નોકરિયાત માટે ખુશખબર, ઇનકમ ટેક્સ સ્લેબમાં થઇ શકે છે આ બદલાવ
મોદી સરકાર તેમના બીજા કાર્યકાળમાં નોકરિયાત લોકોને મોટી ભેટ આપી શકે છે. 5 જુલાઇના રોજ રજૂ થનારા બજેટ સત્ર દરમિયાન લાખો નોકરી કરનારા લોકોને રાહત મળી શકે તેવી અપેક્ષા છે.
મોદી સરકાર તેમના બીજા કાર્યકાળમાં નોકરિયાત લોકોને મોટી ભેટ આપી શકે છે. 5 જુલાઇના રોજ રજૂ થનારા બજેટ સત્ર દરમિયાન લાખો નોકરી કરનારા લોકોને રાહત મળી શકે તેવી અપેક્ષા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ઇનકમ ટેક્સ છૂટની મર્યાદામાં વધારો કરી શકાય છે. છૂટની મર્યાદા વધારીને રૂ. 5 લાખ કરી શકાય છે. નાણા મંત્રાલયના સૂત્રોનું માનીએ તો, ઇનકમ ટેક્સમાં છૂટની સીમાને 2.5 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે.
આ પણ વાંચો: મોદી સરકારની મોટી ભેટ, ESI યોગદાનમાં 6.5 ટકાનો ઘટાડો

બજેટમાં રાહત માટેની આશા
ભારતીય ઉદ્યોગે સરકાર પાસેથી વ્યક્તિગત ઇનકમ ટેક્સ મુક્તિની મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવાની માંગ કરી છે. યુએસોચેમએ મોંઘવારીના સંદર્ભમાં ઇનકમ ટેક્સની મર્યાદા 2.5 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો સુજાવ આપ્યો છે. સૂત્રોનું માનીએ તો, ઇનકમ ટેક્સના વળતરની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાનું એલાન કર્યું હતું.

શું છે અપેક્ષાઓ
સૂત્રોનું માનીએ તો ઇનકમ ટેક્સ છૂટ મર્યાદા સીધી 5 લાખ સુધી કરવાની તૈયારી છે. આનો અર્થ એ કે ટેક્સ સ્લેબમાં બદલાવ કરવામાં આવી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલાં રજૂ કરાયેલા બજેટમાં, 5 લાખ રૂપિયા સુધીના ટેક્સ સ્લેબથી બાકાત રાખવામાં આવ્યો હતો. જે લોકોની વાર્ષિક આવક રૂ. 6.5 લાખ રૂપિયા છે અને તેઓએ જીવન વીમા, પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ અને અન્ય ટેક્સ બચતવાળી યોજનાઓ લીધી છે, તેમને પણ સંપૂર્ણ આવક પર છૂટ આપવાની વાત કહેવામાં આવી છે, પરંતુ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી.

ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી
બજેટમાં રૂ. 5 લાખ સુધીના ટેક્સસલેબ ઇનકમને ટેક્સ ફ્રી કરવામાં આવી, પરંતુ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નહીં. તેનો અર્થ એ છે કે 5 લાખ સુધીની વ્યક્તિગત આવક સંપૂર્ણપણે ટેક્સ મુક્ત થઇ ગઈ. બજેટમાં વ્યક્તિગત ટેક્સની છૂટ વધારીને 3 કરોડ કરદાતાઓને 18,500 કરોડ રૂપિયા સુધીનો કર લાભ મળશે. સેલરી ક્લાસ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનને 40,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
