યું
નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું કે સાર્વજનિક ક્ષેત્રના 10 બેંકોનું વિલય કરી ચાર મોટી બેંક બનાવવાનું કામ ચાલુ છે. તેમણે કહ્યું કે વિલય એક એપ્રિલ 2020થી પ્રભાવમાં આવી જશે. સીતારમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રિમંડળે વિલય પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને સરકાર સંબંધિત બેંકો સાથે સતત સંપર્કમાં છે. સીતારમણે કહ્યું કે આમાં કોઈ નિયામકીય મુદ્દો નહિ હોય. નાણામંત્રીએ કહ્યું કે, બેંક વિલયનું કામ પાટા પર છે અને સંબંધિત બેંકોના નિદેશક મંડળ પહેલા જ નિર્ણય લઈ ચૂક્યા છે. સરકારે પાછલા વર્ષે ઓગસ્ટમાં મોટો ફેસલો લેતા સાર્વજનિક ક્ષેત્રની 10 બેંકોનું વિલય કરી ચાર બેંક બનાવવાની ઘોષણા કરી હતી.

યૂનિયનોએ અનિશ્ચિતકાળીન દેશવ્યાપી બેંક હડતાળની ચેતવણી આપી
યૂનિયનોએ એમ પણ કહ્યું કે જો તેમની માંગને કોઈ નહિ માને તો તેઓ 1 એપ્રિલથી અનિશ્ચિતકાળીન દેશવ્યાપી બેંક હડતાળ કરશે. તેમની માંગમાં 10 પીએસયૂ બેંકોના પ્રસ્તાવિત વિલયને રોકવો, આઈડીબીઆઈ બેંકનું ખાનગીકરણ, બેંકિંગ સુધારાનો રોલબેક, બેડ લોનની વસૂલી અને જમા પર વ્યાજ દરમાં વૃદ્ધિ સામેલ છે.

આ ત્રણ દિવસ બેંકો બંધ રહેશે
જો આ હડતાળ થાય છે તો બેંકોની આ મહિનાના અંતમાં 3 દિવસની રજા આવશે. 27 માર્ચે હડતાળ થશે, 28 માર્ચે ચોથો રવિવાર છે અને 29 માર્ચે રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે. જણાવી દઈએ કે માર્ચમાં જો બેંક કર્મચારીની હડતાળ થાય છે તો આ વર્ષ અત્યાર સુધીની ત્રીજી બેંક હડતાળ હશે. અગાઉ 8 જાન્યુઆરીએ ભારત બંધ દરમિયાન બેંક યૂનિયનોએ મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ એક દિવસની હડતાળનું આહ્વાન કર્યું હતું. જે બાદ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ હડતાળ રહી.

આ બેંકોનું વિલય થશે
સાર્વજનિક ક્ષેત્રના 10 બેંક યૂનાઈટેડડ ઑફ ઈન્ડિયા, ઓરિયંટલ બેંક ઑફ કોમર્સ, પંજાબ નેશનલ બેંક, સિંડીકેટ બેંક, કેનરા બેંક, અલ્હાબાદ બેંક, ઈન્ડિયન બેંક, આંધ્રા બેંક, કોઓપરેશન બેંક અને યૂનાઈટેડ બેંક ઑફ ઈન્ડિયાના મહાવિલય માટે નક્કી એક એપ્રિલ 2020ની સમયસીમા તેજીથી નજીક આવી રહી છે. જણાવી દઈએ કે ગત વર્ષે ઓગસ્ટમાં મોદી સરકારે સાર્વજનિક ક્ષેત્રના 10 બેંકોનું વિલય કરી ચાર મોટી બેંક બનાવવાનો ફેસલો કર્યો હતો. યોજના મુજબ યૂનાઈટેડ બેંક ઑફ ઈન્ડિયા અને ઓરિયન્ટલ બેંક ઑફ કોમર્સનું વિલય પંજાબ નેશનલ બેંકમાં કરવામાં આવશે.
કોરોના વાયરસ પર આરોગ્ય મંત્રી હર્ષવર્ધનઃ તપાસ માટે 15 લેબ બની, 19 હજુ બનાવીશુ