For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો બાળકોના નામે Mutual fund કેવી રીતે ખરીદશો, બની જશે કરોડપતિ

લગભગ તમામ લોકો પોતાના બાળકોના નામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઈચ્છે છે, પરંતુ તેમને ખ્યાલ નથી હોતો કે આવું કેવી રીતે થઈ શક્શે.

|
Google Oneindia Gujarati News

લગભગ તમામ લોકો પોતાના બાળકોના નામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઈચ્છે છે, પરંતુ તેમને ખ્યાલ નથી હોતો કે આવું કેવી રીતે થઈ શક્શે. આમ કરવું શક્ય છે, બસ રીત થોડી અલગ છે. આ માટે નિયમો જાણવા જરૂરી છે. બાળક ભલે ગમે તેટલા વર્ષનું હોય પરંતુ તેના નામે રોકાણ શરૂ કરી શખાય છે. બાળકોને હંમેશા ગિફ્ટમાં પૈસા મળે છે, અને કેટલીકવાર માતા-પિતા પણ બાળકોને પૈસા આપે છે. પરંતુ બાદમાં આ રકમ ન તો બાળક પાસે રહે છે ન તો માતાપિતાના કામમાં આવે છે, કારણ કે તે બિન જરૂરી રીતે ખર્ચાઈ જાય છે. એટલે જ તો પેરેન્ટ્સ ઈચ્છે તો બાળકોના નામે તે 18 વર્ષનું થાય ત્યાં સુધી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે, જેનાથી બાળકને મોટી રકમ મળી શકે છે.

આ પણ વાંચો: સિનિયર સિટીઝનો માટે ખાસ, આ બેન્કમાં FD પર મળી રહ્યું છે 9 ટકા વ્યાજ

કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં શરૂ કરશો રોકાણ

કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં શરૂ કરશો રોકાણ

બાળક માટે સિંગલ નામ પર જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી શકાય છે. આવા રોકાણમ્ં ગાર્ડિયન કે પેરેન્ટનું નામ કે પછી કોર્ટે પસંદ કરેલા ગાર્ડિયનનું નામ સંચાલક તરીકે રહે છે.

કયા કયા દસ્તાવેજ છે જરૂરી

કયા કયા દસ્તાવેજ છે જરૂરી

આ દસ્તાવેજોમાં બાળકની ઉંમરની સાથે સાથે પિતા કે કોર્ટે નિયુક્ત કરેલા ગાર્ડિયનના દસ્તાવેજ આપવા જરૂરી છે. ઉંમર માટે બાળકનું જન્મ પ્રમાણ પત્ર આપવું જરૂરી છે. જો પાસપોર્ટ હોય તો તે પણ માન્ય છે. આ દસ્તાવેજ રોકાણ શરૂ કરતા સમયે આપવાના હોય છે. બાદમાં જો કોઈ ફોલિયોમાં વધુ રોકાણ કરવું હોય તો પણ દસ્તાવેજની જરૂર નથી પડતી. પરંતુ જો નવી મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં રોકાણ શરુ કરવું હોય તો ફરી આ જ પ્રક્રિયા કરવી પડશે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે બાળકોનું બેન્ક ખાતુ પણ લિંક કરી શકાય છે. અને ગાર્ડિયનનું બેન્ક ખાતું લિન્ક કરવાની પણ સુવિધા છે.

બાળકોના નામે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને જમા થઈ શકે છે રકમ

બાળકોના નામે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને જમા થઈ શકે છે રકમ

મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે ઈચ્છો છો કે એસઆઈપી બાળકોના નામે શરૂ કરવામાં આવે તો તે શક્ય છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી ફક્ત બાળકના 18 વર્ષના થવા સુધી જ ચાલી શકે છે. બાદમાં પૈસા ઉપાડી લેવા પડશે. અથવા તો બાળકના સગીર થયા બાદ જરૂરી પ્રક્રિયા કરીને તેને બાળકના નામનું રોકાણ માની લેવાશે.

18 વર્ષ થયા બાદ બાળકના નામે થઈ જશે રોકાણ

18 વર્ષ થયા બાદ બાળકના નામે થઈ જશે રોકાણ

બાળકને 18 વર્ષના થવા પર એક પ્રક્રિયા બાદ આ રોકાણ સામાન્ય લોકોની જેમ જ બાળકના નામે થઈ જશે. મ્યુચ્યુઅલ ફંડ કંનપી બાળકના 18 વર્ષના થવા પર આ પ્રક્રિય પૂરી કરવા માટેના દસ્તાવેજ પણ મોકલે છે. પરંતુ જો તમે આ પ્રક્રિયા ફોલો નહીં કરો તો ન તો તમે મ્યુચ્યુઅલ ફંડના પૈસા ઉપાડી શક્શો, ન તો જમા કરી શક્શો. 18 વર્ષના થયા બાદ બાળકના નામે મ્યુચ્યુઅલ ફંડ કરવા KYCની પ્રક્રિયા જરૂરી છે. જેમાં બાળકના નામનું બેન્ક અકાઉન્ટ અને પેન કાર્ડ જરૂરી છે.

