• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

|

સામાન્ય રીતે ચોમાસામાં ફક્ત ચીજવસ્તુઓ જ નહીં, પણ શેરના ભાવમાં પણ ઘટાડો જોવા મળે છે તેથી ઘણાં લોકો હંમેશાં સિઝનની રાહ જોતા હોય છે. તેઓ ચોમાસાને ડિસ્કાઉન્ટની સિઝન માને છે. આ સમયગાળામાં તેઓ પોતાની ફેવરિટ બ્રાન્ડને અડધા ભાવે ખરીદી લે છે. સામાન્ય રીતે ભાવઘટાડો થવાની સાથે લોકો દુકાનો અને મોલ્સમાંથી મોટા પાયે ખરીદી કરે છે, પરંતુ શેરબજારમાં આ નિયમોમાં અપવાદ જોવા મળી રહ્યો છે.

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

માર્કેટમાં નરમાઇ ફાયદાકારક કે નુકસાનકારક?

તાજેતરમાં બજારમાં નરમાઇ જોવા મળી રહી છે, પરંતુ આ ઘટાડામાં પણ રોકાણકારોને નીચા ભાવના શેર ખરીદવાની ઉતાવળ નથી. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મોટા ભાગના રોકાણકારો સાવધ છે અને તેઓ તેમનું ભંડોળ જાળવીને બેઠા છે. લાલચ અને ડર એ બે એવી લાગણીઓ છે, જે શેરબજારમાં નિર્ણય લેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિશ્વના સૌથી મોટા રોકાણકાર પૈકીના એક વોરેન બફેટ શેરબજારમાં નાણાં કમાવવા માટે વિપરીત વલણની થિયરીની વાત કરે છે. તેઓનું કહેવું છે કે જ્યારે બધામાં લાલચ જાગે ત્યારે ડરો અને જ્યારે બધા ડરતા હોય ત્યારે લાલચ જાગવી જોઇએ.

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

ઘેટાંની જેમ ન અનુસરો

નજીકના ઓળખીતા-પાળખીતાએ શેરબજાર કે રિયલ એસ્ટેટમાંથી નાણાં બનાવ્યાં તેથી તેમાં ઝંપલાવવાની જરૃર નથી. રોકાણકારે રોકાણ અંગે પોતાની સ્થિતિની સમીક્ષા કરવી જોઇએ અને હેતુને ધ્યાનમાં રાખીને બજારમાં એન્ટ્રી લેવી જોઇએ. રોકાણકારે સંભવિત પરિણામની સમીક્ષા કરવી જોઇએ અને ત્યાર બાદ નિર્ણય લેવો જોઇએ.

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

લાંબા સમયનું આયોજન કરો

બજારની વર્તણૂકની પદ્ધતિ સમયાંતરે બદલાતી રહે છે તેથી રોકાણકારે બચતની ટેવ પાડવી અને બચત પર મળતું વળતર લાંબાગાળાલક્ષી હોવું જોઇએ. લાંબા ગાળાનો અર્થ ઓછામાં ઓછો ત્રણ વર્ષ હોવો જોઇએ અને તેનાથી પણ વધારે હોય તો કોઇ જ વાંધો નથી. હવે જ્યારે લાંબા સમયગાળાનો વિચાર કરો છો ત્યારે સ્વાભાવિક રીતે તમે રોકાણમાં આવતી ટૂંકા સમયગાળાની અસ્થિરતાને પણ ગણતરીમાં લીધી હોય છે, પણ સ્થિર દરે વૃદ્ધિ પામે છે અને ચક્રવૃદ્ધિના પ્રભુત્વના લીધે લાંબા સમયગાળે નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ પામે છે.

