ફેસબુકે રિલાયન્સ જિયોના 9.9 ટકા શેર ખરીદવાનું એલાન કર્યું
ફેસબુકે રિલાયન્સ જિયોના 9.9 ટકા શેર ખરીદવાનું એલાન કર્યું
નવી દિલ્હીઃ અર્થ જગતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફેસેબુકે રિલાયન્સ જિયોના 9.9 ટકા શેર ખરીદવાનું એલાન કર્યું છે. ફેસબુકે જિયોના 5.7 બિલિયન ડૉલર એટલે કે 43574 કરોડના શેર ખરીદ્યા છે. ફેસબુકે શેર રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડમાં ખરીદ્યા છે. આ ડીલ પર રિલાયન્સનું કહેવું છે કે કંપનીએ એક નાના હિસ્સા પર કોઈ આઈટી કંપનીનું આ સૌથી મોટું રોકાણ છે. એટલું જ નહિ ભારતમાં આઈટી ક્ષેત્રમાં એફડીઆઈ અંતર્ગત આ અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. આ ડીલ વિશે ફેસબુકનું કહેવું છે કે આ રોકાણ ભારત પરના અમારા વિશ્વાસને દર્શાવે છે.

ફેસબુક તરફથી કહેવામાં આવ્યું કે જેવી રીતે જિયોએ ભારતમાં જબરદસ્ત ઉત્સાહ લાવ્યો, તે બાદ જિયોમાં અમારું રોકાણ ભારત પર અમારા વિશ્વાસને દર્શાવે છે. માત્ર ચાર વર્ષમાં જ જિયોએ 388 મિલિયન લોકો સુધી પહોંચી ગયું છે, જેણે વેપાર અને કનેક્ટિવિટીના નવા રસ્તા ખોલી લીધા છે. અમે જિયો સાથે મળી ભારતમાં વધુમાં વધુ લોકો સુધી જોડાવાને લઈ આશ્વસ્ત છીએ. દરેક સાઈઝના વેપારને નવા મોકા ઉપલબ્ધ કરાવવામાં આવે તે અમારો લક્ષ્ય છે, પરંતુ મુખ્ય રૂપે અમે 50 મિલિયન નાના બિઝનેસને આ અવસર ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ.
આ ડીલની સાથે જ રિલાયન્સ જિયોની સૌથી મોટી શેરહોલ્ડર કંપની ફેસબુક બની ગઈ છે. જણાવી દઈએ કે વર્ષ 2016માં રિલાયન્સ જિયો લૉન્ચ થયું હતું. જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીના રૂપમાં ઉભરી આવી અને તેજીથી બજાર પર પોતાના ધાક જમાવી લીધી. રિલાયન્સે માત્ર ટેલિકોમ સેક્ટર પર જ નહિ બલકે બ્રોડબેન્ડથી લઈ ઈ કોમર્સમાં પણ પોતાનું વિસ્તરણ કર્યું છે. ફેસબુકની વાત કરીએ તો માત્ર ભારતમાં કંપનીના 400 મિલિયન યૂઝર્સ છે. ભારતમાં વર્ષ 2020 સુધી ઈન્ટરનેટ ઉપયોગ કરનારાઓની સંખ્યા 850 મિલિયન થઈ જશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