18 વર્ષે કેવી રીતે બાળક બની શકે છે કરોડપતિ

18 વર્ષે કેવી રીતે બાળક બની શકે છે કરોડપતિ

બાળક જન્મે ત્યારે જ તેના નામે મ્યુચ્યુઅલ ફંડમાં 5 હજાર રૂપિયાનું રોકાણ શરું કરવું પડશે. આ રોકાણમાં દર વર્ષે 15 ટકાનો વધારો કરતા રહો. જો આ રોકાણ પર દર વર્ષે સરેરાશ 12 ટકા વળથર મળે તો બાળક 18 વર્ષે જ કરોડપતિ થઈ જશે.

જાણો 5 વર્ષમાં કયા મ્યુચ્યુઅલ ફંડમાં SIP સારુ વળતર આપશે

જાણો 5 વર્ષમાં કયા મ્યુચ્યુઅલ ફંડમાં SIP સારુ વળતર આપશે

1. કેનેરા રોબેકો ઈમર્જિંગ ઈક્વિટ ફંડનું રિટર્ન 20 ટકા કરતા વધુ રહ્યું છે.
2. ડીએસપી સ્મૉલ કૅપનું રિટર્ન 17 ટકાથી વધુ રહ્યું છે.
3. ફ્રેન્કલિન ઈન્ડિયા સ્મૉલર કંપનીઝના ફંડનું રિટર્ન પણ 17 ટકાથી વધુ રહ્યું છે.
4. પ્રિન્સિપલ ઈમર્જિંગ બ્લૂચિપ ફંડનું રિટર્ન પણ 17 ટકાથી વધુ રહ્યું છે.
5. HDFC મિડ કૅપ ઓપોર્ચ્યુનિટી ફંડનું રિટર્ન પણ 17 ટકા કરતા વધુ રહ્યું છે.

ડેટા- 27 ફેબ્રુઆરી 2019 સુધીનો છે. 5 વર્ષના રિટર્ન કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટમાં છે.

ઈક્વિટી મ્યચ્યુઅલ ફંડે આપ્યું છે સારું વળતર

ઈક્વિટી મ્યચ્યુઅલ ફંડે આપ્યું છે સારું વળતર

શૅરખાનના વાઈસ પ્રેસિડેન્ટ મૃદુલકુમાર વર્માના કહેવા પ્રમાણે સારું રિટર્ન મેળવવા માટે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સારો વિકલ્પ છે. અહીં પાછલા એક વર્ષમાં સંખ્યાબંધ સ્કીમમાં સારું વળતર મળ્યું છે. જો કે દર વર્ષે આટલા સારા રિટર્નની આશા રાખવી યોગ્ય નથી. પરંતુ લાંબા સમયે રોકાણ પર 12 ટકાનું રિટર્ન તો મળી જ રહે છે.

જાણો મ્યુચ્યુઅલ ફંડમાં SIP શું છે

જાણો મ્યુચ્યુઅલ ફંડમાં SIP શું છે

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની એક રીતને સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી કહેવાય છે. એસઆઈપીમાં કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં નિશ્ચિત સમયગાળે સતત રોકાણ કરવામાં આવે છે. આ રોકાણ લગભગ પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ જેવું જ હોય છે. આ ર્રકારના રોકાણથી શેરમાર્કેટમાં થતા બદલાવની મ્યુચ્યુઅલ ફંડ પર થથી અસર ઘટે છે અને વળતર વધવામાં મદદ થાય છે.

SIP દ્વારા રોકાણમાં સરળતા

SIP દ્વારા રોકાણમાં સરળતા

SIPના માધ્યમથી રોકાણ કરવામાં સરળતા રહે છે. તેમાં રોકાણ કરવા માટે તમારે પસંદ કરેલા મ્યુચ્યુઅલ ફંડને પોતાના બેન્ક અકાઉન્ટ સાથે લિંક કરવું પડે છે. જેનાથી નક્કી કરેલી તારીખે તમે નક્કી કરેલી રકમ બેન્ક અકાઉન્ટમાંથી સીધી જ મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્સફર થઈ જાય છે. SIP શરૂ કર્યા બાદ આ પ્રોસેસ પોતાની જાતે જ દર મહિને થાય છે.

SIPથી ઘટે છે રોકાણનું જોખમ

SIPથી ઘટે છે રોકાણનું જોખમ

મ્યુચ્યુઅલ ફંડમાં SIPથી રોકાણ કરવાથી જોખમ ઘટે છે, અને વધુ વળતર મળવાની તક સર્જાય છે. જ્યારે પણ આપણે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ કરીએ તો આપણા પૈસા નિશ્ચિત સમયાંતરે જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાય છે, જેને કારણએ શેરબજારમાં આવતા ચડાવ ઉતારનું જોખમ ઘટી જાય છે.

નાની રકમથી રોકાણ

નાની રકમથી રોકાણ

જો તમારી પાસે એક સાથે મોટી રકમ નથી તો SIPની શરૂઆત માત્ર 500 રૂપિયાથી પણ થાય છે. બાદમાં ધીરે ધીરે આ જ નાની રકમ એક સમયે મોટી રકમ બની જશે.

