બ્લેકબેરીએ લોન્ચ કર્યો Q10, કિંમત 44,990

ભારતમાં સ્માર્ટફોનની દૂનિયામાં વિરોધી કંપનીઓને માત આપવા માટે બ્લેકબેરી દ્વારા એક નવા સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યો છે. બ્લેકબેરીએ પોતાનો નવો સ્માર્ટફોન બ્લેકબેરી Q10ને ભારતમાં લોન્ચ કર્યો છે. જે ભારતમાં રૂપિયા 44,990 રૂપિયામાં મળશે. જે શુક્રવારથી 20 શહેરો અને 1000 રિટેલ સ્ટોર્સમાં વેચાણ અર્થે જોવા મળશે.

નોંધનીય છે કે, આ ફોનને તેમે સાહોલિક ડોટ કોમ અને સ્નેપડીલ ડોટ કોમ પર પણ ઓનલાઇન બૂક કરાવી શકો છો. ભારતમાં લોન્ચ થયા પહેલા આ ફોનને ઓનલાઇન રિટેલર થકી લેવા માટે તેની કિંમત 44,999 રૂપિયા રાખવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા ફેબ્રુઆરીમાં બ્લેકબેરી એ z10 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. જેની કિંમત 43,490 રૂપિયા રાખી હતી. જેના થકી બ્લેકબેરીએ પોતાની 10 ઓપરેટિંગ સિસ્ટમને માર્કેટમાં મુકી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ વધી રહ્યું છે, નોકિયા, સેમસંગ, સોની જેવી કંપનીઓ દ્વારા સતત એક પછી એક ચઢિયાતા સ્માર્ટફોન માર્કેટમાં મુકવામાં આવી રહ્યાં છે અને યુવાનોને પોતાની તરફ આકર્ષી રહી છે.

ટચ સ્ક્રિન

ટચ સ્ક્રિન

આ સ્માર્ટફોનમાં 3.1 ઇન્ચની એમોલેડ ટચસ્ક્રિન આપવામાં આવી છે.

કીબોર્ડ

કીબોર્ડ

સ્માર્ટફોનમાં ફિજિકલ ક્યૂરી કીબોર્ડ આપવામાં આવ્યું છે.

કેમેરા

કેમેરા

8 મેગા પિક્સલ રીઅર કેમેરા અને 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા

સપોર્ટ

સપોર્ટ

આ સ્માર્ટફોન વાઇફાઇ અને બ્લૂટૂથને સપોર્ટ કરે છે

કનેક્ટિવિટી

કનેક્ટિવિટી

આ ફોનમાં ફોરજી અને એનએફસી કનેક્ટિવિટી આપવામાં આવી છે.

રેમ અને મેમરી

રેમ અને મેમરી

આ ફોનમાં 2 જીબી રેમ આપવામાં આવી છે. આ ફોનમાં 16 જીબી ઇન્ટનર સ્ટોરેજ મેમરી આપવામાં આવી છે.

બેટરી

બેટરી

આ ફોનમાં 2100એમએએચ બેટરી આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X