For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંક હડતાળઃ રાહતના સમાચાર, બે દિવસની બેંક હડતાળ ટળી

સામાન્ય જનતા માટે રાહતભર્યા સમાચાર છે કારણકે બેંક ટ્રેડ યુનિયનોએ પ્રસ્તાવિત પોતાની 26 અને 27 સપ્ટેમ્બરની હડતાળ ટાળી દીધી છે.

|
Google Oneindia Gujarati News

સામાન્ય જનતા માટે રાહતભર્યા સમાચાર છે કારણકે બેંક ટ્રેડ યુનિયનોએ પ્રસ્તાવિત પોતાની 26 અને 27 સપ્ટેમ્બરની હડતાળ ટાળી દીધી છે. તમને જણાવી દઈએ કે બેંક યુનિયનોએ 10 બેંકોના વિલયના વિરોધમાં હડતાળ પર જવાનુ એલાન કર્યુ હતુ જેને હવે ટાળી દીધુ છે. આ હડતાળ યુનિયન લીડર્સ અને નાણા સચિવ રાજીવ કુમાર વચ્ચે થયેલી બેઠક બાદ ટળી છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (આઈબીએ) એ એસબીઆઈને સૂચિત કર્યુ હતુ કે ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ કૉન્ફેડરેશન (એઆઈબીઓસી), ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ એસોસિએશન (એઆઈબીઓએ), ઈન્ડિયન નેશનલ બેંક ઑફિસર્સ કોંગ્રેસ (આઈએનબીઓસી) અને નેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ બેંક ઑફિસર્સ (એનઓબીઓ) 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હડતાળ પર જવાના છે કે જે હવે નહિ થાય.

સંયુક્ત નિવેદન જારી

સંયુક્ત નિવેદન જારી

ત્યારબાદ એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે નાણા સચિવે બધી ચિંતાઓ વિશે એક સમિતિની રચનાના મુદ્દે સકારાત્મક વલણ દર્શાવ્યુ છે. આ સમિતિ 10 બેંકોને પ્રસ્તાવિત એકીકરણથી જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન આપશે. આમાં બધી બેંકોની ઓળખ જાળવી રાખવાનો મુદ્દો પણ છે એટલા માટે આ વાતચીત બાદ હડતાળનુ આહવાન પાછુ લેવાની અપીલ કરવામાં આવી ત્યારબાદ 26-27 સપ્ટેમ્બરના રોજ બેંકોમાં સામાન્ય દિવસોની જેમ જ કામ થશે.

કેન્દ્રીય ટ્રેડ યુનિયન ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ યુનિયન કોંગ્રેસ

કેન્દ્રીય ટ્રેડ યુનિયન ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ યુનિયન કોંગ્રેસ

તમને જણાવી દઈએ કે બેંક અધિકારીઓ તેમજ કર્મચારીઓની હડતાળને કેન્દ્રીય ટ્રેડ યુનિયન ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ યુનિયન કોંગ્રેસ (એઆઈટીયુસી) એ સમર્થન આપ્યુ હતુ. તેમના મુજબ બેંકોના વિલય દ્વારા સરકાર ખાનગી ક્ષેત્રની બેંકોને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે એટલા માટે એ લોકો કૉર્પોરેટને સમર્થન આપતી નીતિઓ સામે કાર્યવાહી માટે નેશનલ કન્વેન્શનની તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ આજે ફરીથી થશે પીએમ મોદી-ટ્રમ્પની મુલાકાત, ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે આ મીટિંગઆ પણ વાંચોઃ આજે ફરીથી થશે પીએમ મોદી-ટ્રમ્પની મુલાકાત, ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે આ મીટિંગ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યુ હતુ એલાન

નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યુ હતુ એલાન

ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટ, 2019 રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે 10 સરકારી બેંકોના મેગા મર્જર (વિલીનીકરણ)ની ઘોષણા કરી હતી. 10 બેંકોનુ વિલીકીરણ કરીને ચાર બેંક બનાવવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઑફ કૉમર્સ અને યુનાઈટેડ બેંકનું એકમાં વિલય કરીને આને દેશની ત્રીજી સૌથી મોટી બેંક બનાવવામાં આવી છે. આનો બિઝનેસ 17.95 લાખ કરોડ રૂપિયા હશે.

English summary
bank unions defer 2 day strike normal operations to continue onseptember 26-27
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X