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

અસ્ક્યામત ફાળવણીને વળગી રહો

રોકાણ બધા જ પ્રકારની અસ્ક્યામતો જેવી કે ઇક્વિટીઝ, બોન્ડ્ઝ, રિયલ એસ્ટેટ, ગોલ્ડ, સિલ્વર વગેરેમાં કરવું જોઇએ. નાણાંની ફાળવણીનો આધાર રોકાણકારના એસેટ એલોકેશન પ્લાન પર છે. સુનિશ્ચિત કરો કે બજારમાં ગમે તેવા પર્ફોર્મન્સ છતાં પણ તમે તેને વળગી રહો. દા.ત. શેર જબરદસ્ત વળતર આપે છે. તે ખાસ પ્રકારનો સમયગાળો હશે. હવે લાલચનું પરિબળ આ સમયે ઇક્વિટીમાં વધારે ફાળવણી કરવા પ્રેરી શકે છે. આયોજનને વળગી રહો કે એસેટ એલોકેશન પ્લાન મુજબ પોર્ટફોલિયોને રિબેલેન્સ કરો તો વિસંગતતા પર અસર નહીં પડે.

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

નિયમિત રોકાણ

બજારમાં નિયમિત રીતે નીચલા સ્તરે ખરીદી કરવી જોઇએ અને ઊંચા સ્તરે વેચાણ કરવું જોઇએ, પરંતુ તે અઘરું છે. તેની પાછળનું મુખ્ય કારણ લાલચ અને ડર છે. આ પરિબળથી બચવાના ઉપાય તરીકે લાંબા સમય સુધી નિયમિત ધોરણે આવકનું રોકાણ કરવાનો છે.

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

રોકાણના પ્રેમમાં ન પડો

રોકાણકારો ઘણી વાર શેર વેચતા નથી અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં તેઓ માનસિક અવરોધના લીધે નિષ્ણાતની સલાહને અનુસરવા જતાં તેની પુનર્રચના કરવામાં પણ નાણાં ગુમાવે છે તેનું કારણ મોટા ભાગના રોકાણકાર માનસિક ગણતરી કરી રાખે છે. આ વિચાર પણ કરવો જોઇએ કે ખોટમાં ઘટાડો કેવી રીતે કરી શકાય. બજારમાં કોઇ મૂળભૂત કારણસર ફેરફારની જરૃર લાગે તો પછી લાંબા ગાળા માટે નાણાં બનાવનાર ઇચ્છનારે ખોટ ઘટાડવા તે મુજબ નિર્ણય લેવો જો

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

પરિણામ

રોકાણકારને લોભ અને ડરની લાગણી હોય તે સ્વાભાવિક છે. લાલચ અને ડરનું ઉત્તમ ઉદાહરણ થોડાં વર્ષ અગાઉ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં અનુભવાયું. ઓક્ટોબર 2008થી માર્ચ 2009 દરમિયાન બજાર નીચી સપાટીએ હતું. તે સમયે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો ચોખ્ખો આઉટફ્લો રૂપિયા 1576 કરોડ હતો. આ સંકેત એવો હતો કે રોકાણકારો બજારમાં વધારે ઘટાડાની ભીતિએ ખોટ કરી નીકળી રહ્યા હતા. યાદ રાખો આ સમયગાળા દરમિયાન મોટા ભાગના રોકાણકારે બજારમાંથી બહાર નીકળી જવા દોટ લગાવી હતી. તેના પછીનો ઘટનાક્રમ જુઓ તો ખ્યાલ આવશે કે સેન્સેક્સ વૈશ્વિક મંદીનો ભય ઘટવાની સાથે જો 2009માં ઊછળીને 14000 થઇ ગયો હતો. આમ, ફક્ત નવ મહિના કરતા ઓછા સમયમાં સેન્સેક્સ બમણો થઇ ગયો હતો.

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

શેરમાર્કેટમાં ઘોર નિરાશાનો સમય શેર પસંદગી માટે શ્રેષ્ઠ

બુધ્ધિપૂર્વક કામ કરો

આમ, મોટા ભાગના રોકાણકારો ટૂંકા સમયગાળામાં શક્ય તેટલી સંપત્તિ મેળવવા માગે છે. લોભથી દૂર રહી શકાતું નથી અને લાગણીથી ભાગી શકાતું નથી, પણ વધારે બુદ્ધિપૂર્વક કામ કરી થોડાં પગલાં ચોક્કસ લઇ શકાય છે.

English summary
Best time in stock market is tremendous disappointment time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more