For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારની મોટી ભેટ, ESI યોગદાનમાં 6.5 ટકાનો ઘટાડો

મોદી સરકારની મોટી ભેટ, ESI યોગદાનમાં 6.5 ટકાનો ઘટાડો

|
Google Oneindia Gujarati News

મોદી સરકારે બીજો એક મહત્વનો ફેસલો લેતા ઈએસઆઈ યોગદાન દર ઘટાડ્યો છે. ઈએસઆઈ એક્ટ અંતર્ગત તેનો દર 6.5 ટકાથી ઘટાડી ચાર ટકા કરી દેવાામં આવ્યો છે. જેમાં નિયોક્તાઓનું યોગદાન 4.75 ટકાથી ઘટાડીને 3.25 ટકા કરી દેવાયું છે. જ્યારે કર્મચારીઓએ હવે 1.75 ટકાની જગ્યાએ 0.75 ટકા જ યોગદાન આપવું પડશે. ઘટેલ દરો પહેલી જુલાઈ 2019થી લાગુ છે.

esi

સરકારના આ ફેસલાથી 12.85 લાખ નિયોક્તાઓને દર વર્ષે 5000 કરોડ રૂપિયાની બચત થશે અને 3.5 કરોડ કર્મચારીઓને લાભ પહોંચશે. જણાવી દઈએ કે લગભગ 12.85 લાખ નિયોક્તાઓ અને 3.6 કરોડ કર્મચારીઓએ નાણાકીય વર્ષ 2018-19માં ઈએસઆઈ યોજનામાં 22279 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. યોગદાનના દરમાં ઘટાડાથી આ કંપનીઓને વાર્ષિક ઓછામાં ઓછી 5000 કરોડ રૂપિયાની બચત થશે.

શ્રમ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે યોગદાનના ઘટેલ દરથી કામગારોને રાહત મળશે. જેનાથી વધુ કામદારોને ઈએસઆઈ યોજના અંતર્ગત નામાંકિત કરી શવાના હતા તથા વધુમાં વધુ શ્રમીક બળને ઔપચારિક ક્ષેત્ર અંતર્ગત લાવવા સહેલું થઈ શક્યું હોત.

કર્મચારી રાજ્ય વીમા કાનૂન 1948 મુજબ ઈએસઆઈ અંદર આવતા વ્યક્તિઓને ચિકિત્સા, રોકડ, માતૃત્વ, નિશક્તતા અને આશ્રિત થવાના લાભ પ્રદાન કરે છે. ઈએસઆઈ કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા પ્રશાસિત છે. ઈએસઆઈ કાનૂન અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવતા લાભ નિયોક્તાઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ યોગદાનના માધ્યમથી નાણાકીય પોષણ મળવાને પાત્ર છે.

સરકારે સામાજિક સુરક્ષા કવરેજ વધુમાં વધુ લોકોને પહોંચાડવા માટે ડિસેમ્બર 2016થી જૂન 2017 સુધી નિયોક્તા અને કર્મચારીઓના વિશેષ પંજીકરણનો કાર્યક્રમ શરૂ કર્યો છે. યોજનાનો કવરેજ લાભ વિવિધ ચરણોમાં દેશના તમામ જિલ્લા સુધી વધારવાનો ફેસલો કરવામાં આવ્યો છે. કવરેજમાં વેતનની સીમા એક જાન્યુઆરી 2017થી 15000 રૂપિયા પ્રતિ માસ વધારીને 21000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે.

શુક્રવારે પેટ્રોલની કિંમતમાં ઘટાડો, ડીઝલના ભાવમાં પણ રાહતશુક્રવારે પેટ્રોલની કિંમતમાં ઘટાડો, ડીઝલના ભાવમાં પણ રાહત

English summary
good news for employees, esi contribution rate reduced from 6.5 percent to 4 percent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X