ઓગસ્ટમાં 14 દિવસ બેંક રહેશે બંધ, જાણો August Bank Holiday List
August Bank Holiday List : જુલાઇના મહિનો ખતમ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આગામી મહિનો ઓગસ્ટ છે, જેમાં સૌથી વધુ તહેવાર આવશે, કારણ કે આ મહિનામાં શ્રાવણ માસ છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ સૌથી પવિત્ર માસ છે.
આ વખતે ઓગસ્ટ મહિનામાં બેંક 14 દિવસ બંધ રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, તહેવારો અને સાપ્તાહિક રજાઓ સહિત કુલ 14 દિવસ બેંકમાં કોઈ કામકાજ કરવામાં આવશે નહીં. તેથી જુલાઈના બાકીના દિવસોમાં તમે તમારું મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી શકો છો અથવા તમે બેંકની રજાઓ અનુસાર, ઓગસ્ટમાં બેંક સંબંધિત કાર્યનું આયોજન કરી શકો છો.

શ્રાવણ માસમાં ઘણા મહત્વના તહેવાર આવે છે. જે કારણે આ મહિનામાં સૌથી વધુ બેંક હોલીડે પણ આવે છે. આવામાં આ અહેવાલમાં આપણે જાણીશું કે, ઓગસ્ટ મહિનામાં કુલ કેટલા દિવસે બેંક બંધ રહેશે અને કયા કયા દિવસે બેંકમાં રજા રહેશે.
6, 8, 12 અને 13 ઓગસ્ટ - આ વખતે બેંક 6 ઓગસ્ટ 2023ના રોજ રવિવારની રજા, 8 ઓગસ્ટના રોજ ટેન્ડોંગ લ્હો રમ ફાટ અને 12 ઓગસ્ટના રોજ મહિનાના બીજા શનિવારને કારણે બંધ રહેશે. આ સિવાય 13 ઓગસ્ટના રોજ રવિવાર હોવાથી બેંકમાં કામકાજ નહીં થાય.
15, 16, 18 અને 20 ઓગસ્ટ - 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ છે, 16 ઓગસ્ટ પારસી નવું વર્ષ (નવરોઝ) છે અને 18 ઓગસ્ટ શ્રીમંત શંકરદેવની તિથિ છે, અને 20 ઓગસ્ટના રોજ રવિવાર છે. એટલા માટે આ ચાર દિવસે બેંકમાં રજા રહેશે.
26, 27 અને 28 ઓગસ્ટ - આ વખતે 26 ઓગસ્ટના રોજ મહિનાનો ચોથો શનિવાર અને 27 ઓગસ્ટના રોજ બેંકોમાં રવિવારની રજા રહેશે. જ્યારે 28 ઓગસ્ટના રોજ ઓણમના કારણે બેંકોમાં કામકાજ નહીં થાય.
29, 30 અને 31 ઓગસ્ટ - 29 ઓગસ્ટના રોજ તિરુવોનમના કારણે, ત્યારબાદ 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે. એટલા માટે આ દિવસે બેંકમાં રજા રહેશે. આ ઉપરાંત રક્ષાબંધન/શ્રી નારાયણ ગુરુ જયંતિ/પાંગ-લાબસોલને કારણે 31 ઓગસ્ટના રોજ બેંક પણ બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, અમુક રજાઓ રાજ્ય અનુસાર આપવામાં આવે છે. જે કારણે ઘણા રાજ્યોમાં ઉપરોક્ત દિવસે બેંકમાં કામકાચ રાબેતા મુજબ થઇ શકે છે.












Click it and Unblock the Notifications