ઓછું જોખમ

SIPમાં એક નિશ્ચિત સમયાંતરે જ રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાય છે, જેને કારણે માર્કેટમાં થતી ચડ ઉતરની ખાસ અસર થથી નથી. દાખલા તરીકે જો તમારી પાસે રોકાણ કરવા માટે 1 લાખ રૂપિયા છે. અને તમે તેને એક સાથે રોકવાના બદલે 10-10 હજારના 10 મહિને જમા કરો છો, એટલે કે તમે દર મહિને 10 હજારનું રોકાણ કરો છે. એટલે શેરમાર્કેટમાં થતા પરિવર્તનને એવરેજ કરવાની તક તમને 10 વખત મળે છે, જેનાથી જોખમ ઘટે છે.

મ્યુચ્યુઅલ ફંડ અંગેના શબ્દો

મ્યુચ્યુઅલ ફંડ અંગેના શબ્દો

NAV (net asset value)

જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડની વાત થાય ત્યારે એક શબ્દ જે વારંવાર ઉપયોગમાં લેવાય છે તે છે- NAV. મ્યુચ્યુઅલ ફંડ ઘણી જગ્યાએ પૈસા રોકે છે, એટલે જો કોઈ સમયે ફંડમાંથી પૈસા ઉપાડવા છે તો તે તેની NAV પર આધાર રાખે છે. જો મ્યુચ્યુઅલ ફંડ વેચવા ન હો યોત પણ ફંડ વિશે NAV પરથી માહિતી મળી શકે છે. કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની NAV એ કિંમત છે, જેનાથી ફંડનું એક યુનિટ ખરીદી કે વેચી શકાય છે.

એસેટ મેનેજમેન્ટ કંપની

મેનેજમેન્ટ કંપની એ કંપની હોય છે, જે જુદા જુદા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લઈને માર્કેટમાં આવે છે. જેમ કે રિલાયન્સ ગ્રોોથ ફંડને રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે લોન્ચ કરી. આ એક AMC એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની છે.

પોર્ટફોલિયો મેનેજર

એક વાર જો તમારા પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં ગયા, પછી તેને પોર્ટ ફોલિયો મેનેજર મેનેજ કરે છે. તેઓ તમારા પૈસાનું શેર કે બોન્ડમાં રોકાણ કરે છે, આ રોકાણ તમારી સ્કીમ કેવી છે, તેના પર આધાર રાખે છે. તેમના નિર્ણય મહત્વના હોય છે, કારણ કે તેઓ તમારા જેવા હજારો લોકોના પૈસા રોકે છે.

મ્યુચ્યુઅલ ફંડ એન્ટ્રી લોડ

મ્યુચ્યુઅલ ફંડ એન્ટ્રી લોડ મહત્વનો શબ્દ છે, જે દરેક રોકાણકાર સાંભળે છે. એન્ટ્રી લોડ અને એક્ઝિટ લોડ એટલે કે જ્યારે તમે પૈસા રોકો છો કે પૈસા ઉપાડી લો છો ત્યારે લાગતું ભાડું. જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ ખરીદો છો ત્યારે કેટલીકવાર તમારે NAV કરતા વધુ પૈસા આપવા પડે છે અને શક્ય છે કે વેચતી વખતે તમને NAV ઓછી મળે.

મ્યુચ્યુઅલ ફંડ પોર્ટ ફોલિયો

મ્યુચ્યુઅલ ફંડ પોર્ટ ફોલિયો

તમામ શેર અને રોકેલા પૈસા ભેગા થઈને પોર્ટ ફોલિયો બને છે.

AUM

મ્યુચ્યુઅલ ફંડમાં જે તમામ રકમ રોકાઈ છે તેને એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ એટલે કે AUM કહે છે. AUM બજારના વાતાવરણ અને રોકાણકારોના રોકાણ તેમ જ પેસા ઉપાડવા પર વધ ઘટ થયા કરે છે.

SIP

મોટા ભાગની ઓપન એન્ડેડ સ્કીમમાં તમે દર મહિને નાનું નાનું રોકાણ કરી શકો છો, તેમાં ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક રોકાણ પણ શક્ય છે. તેને સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન કહેવાય છે. SIP પોસ્ટ ઓફિસની રિકરિંગ સ્કીમ પ્રમાણે કામ કરે છે.

NFO

ન્યૂ ફંડ ઓનર મ્ચુય્યુઅલ ફંડની નવી ઓફર હોય છે, જેની ફેસ વેલ્યુ સામાન્ય રીતે 10 રૂપિયા હોય છે.

નોંધ- રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ અને માર્કેટ એક્સપર્ટ્સ દ્વારા અપાઈ છે. પોતાની રીતે કે પોતાના એક્સપર્ટ સાથે રહીને આ સલાહની તપાસ કરી લો. માર્કેટમાં રોકાણના પોતાના જોખમ છે, એટલે સતર્કતા જરૂરી છે.

English summary
how buy mutual fund the name the child can be invested in mutual funds in the name of children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X