Bigo Live એપ: આ રીતે વાપરો અને કરો ઓનલાઈન કમાણી...

આજકાલ ઈન્ટરનેટની મદદથી ઓનલાઈન પૈસા કમાવવાના ઘણા બધા રસ્તા છે. આવો જ એક રસ્તો છે Bigo Live. Bigo Liveની પેરેંટ કંપની ચીનની YY કંપની છે.

આજકાલ ઈન્ટરનેટની મદદથી ઓનલાઈન પૈસા કમાવવાના ઘણા બધા રસ્તા છે. આવો જ એક રસ્તો છે Bigo Live. Bigo Liveની પેરેંટ કંપની ચીનની YY કંપની છે. આ એપને થોડા વર્ષો પહેલા લૉન્ચ કરવામાં આવી હતી. દુનિયાભરમાં આ એપ ઘણું નામ કમાઈ ચૂકી છે. ભારતમાં પણ આ એપને યુઝ કરનારા લોકોની સંખ્યા ઘણી વધી ગઈ છે.

Bigo નો ક્રેઝ

Bigo નો ક્રેઝ

આ એપ દ્વારા યુઝર્સ ઘણા પૈસા કમાઈ શકે છે. એવા ઘણા બધા યુઝર્સ બીગો લાઈવ પર છે, જે મહિનામાં લાખો રૂપિયા કમાય છે. જો કે કેટલાક એવા પણ છે જે એક પણ રૂપિયો નથી કમાતા. જેની અંદર ખાસ ટેલેન્ટ છે તે દરેક યુઝર્સ Bigo Live પર પૈસા કમાઈ શકે છે, જેનાથી તે પોતાના ફોલોવર્સ પણ વધારી શકે છે. આવો જાણીએ તેને યુઝ કરવાની રીત વિશે.

Bigo Live શું છે?

Bigo Live શું છે?

સૌથી મોટો પ્રશ્ન છે કે Bigo Live શું છે? બીગો લાઈવ એક એપ છે, જેનાથી યુઝર્સ પોતાનું લાઈવ બ્રોડકાસ્ટિંગ કરી શકે છે. યુઝર્સના આ લાઈવ બ્રોડકાસ્ટિંગને આખી દુનિયાના યુઝર્સ જોઈ શકે છે. ઉપરાંત આ એપ દ્વારા તમે બીજા બીગો યુઝર્સ સાથે ઓનલાઈન અનેક પ્રકારની ગેમ્સ પણ રમી શકે છે. આ રીતે યુઝર્સ પોતાના ફોલોવર્સ વધારી પૈસા કમાઈ શકે છે.

Bigo Live માં શરૂઆત કેવી રીતે કરશો?

Bigo Live માં શરૂઆત કેવી રીતે કરશો?

આ એપની શરૂઆત કરવા માટે તમે ગુગલ પ્લે સ્ટોર કે એપ્પલ ઈ-સ્ટોરમાં જઈ Bigo Live એપ ઈન્સ્ટોલ કરી લો. ઈન્સ્ટોલ કર્યા બાદ તમારે રજીસ્ટર કરવું પડશે. રજીસ્ટ્રેશન કરવા માટે તમને જીમેલ આઈટી અને ફેસબુકનો ઓપ્શન પુછશે. તમે બંનેમાંથી કોઈ એક રીતે રજીસ્ટ્રેશન કરી શકશો. રજીસ્ટ્રેશન સમયે તમે તમારા બીગો આઈડી માટે એક પાસવર્ડ પણ બનાવી શકો છો.

Bigo Live માં પ્રોફાઈલ કેવી રીતે બનાવશો?

Bigo Live માં પ્રોફાઈલ કેવી રીતે બનાવશો?

એપમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ તમે તમારો પ્રોફાઈલ ફોટો સેટ કરી શકો છો. તમારા પ્રોફાઈલમાં નામ નાખી શકો છો. એવું જરૂરી નથી કે તમે પ્રોફાઈલનું નામ અસલી જ નાખો. તમે તમારા વ્યુઅર્સની ઓળખ માટે કોઈ પણ નામ નાખી શકો છો અને ત્યાર બાદ તેને બદલી પણ શકો છો. ત્યાર બાદ તેમાં તમારા દેશનું નામ ચુંટી શકો છો. આ રીતે તમારી પ્રોફાઈલ તૈયાર કરી શકશો.

Bigo Live નો યુઝ કેવી રીતે કરશો?

Bigo Live નો યુઝ કેવી રીતે કરશો?

