For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSNL નો ધમાકેદાર પ્લાન! 800 રૂપિયાથી પણ ઓછા પૈસામાં મળશે 395 દિવસ લાભ

પ્લાન એટલા મોંઘા થઈ ગયા છે કે, લોકો પોતાના નંબર બીજી કંપનીઓમાં પોર્ટ કરી રહ્યા છે. BSNL એકમાત્ર એવી કંપની છે, જેણે પોતાના પ્લાનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

|
Google Oneindia Gujarati News

Reliance Jio, Airtel અને Vodafone-Idea દ્વારા પ્લાનની કિંમતોમાં વધારા બાદ સામાન્ય લોકો ખૂબ જ પરેશાન છે. પ્લાન એટલા મોંઘા થઈ ગયા છે કે, લોકો પોતાના નંબર બીજી કંપનીઓમાં પોર્ટ કરી રહ્યા છે. BSNL એકમાત્ર એવી કંપની છે, જેણે પોતાના પ્લાનમાં કોઈ ફેરફાર કર્યો નથી. અમે તમને BSNL ના આવા જ સારા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં યુઝરને ઓછી કિંમતમાં 395 દિવસની વેલિડિટી મળે છે અને તેની સાથે ઘણા ફાયદા પણ મળે છે. આવો જાણીએ આ પ્લાન વિશે...

BSNLનો રૂપિયા 797ના પ્લાનની વિગત

BSNLનો રૂપિયા 797ના પ્લાનની વિગત

BSNL નો રૂપિયા 797 પ્લાન 395 દિવસની વેલિડિટી અવધિ સાથે આવે છે. લોન્ચ ઓફરના ભાગ રૂપે, ટેલિકોમ ઓપરેટરે વધારાની 30 દિવસની વેલિડિટીની ઓફરકરવાની જાહેરાત કરી છે. જો યુઝર્સ 12 જૂન, 2022 સુધી પ્લાન પસંદ કરે તો જ તેઓ વધારાની વેલિડિટી મેળવી શકશે.

નોંધનીય છે કે, ગ્રાહકો પ્રથમ 60 દિવસ માટેજ તમામ લાભો મેળવી શકશે. 60મા દિવસ બાદ યુઝર્સે કોલ કરવા અથવા ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે ટોક ટાઇમ અથવા ડેટા પ્લાન પસંદ કરવો પડશે.

BSNL રૂપિયા 797 પ્લાનના લાભો

BSNL રૂપિયા 797 પ્લાનના લાભો

જ્યાં સુધી લાભોની વાત છે, BSNL નો રૂપિયા 797 પ્લાન પ્રથમ 60 દિવસ માટે દરરોજ 2 GB ડેટા, અમલિમિડેટ વોઇસ કોલિંગ અને 100 SMS/દિવસ ઓફરકરે છે.

60મા દિવસ બાદ, ડેટા સ્પીડ ઘટીને 80 Kbps થઈ જાય છે. આ અગાઉ જણાવ્યા મુજબ, પ્લાન હેઠળ ઓફર કરવામાં આવેલા ડેટા અને કોલિંગ લાભો 60દિવસ બાદ સમાપ્ત થાય છે, પરંતુ સિમ એક્ટિવ રહે છે.

Jio, Airtel અને Vi નો વર્ષિક પ્લાન

Jio, Airtel અને Vi નો વર્ષિક પ્લાન

Vodafone, Idea નો 1799 રૂપિયાનો પ્લાન છે, જેમાં 365 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 24 GB ડેટા અને 3600 SMSઉપલબ્ધ છે. એરટેલ પાસે પણ સમાન કિંમતનો પ્લાન છે, જેમાં સમાન લાભો મળે છે.

આ સિવાય Jio નો 2545 રૂપિયાનો પ્લાન છે, જેમાં 365 દિવસ માટે 1.5 GBડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS પ્રતિ દિવસ ઉપલબ્ધ છે.

English summary
BSNL popular plan! Less than 800 rupees will get 395 days benefit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X