Petrol Diesel Rate: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર બ્રેક લાગી, જાણો આજની કિંમત
Petrol Diesel Rate: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર બ્રેક લાગી, જાણો આજની કિંમત
દેશમાં શનિવારે એટલે કે 17 એપ્રિલ 2021ના રોજ સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ બદલાવ થયો નથી. અગાઉ ગુરુવારે ફ્યૂઅલના ભાવમાં 14થી 16 પૈસાની કટૌતી કરાઈ હતી. પરંતુ પછી શુક્રવારે ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ કટૌતી ત્યારે થઈ હતી જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં બ્રેંટ ક્રૂડમાં તેજી આવી હતી. જો કે તે પહેલાં ભાગ ગગળ્યા હતા, ત્યારે ફ્યૂલના ઘરેલૂ ભાવ પર કોઈ અસર નહોતી પડી.

ગુરુવારની કટૌતી બાદ ફરીથી લાગી રહ્યું છે કે આગલા કેટલાક દિવસ સુધી ભાવ સ્થિર થઈ જશે કેમ કે પાછલા થોડા સમયથી આ પૈટર્ન જોવા મળી રહી છે. આ વર્ષના પહેલા બે મહિનામાં તો ફ્યૂઅલની કિંમત કૂચકેને ભૂચકે વધી હતી, પરંતુ માર્ચની શરૂઆતથી કિંમતો પર બ્રેક લાગી ગઈ, જેની પાછળનું કારણ વિધાનસભા ચૂંટણી હોય શકે છે.
જો હાલની કિંમતોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.56 રૂપિયાથી ઘટીને 90.40 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલ 92.43 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 85.75 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ 90.62 રૂપિયા અને ડીઝલની કિંમત 83.61 રૂપિયા પ્રતિ લીટર છે.
ક્રૂડ બજારમાં વાયદા કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે. શુક્રવારે કારોબારમાં ક્રૂડ ઓઈલની વાયદા કિંમતોમાં ઉછાળો નોંધાયો. મજબૂત હાજર માંગને કારણે કારોબારીઓએ પોતાની ડીલના આકારને વધાર્યો જેનાથી શુક્રવારે વાયદા બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત સાત રૂપિયાની તેજી સાથે 4749 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ.
મલ્ટી કમોડિટી એક્સચેંજમાં એપ્રિલ મહિનામાં ડિલિવરી વાળા ક્રૂડ ઓઈલ કોન્ટ્રાક્ટની કિંમત સાત રૂપિયા એટલે કે 0.15 ટકાની તેજી સાથે 4749 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ. જેમાં 3266 લૉટ માટે કારોબાર થયો.












Click it and Unblock the Notifications