પ્રોફાઈલ સેટ કર્યા બાદ તમને તેમાં ઘણા બધા લોકો દેખાશે જે પહેલેથી બીગો લાઈવ યુઝ કરી રહ્યા છે. તમે તમારી પ્રોફાઈલમાં જે પણ લોકેશન સેટ કરશો, તે લોકેશન અને દેશના યુઝર્સ તમને વધુ દેખાશે. તમે તમામ યુઝર્સને લાઈવ જોઈ શકશો. તમે તેને ફૉલો કરી શકો છો, જેની સાથે તમે લાઈવ ચેટ કરવા માંગો છો. તેમની સાથે તમે લાઈવ વિડિયો કે ઓડિયો ચેટ પણ કરી શકો છો. તમે અહીં બીજા લોકો સાથે લાઈવ ગેમ પણ રમી શકો છો. તમે બીજાની લાઈવને શેયર પણ કરી શકો છો. તમે કોઈ પણ યુઝર્સ સાથે મેસેજમાં વાત પણ કરી શકો છો.

Bigoમાં લાઈવ કેવી રીતે ચાલુ કરશો?

Bigoમાં લાઈવ કેવી રીતે ચાલુ કરશો?

તમારા ફોનમાં આ એપની વચ્ચો વચ્ચે એક ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર ક્લીક કરતા જ તમે બીગો પર લાઈવ બ્રોડકાસ્ટ થશો. તમારું લાઈવ બ્રોડકાસ્ટિંગ દુનિયાભરના તમામ યુઝર્સ જોઈ શકશે. એવું જરાય નથી કે તમારુ લાઈવ બ્રોડકાસ્ટિંગ માત્ર તમારા બીગો ફ્રેન્ડ અને ફૉલોવર્સને જ દેખાશે. તે કોઈ પણ જોઈ શકશે અને જેને પણ તે સારુ લાગશે તે તમને ફૉલો પણ કરી શકે છે.

Bigo Live થી પૈસા કેવી રીતે કમાશો?

Bigo Live થી પૈસા કેવી રીતે કમાશો?

Bigo Live માત્ર લાઈવ બ્રોડકાસ્ટિંગ માટે નથી. તમે તેના દ્વારા લાઈવ બ્રોડકાસ્ટિંગ દ્વારા પૈસા પણ કમાઈ શકો છો. જો તમારુ લાઈવ બ્રોડકાસ્ટિંગ સારુ હશે અને અને તેમાં તમારુ કંઈક અલગ ટેલેન્ટ જોવા મળશે, જે લોકોને ગમશે અને તેઓ તમને ફૉલો કરશે અને તમારા લાઈવને શેયર કરશે. ઉપરાંત તમન ગિફ્ટ અને ડાયમંડ્સ , કોઈન પણ આપશે. આ ગિફ્ટ અને ડાયમંડને તમે Beansમાં બદલી શકો છો અને Beans જ તમને ડૉલરમાં પૈસા બનાવી આપશે.

ડાયમંડ, બિન્સ, ગિફ્ટ

ડાયમંડ, બિન્સ, ગિફ્ટ

તેમાં ક્લીક કરવાથી અનેક ઓપ્શન આવશે. જેમાંનું નીચેનું એક ઓપ્શન Wallet હશે તેના પર ક્લીક કરશો તો તમને Diamond, Beans, Coinsનું ઓપ્શન દેખાશે. ડાયમંડ વાળા ઓપ્શનમાં તમને ડાયમંડ ખરીદીનું ઓપ્શન દેખાશે. ડાયમંડની કિંમત અલગ અલગ હોય છે. જેમકે અત્યારે 97 રૂપિયામાં 42 ડાયમંડ મળે છે. આ રીતે તમે ઈચ્છો તેટલા ડાયમંડ ખરીદી શકો છો. તેની કિંમત આપવા માટે તમે ગુગલ પે,પેટીએમ, ડેબિટ, ક્રેડિટ કાર્ડ જેવા કોઈ પણ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. આ ડાયમંડની ખરીદી કરી યુઝર્સ બીજાને ગિફ્ટ આપવા માટે રાખે છે. જ્યારે તમે લાઈવ કરો છો ત્યારે તેઓ તમને તે મોકલે છે.

