ઈન્કમ ટેક્સ બચાવવાની આ છે 5 રીતો, થશે મોટો ફાયદો

આવક વેરો બચાવવાના પ્રૂફ તમારી કંપની તમારી પાસેથી માગી ચૂકી હશે. પરંતુ કેટલાક લોકોએ હજી સુધી ઈન્કમટેક્સ બચાવવા ક્યાંય રોકાણ જ નહીં કર્યું હોય.

આવક વેરો બચાવવાના પ્રૂફ તમારી કંપની તમારી પાસેથી માગી ચૂકી હશે. પરંતુ કેટલાક લોકોએ હજી સુધી ઈન્કમટેક્સ બચાવવા ક્યાંય રોકાણ જ નહીં કર્યું હોય. જો તમે પણ આવા વ્યક્તિ છો તો તમે આવક વેરો બચાવવા માટે આ ઉપાયો અજમાવી શકો છો. ઈન્કમ ટેક્સ બચાવવા માટે મોટાભાગે લોકો અહીં જ વધુ રોકાણ કરે છે. સામાન્ય રીતે લોકો પહેલા ઈન્કમ ટેક્સ બચાવવા રોકાણનું આયોજન નથી કરતા અને છેલ્લે દોડાદોડીમાં નિર્ણય લે છે. જેને કારણે ક્યારેક ખોટી જગ્યાએ રોકાણ થઈ જાય છે. આવી સ્થિતિમાં જરૂરી એ છે કે નિર્ણય સમજી વિચારીને લેવામાં આવે. જુદી જુદી રીતોથી 80સી અંતર્ગત જ આવકવેરામાં છૂટ મળે છે. તેમાં ભલે ગમે તેટલું રોકાણ કરો પણ છૂટ 1.5 લાખની રકમ સુધી જ મળે છે.

આ પણ વાંચો: જાણો બાળકોના નામે Mutual fund કેવી રીતે ખરીદશો, બની જશે કરોડપતિ

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)

સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે SSY પુત્રી માટેની નાની બચત યોજના છે, જે મોદી સરકારે શરૂ કરી છે. તેમાં રોકાણ કરવાથી આવકવેરામાં લાભ મળે છે. આ સ્કીમમાં તમે વાર્ષિક વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરીને આવક વેરામાંથી છૂટ મેળવી શકો છો. આ સમયે તેમાં 8.5 ટકાનું વ્યાજ મળે છે.

ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ

ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ

ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ દેશમાં સૌથી ઓછા સમયનો લોક ઈન પીરિયડ વાળો ટેક્સ બચાવવાનો ઉપાય છે. અહીં માત્ર 3 જ વર્ષનો લોક ઈન પીરિયડ હોય છે. મોટા ભાગે લોક ઈન પીરિયડ 5 વર્ષ કે તેનાથી વધુ હોય છે. લોક ઈન પીરિયડ એટલે એવો સમય જેમાં પૈસા રોક્યા બાદ નિશ્ચિત સમયે ઉપાડી શકાય. જો કે ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા 3 વર્ષ માટે જ રોકવાના હોય છે, પરંતુ જો તમે ઈચ્છો તો લાંબુ રોકાણ પણ કરી શકો છો. 3 વર્ષ બાદ પણ તમે રોકાણ ચાલુ રાખો તો જરૂરિયાતના સમયે ઉપાડી શકો છો. અહીં દર વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરીને આવકવેરો બચાવી શકાય છે. જો કે ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની વધુમાં વધુ કોઈ મર્યાદા નથી, પરંતુ તેમાં ટેક્સનો લાભ માત્ર 1.5 લાખ રૂપિયાના રોકાણ સુધી જ મળે છે. અહીં ફિક્સ વ્યાજના બદલે માર્કેટના વલણ પ્રમાણે વળતર મળે છે.

યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન (ULIP)

યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન (ULIP)

યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન એટલે કે ULIPમાં એક પ્રકારની જ વીમા યોજનાઓ છે. આવકવેરો બચાવતી આ યોજનાઓ દ્વારા શેર માર્કેટમાં રોકાણ કરી શકાય છે. લાંબા ગાળા માટે ULIP સારું વળતર આપે છે. ULIPમાં લોક ઈન પીરિયડ 5 વર્ષનો હોય છે. ULIPમાં પણ વળતર શેર બજારના વલણ પર આધારિત છે. માર્કેટ જેટલું સારુ ચાલશે , તેટલું જ વળતર પણ વધુ મળશે. યુનિટ લિંક્ટ ઈન્સ્યોરન્સ પ્લાનમાં પોલિસીના સમયગાળા દરમિયાન ફંડ સ્વિચ પણ કરી શકાય છે. લોકો આ પ્લાનમાં ગ્રોથ, ઈક્વિટી, બેલેન્સ્ડ અને ઈન્કમ ફંડમાં સ્વિચ કરી શકે છે. આવક વેરો બચાવવાનો આ પણ સારો વિકલ્પ છે.

પબ્લિક પ્રોવિડંટ ફંડ (PPF)

પબ્લિક પ્રોવિડંટ ફંડ (PPF)

PPFમાં 15 વર્ષનો લોક ઈન પીરિયડ હોય છે. PPF યોજના આવક વેરો બચાવવાની સૌથી આકર્ષક યોજના મનાય છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરવા પર સરકાર ગેરેન્ટી આપે છે કે તમારા પૈસા ડૂબશે નહીં. PPF અકાઉન્ટ શરૂઆતાં 15 વર્ષ માટે ખૂલે છે બાદમાં તેન 5-5 વર્ષ માટે લંબાવી શકાય છે. આવક વેરો બચાવવાની આ પણ લોકપ્રિય રીત છે. હાલ તેમાં 8 ટકા વ્યાજ મળી રહ્યું છે.

લાઈફ ઈન્સ્યોરન્સ

લાઈફ ઈન્સ્યોરન્સ

લાઈફ ઈન્સ્યોરન્સ લેવાથી પણ આવક વેરો બચાવવાની તક મળે છે. તેમાં તમે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવું જરૂરી છે કે જો તમે યુનિટ લિંક્ન્ડ ઈન્સ્યોરન્સ પ્લાનમાં રોકાણ કર્યું છે તો તેનાથી મળતી છૂટ પણ લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા મળતી છૂટમાં સામેલ થઈ જશે. બંનેને ભેગા કરીને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીની જ છૂટ મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X