જીએસટી કલેક્શનમાં બિહાર ઉપરાંત આ રાજ્યો આગળ છે
આ સમયે દેશનું કુલ જીએસટી કલેક્શન 9 ટકા વધી 3.56 લાખ કરોડ સુધી પહોંચી ગયુ છે. જીએસટી કલેક્શનમાં દિલ્હી અને પશ્ચિમ બંગાળ જેવા વિકસિત રાજ્યો પાછળ રહી ગયા છે.
નાણાકીય વર્ષ(2019-20)ના પહેલાના ચાર મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) સંગ્રહમાં ઓરિસ્સા, બિહાર, યુપી અને મધ્યપ્રદેશ જેવા પછાત રાજ્યોએ ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા ઔધોગિક રીતે વિકસિત રાજ્યોની સરખામણીએ સારુ પ્રદર્શન કરી તેમને પાછળ છોડી દીધા છે. આ સમયે દેશનું કુલ જીએસટી કલેક્શન 9 ટકા વધી 3.56 લાખ કરોડ સુધી પહોંચી ગયુ છે. જીએસટી કલેક્શનમાં દિલ્હી અને પશ્ચિમ બંગાળ જેવા વિકસિત રાજ્યો પાછળ રહી ગયા છે. જ્યારે પૂર્વના ગરીબ રાજ્યોએ સૌથી સારુ પ્રદર્શન કર્યુ છે.

આ રાજ્યો રહ્યા આગળ
તમને જણાવી દઈએ કે યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોને ક્યારેક બિમાર રાજ્યો કહેવાતા હતા. આ પછાત રાજ્યોમાં વસ્તી ઘણી વધારે છે, આજ કારણે તમામ વસ્તુઓ પર સેવાઓનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં થાય છે. ઓરિસ્સાના જીએસટી સંગ્રહમાં સૌથી વધુ 20.8 ટકાની વૃદ્ધિ થઈ છે. ત્યારબાદ ઉત્તરાખંડે જીએસટી કલેક્શનમાં 19.9 ટકા, બિહારમાં 17.8 ટકા, મધ્યપ્રદેશમાં 14.6 ટકા, અસમમાં 14.1 ટકા અને ઉત્તર પ્રદેશમાં 12 ટકા જેટલો વધારો નોંધાવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ઓછુ કલેક્શન
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર પછાત રાજ્યોમાં માત્ર પશ્ચિમ બંગાળ જ એવું રાજ્ય છે જેણે આ વર્ષે એપ્રિલથી જુલાઈ દરમિયાન થનારા જીએસટી કલેક્શનમાં સારુ પ્રદર્શન કરી શક્યુ નથી. પશ્ચિમ બંગાળના જીએસટી કલેક્શનમાં માત્ર 6.4 ટકાની જ વૃદ્ધિ થઈ છે. દિલ્હી આ મામલે પાછળ રહી ગયુ છે. જેના કલેક્શનમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક વર્ષ પૂર્વેના 13000 કરોડ રૂપિયાના કલેક્શનની સરખામણીએ આ વર્ષના ચાર મહિનામાં દિલ્હીનું જીએસટી કલેક્શન ઘટીને 12,700 કરોડ રૂપિયા થઈ ગયુ છે.

પૂર્વના રાજ્યોનો સારો દેખાવ
ત્યાં જ જીએસટી કલેક્શન મામલે પૂર્વના રાજ્યોનું પ્રદર્શન ઘણું સારુ રહ્યુ છે. નાગાલેન્ડમાં 39 ટકા, અરુણાચલ પ્રદેશમાં 35 ટકા અને સિક્કિમમાં 32 ટકા જેટલો જીએસટી કલેક્શનમાં વધારો નોંધાયો છે. જો આ આંકડા પ્રમાણે જોઈએ તો આ રાજ્યોનું જીએસટી કલેક્શન સંગ્રહ આશરે 100 કરોડની આસપાસ છે.

એક્સપર્ટની સલાહ
એક્સપર્ટના રિપોર્ટ પ્રમાણે આ વિશે સંભાવના હતી જ કે, પૂર્વના રાજ્યોમાં ધીમે ધીમે જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ આવશે, કારણ કે આ રાજ્યોમાં ઉપભોગ વધુ થાય છે. હાલ સરકારની ચિંતાનો વિષય એ છે કે જે વિકસિત રાજ્યોમાં જીએસટી કલેક્શન ઓછુ રહ્યુ છે ત્યાં ની ભરપાઈ કેન્દએ કરવાની રહેશે.
આ પણ વાંચો: 9 મહિનામાં આવી શકે છે 2008 જેવી આર્થિક મંદી












Click it and Unblock the Notifications
