For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ કલાકથી વધુ સમય માટે ખાલી રહેશે ATM તો બેન્કોને થશે દંડ

એવું ઘણીવાર થાય છે કે તમે બેન્કના એટીએમ પર રોકડ ઉપાડવા માટે જાઓ છો પરંતુ એટીએમ ખાલી મળે છે અને તમારે રોકડ ઉપાડ્યા વિના પરત આવવું પડે છે.

|
Google Oneindia Gujarati News

એવું ઘણીવાર થાય છે કે તમે બેન્કના એટીએમ પર રોકડ ઉપાડવા માટે જાઓ છો પરંતુ એટીએમ ખાલી મળે છે અને તમારે રોકડ ઉપાડ્યા વિના પરત આવવું પડે છે. એટલું જ નહીં, ઘણા એટીએમ પર, 'નો કેશ' બોર્ડ ઘણા દિવસો સુધી લટકતું જોવા મળે છે. એટીએમમાં કેશ ન હોવાની વધતી જતી ફરિયાદો પછી, આરબીઆઇએ આ કિસ્સામાં સખતતા દર્શાવી છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) એ તમામ બેંકોને આદેશ આપ્યો છે કે જો ત્રણ કલાકથી વધુ સમય એટીએમ ખાલી રહેશે તો બેંકોને દંડ ફટકારવા આવશે. આરબીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે એટીએમ ખાલી થવાના ત્રણ કલાકની અંદર તેમાં નોટો ભરવી પડશે.

આ પણ વાંચો: નોકરિયાત માટે ખુશખબર, ઇનકમ ટેક્સ સ્લેબમાં થઇ શકે છે આ બદલાવ

એટીએમમાં રોકડ ન હોવાના કારણે વધી રહેલી ફરિયાદો પર આરબીઆઇનો નિર્દેશ

એટીએમમાં રોકડ ન હોવાના કારણે વધી રહેલી ફરિયાદો પર આરબીઆઇનો નિર્દેશ

ખાલી એટીએમની ફરિયાદોને પગલે, ભારતીય રિઝર્વ બેન્કના આ નિર્દેશથી એવું માનવામાં આવી રહ્યું છે કે બેંકોના એટીએમ લાંબા સમય સુધી કેશલેસ રહેશે નહીં. રિઝર્વ બેંકે સ્પષ્ટપણે બેંકોને કહ્યું છે કે જો ત્રણ કલાકથી વધુ સમય એટીએમમાં કોઈ રોકડ ન હોય તો બેન્કોને દંડ થઈ શકે છે. આ દંડ દરેક કારણ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે.

બેંકના એટીએમ હવે ખાલી રહેશે નહીં!

બેંકના એટીએમ હવે ખાલી રહેશે નહીં!

નાના શહેરો અને ગામડાઓમાં, ઘણીવાર એટીએમમાં ઘણા દિવસો સુધી રોકડ ન હોવાની ફરિયાદ આવતી રહે છે. આના કારણે, લોકોને નાની રકમ ઉપાડવામાં માટે બેંકોની શાખાઓ સુધી પહોંચવું પડે છે, જેનાથી બેંકમાં ભીડ થાય છે. બેન્કિંગ સાથે જોડાયેલા નિષ્ણાંતો અનુસાર, ઘણી વખત બેંકો એટીએમમાં રોકડમાં બેદરકારી બતાવે છે. જો કે, બેંક સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, વર્તમાનમાં રોકડ પ્રવાહ એટીએમ પર જ છે. છેલ્લા દિવસોમાં જ્યારે એટીએમમાં રોકડ ન હોવાની ફરિયાદો હતી, ત્યારે તેનું મુખ્ય કારણ એ હતું કે બેંકો પાસે પૂરતી રોકડ ન હતી. હવે એટીએમમાં પૂરતી રોકડ પહોંચી રહી છે.

ઘણી બેંકો તેમના એટીએમ આ કારણે બંધ રાખે છે.

ઘણી બેંકો તેમના એટીએમ આ કારણે બંધ રાખે છે.

એટીએમ ઇન્ડસ્ટ્રીઝના ફેડરેશન સાથે સંકળાયેલા અધિકારીઓ કહે છે કે એટીએમના સુધારાને કારણે બેન્કોનો ખર્ચ વધી રહ્યો છે. આના કારણે, ઘણી બેંકો એટીએમ કામગીરીના ખર્ચને ઘટાડવા માટે એટીએમ બંધ કરે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે, આરબીઆઇએ બેંકોને સલામતી માટેના દૃષ્ટિકોણથી તેમના એટીએમને અપગ્રેડ કરવા કહ્યું હતું.

એટીએમમાં કેટલું કેશ છે, આ રીતે જાણવા મળે છે

એટીએમમાં કેટલું કેશ છે, આ રીતે જાણવા મળે છે

એટીએમમાં કેટલી રોકડ છે, તેની જાણકારી બેન્કોને એટીએમમાં લાગેલા સેન્સર દ્વારા જાણી શકાય છે. આ સેન્સરથી બેંકોને રીઅલ ટાઇમ ધોરણે રોકડની માહિતી મળે છે. એટીએમમાં કેટલી રોકડ છે અને તે કેટલા સમયમાં ખાલી થઇ શકે છે, તેની માહિતી બેંકોને જાણવા મળતી રહે છે. જો કે, કેટલીકવાર બેન્કો તેમાં લાપરવાહી કરે છે અને એટીએમમાં રોકડ મુકતા નથી. જેનાથી વપરાશકર્તાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

English summary
Banks will be penalized for Empty ATM for more than three hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X