For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bharat Bandh: દેશવ્યાપી હડતાળના કારણે આજે બેંકોના કામકાજ રહેશે ઠપ્પ

અખિલ ભારતીય સંઘ(AIBEA), અખિલ ભારતીય બેંક અધિકારી સંઘ(AIBOA) અને કેન્દ્રીય શ્રમિક સંગઠન(CLO)એ આજે હડતાળની ઘોષણા કરી છે જેના કારણે આજે બેંકોના કામ ઠપ્પ થશે.

|
Google Oneindia Gujarati News

Bank Strike Today: અખિલ ભારતીય સંઘ(AIBEA), અખિલ ભારતીય બેંક અધિકારી સંઘ(AIBOA) અને કેન્દ્રીય શ્રમિક સંગઠન(CLO)એ આજે હડતાળની ઘોષણા કરી છે જેના કારણે આજે બેંકોના કામ ઠપ્પ થશે. ઉલ્લેખનીય છે કે આ હડતાળ શ્રમિક સંઘોએ કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં કર્યા છે. ખાસ વાત એ છે કે આ હડતાળમાં ભારતીય મજૂર સંઘ શામેલ છે.

બધા કાયદા સંપૂર્ણપણે કૉર્પોરેટના હિતમાં

બધા કાયદા સંપૂર્ણપણે કૉર્પોરેટના હિતમાં

હડતાળના કારણે જ આઈડીબીઆઈ બેંક અને બેંક ઑફ મહારાષ્ટ્ર જેવી ઘણી બેંકોએ કાલે કહ્યુ હતુ કે સ્ટ્રાઈકના કારણે બેંકોના કામ પર પ્રભાવ પડશે. હડતાળ વિશે વાત કરતા એઆઈબીઈએ કહ્યુ કે લોકસભાએ હાલમાં ત્રણ નવા શ્રમ કાયદા પાસ કર્યા છે જેને કર્મચારીઓના હિતમાં ગણાવવામાં આવી રહ્યા છે પરંતુ સત્ય તો એ છે કે આ બધા કાયદા સંપૂર્ણપણે કૉર્પોરેટના હિતમાં છે. આ માત્ર મૂડીપતિઓને જ ફાયદો કરાવશે. નવા કાયદામાં 75 ટકા કર્મચારીઓને કાયદાની સીમામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે અને નવા કાયદામાં તેમના માટે કોઈ વાત નથી. અમે આ કાયદાનો વિરોધ કરીએ છીએ અને અપીલ કરીએ છીએ કે સરકાર આને પાછા લે.

નવા કાયદામાં 27 જૂના કાયદાને ખતમ કરી દેવામાં આવ્યા છે

નવા કાયદામાં 27 જૂના કાયદાને ખતમ કરી દેવામાં આવ્યા છે

તમને જણાવી દઈએ કે સરકારના નવા કાયદામાં 27 જૂના કાયદાને ખતમ કરી દેવામાં આવ્ય છે. માટે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આ સ્ટ્રાઈક બોલાવી છે. આજની હડતાળમાં લગભગ 30,000 કર્મચારી શામેલ થઈ શકે છે અને આ હડતાળમાં બેંકિંગ ઉદ્યોગ પણ શામેલ છે જેના કારણે આજે આખો દિવસ બેંકિંગની પ્રક્રિયા પ્રભાવિત થશે.

આત્મનિર્ભરના નામે ખાનગીકરણને પ્રોત્સાહન

આત્મનિર્ભરના નામે ખાનગીકરણને પ્રોત્સાહન

અહીં આપને એ પણ જણાવી દઈએ કે લગભગ 4 લાખ બેંક કર્મચારીઓની પ્રતિનિધિ એઆઈબીએ કહ્યુ કે સરકાર આત્મનિર્ભર બનાવવાના નામે ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે જેમાં બેંકિંગ પણ શામેલ છે માટે અમે આ હડતાળનુ સમર્થન કરીએ છીએ. તમને જણાવી દઈએ કે એઆઈબીઈએ ભારતીય સ્ટેટ બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને છોડીને મોટાભાગની બેંકોનુ પ્રતિનિધિત્વ કરે છે.

ટ્રેડ યુનિયન્સનુ આજે ભારત બંધ, 25 કરોડ મજૂરો થઈ શકે છે શામેલટ્રેડ યુનિયન્સનુ આજે ભારત બંધ, 25 કરોડ મજૂરો થઈ શકે છે શામેલ

English summary
Bharat Bandh: Bank employees union would be joining the one-day nationwide strike on November 26.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X