For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget-2020: નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણની સેન્સેક્સ પર શું થઈ અસર

નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનુ સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. સામાન્ય બજેટની ઘોષણા સાથે જ શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનુ સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. સામાન્ય બજેટની ઘોષણા સાથે જ શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. જેવુ આજે નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણની શરૂઆત કરી ત્યારબાદ ઘરેલુ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો. શુક્રવારે બીએસઈનુ મૂડીકરણ એક લાખ કરોડ રૂપિયાથી વધારીને 156.50 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ. બજેટ ભાષણની પહેલી પાંચ મિનિટની અંદર સેન્સેક્સમાં 149 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો અને તે 40872.50 પોઈન્ટ સુધી પહોંચી ગયો. બજેટ ભાષણ પહેલા સેન્સેક્સ 40 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. વળી, નિફ્ટીની વાત કરીએ તો તે 37.90 પોઈન્ટ વધીને 12000 પોઈન્ટ સુધી પહોંચી ગયો.

sensex

પોતાના પ્રારંભિક ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યુ કે આ બજેટ લોકોન આવક અને કમાણીને વધારવા પર કામ કરશે. તેમણે કહ્યુકે ભારતનો પાયો મજબૂત છે કે જે દેશની માઈક્રો ઈકૉનોમીને સ્થિર રાખવામાં મદદ કરશે. નાણામંત્રીએ જણાવ્યુ કે 60 લાખ કરદાતાઓને ઉમેરવામાં આવ્યા છે. જીએસટીમાં પણ સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક સેક્ટર સારુ કામ કરી રહ્યા છે. ગ્રાહકોને જીએસટીના કારણે એક લાખ કરોડ રૂપિયાનુ વધારાનુ કામ મળ્યુ છે. જીએસટીના કારણે સરેરાશ રીતે દરેક ઘરના લોકો લગભગ 4 ટકા બચત કરવામાં સફળ થયા છે.

આજે બજેટ રજૂ કરતા પહેલા શેર બજાર કંઈ ખાસ વધારા સાથે નહોતુ ખુલ્યુ. જે રીતે કોરોના વાયરસનો ખતરો સામે આવ્યો છે તે દરમિયાન અમેરિકા શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આની અસર ભારતના શેર બજાર પર પણ અનુભવાઈ. પરંતુ જેવુ નાણામંત્રીએ બજેટ ભાષણ શરૂ કર્યુ કે તરત જ શેર બજારમાં ઉછાલો જોવા મળ્યો. જ્યારે નાણામંત્રી બજેટ રજૂ કરવા માટે સંસદ પહોંચ્યા તો શેર સેન્સેક્સ 115 પોઈન્ટ વધીને 40836 પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 37 પોઈન્ટ સુધી પહોંચીને 11997 પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો.

આ પણ વાંચોઃ બજેટ 2020માં ખેડૂતોના ઉત્પાદનને બજાર આપવા માટે બે મોટી ઘોષણાઓઆ પણ વાંચોઃ બજેટ 2020માં ખેડૂતોના ઉત્પાદનને બજાર આપવા માટે બે મોટી ઘોષણાઓ

English summary
Budget 2020: how Sensex responds after Nirmala Sitharaman Union Budget 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X