Beansથી પૈસા બનાવો

Beansથી પૈસા બનાવો

આ જ રીતે જ્યારે તમે લાઈવ બ્રોડકાસ્ટ કરશો ત્યારે તમે લાઈવ લોકોને પસંદ આવશો તો તેઓ ડાયમંડ ખરીદી Beans, Gifts, Coins મોકલશે. જે તમે જમા કરાવી ડૉલરમાં કન્વર્ટ કરી શકો છો. જેને તમે રિડીમ કરી પેટીએમ કે તમારા બેંક ખાતામાં નખાવી શકો છો. આ રીતે બીગો લાઈવથી તમે પૈસા કમાઈ શકો છો. તમે જમા Beansને Diamond અને Rewardsમાં બદલી શકો છો, જેથી તમારે કોઈને ગિફ્ટ આપવા માટે ડાયમંડની ખરીદી કરવી પડશે નહિં અને Rewardsમાં બદલશો તો પૈસા કમાઈ શકશો.

Bigoથી કેટલાક પૈસા કમાઈ શકો છો?

Bigoથી કેટલાક પૈસા કમાઈ શકો છો?

1) Rewardsમાં બદલવા માટે તમારે ઓછામાં ઓછા 6700 Beans જમા કરાવવા પડશે.

2) તમે ઓછામાં ઓછા 6700 અને વધુમાં વધુ 10,50,000 Beans એક વારમાં રિવોર્ડમાં બદલી શકો છો. જેથી તમે તેને વિડ્રો કરાવી શકો.

3) એક વારમાં તમે 1000 ડૉલરથી વધુ વિડ્રોઅલ કરવા ઈચ્છશો તો તે માટે તમારે એપ્રુવલની જરૂર પડશે, જેમાં તમારે લગભગ 25-30 દિવસનો સમય લાગશે.

4) એકવારમાં 210 Beansના રેટ 1 યુએસ ડૉલર બરાબર હોય છે, એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 70 રૂપિયા 72 પૈસા.

5) તેનો અર્થ 6700 Beansનો રેટ થશે, 31.09 યુએસ ડૉલર એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 2198.53 રૂપિયા.

6) આ જ રીતે 10,50,000 Beansનો રેટ થશે 5000 યુએસ ડૉલર, એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 353575.00 રૂપિયા.

7) તેનો અર્થ એ કે તમે એક વારમાં બીગો લાઈવથી ઓછામાં ઓછા 2198 રૂપિયા અને વધુમાં વધુ 3,53,575 સુધીની કિંમત તમારા ખાતામાં જમા કરાવી શકો છો.

8) હાલના રેટ પ્રમાણે 70,715 રૂપિયાથી વધુની રકમ કાઢવા માટે તમારૈ પરમીશનની જરૂર પડશે. જેમાં તમારે 25-30 દિવસનો સમય લાગશે.

Coins કેવી રીતે મળે છે અને તેનું શું કરવું?

Coins કેવી રીતે મળે છે અને તેનું શું કરવું?

Coins લેવા માટે તમારે પૈસા આપવાની જરૂર નથી હોતી. આ માટે તમારે બીગોના ડેલી ટાસ્કને પૂરોં કરવો પડશે. બીગોની એક્ટીવીટીને અટેન્ડ કરવી પડશે. સરળ ભાષામાં બીગો પર સતત એક્ટીવ રહેવાથી કૉઈન મળશે, જેનાથી તમે ગિફ્ટ ખરીદી શકો છો. કોઈન્સ થી તમે લકી ડ્રો પણ અટેન્ડ કરી શકો છો.

Bigo થી પૈસા કમાવવાની ટિપ્સ

Bigo થી પૈસા કમાવવાની ટિપ્સ

- લાઈવ બ્રોડકાસ્ટમાં તમે તમારું ખાસ ટેલેન્ટ દેખાડો. જેમકે, ડાંસ, સોંગ, ઈન્સ્ટ્રુમેન્ટ પ્લેયિંગ, કુકિંગ, પેંટિંગ, કૉમેડી, મિમિક્રી.

- તમે એવું દેખાડો જેનાથી વધુમાં વધુ લોકો તમને પસંદ કરે.

- પ્રયત્ન કરો કે તમારા વિદેશી ફોલોવર્સને તમારુ લાઈવ ગમે અને તેઓ તમને ફૉલો કરે.

- લાઈવ કરવા માટે કેમેરા ક્વોલીટી સારી હોય તેવો સ્માર્ટફોન વાપરો.

- ઈન્ટરનેટ કનેક્ટીવીટી સારી રહે તેનું ધ્યાન રાખો.

- Bigo લાઈવ પર એક્ટિવ રહો અને રોજ ઓછામાં ઓછો એક વિડિયો જરૂર બનાવો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X