For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈતિહાસમાં સૌથી લાંબુ ભાષણ પરંતુ તેમાં કંઈ પણ નથી, ખોખલુ હતુઃ રાહુલ ગાંધી

નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કરી દીધુ છે. બજેટ પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર બેરોજગારી વિશે મોટો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કરી દીધુ છે. બજેટ પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર બેરોજગારી વિશે મોટો હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે જે મોટી સમસ્યા છે તે બેરોજગારીની છે પરંતુ મને બજેટમાં એવુ કંઈ દેખાયુ નહિ જે યુવાનોને રોજગાર અપાવવામાં મદદ કરે. મે બજેટમાં ટેકનિકલ વસ્તુઓ જોઈ પરંતુ આનો મુખ્ય ભાવ કંઈ પણ નહોતો. આ બજેટ સરકારને વધુ સારી રીતે પરિભાષિત કરે છે. ઘણા એલાનને વારંવાર પુનરાવર્તિત કરવામાં આવ્યુ કે જે સરકારના વિચારો દર્શાવે છે, માત્ર વાતો પરંતુ કંઈ નથી થઈ રહ્યુ.

rahul Gandhi

તમને જણાવી દઈએ કે નાણામંત્રાએ રેકોર્ડ અઢી કલાકનુ ભાષણ આપ્યુ જેના પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે મારા ખ્યાલથી ઈતિહાસમાં આ અત્યાર સુધીનુ સૌથી લાંબુ ભાષણ છે પરંતુ આમાં કંઈ પણ નથી, એકદમ ખોખલુ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં બેરોજગારીની સમસ્યા વિશે કોંગ્રેસે નવુ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટી દેશભરમાં વધતી બેરોજગારી સમસ્યા ઉઠાવવા માટે નેશનલ રજિસ્ટર ઑફ અનએમ્પ્લોયમેન્ટને તૈયાર કરશે. પાર્ટી તરફથી એનઆરસીના વિરોધ તરીકે આ અભિયાનની શરૂઆત કરવામાં આ રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે જયપુરમાં યુવા જન આક્રોશ રેલીને સંબોધિત કરીને આ અંગેનુ એલાન કર્યુ. અત્યાર સુધી પાંચ લાખ યુવાનોએ ખુદને આ હેઠળ રજિસ્ટર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે બજેટમાં નિર્મલા સીતારમણે બિન ગેઝેટેડ પોસ્ટ માટે અલગથી રાષ્ટ્રીય ભરતી એજન્સી એટલે કે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સીની રચનાનુ એલાન કર્યુ છે. નિર્મલા સીતારમણે કહ્યુ કે આ એજન્સ ભરતી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા નિભાવશે. નાણામંત્રીએ જણાવ્યુ કે યુવાનોએ રોજગાર મેળવવા માટે એક ટેસ્ટ આપવી પડશે. આ ટેસ્ટ કમ્પ્યુટર આધારિત હશે જેના દ્વારા અરજદારોની લાયકાતની ચકાસણી કરવામાં આવશે. આ ટેસ્ટ કૉમન એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે સામાન્ય યોગ્યતા ટેસ્ટ હશે જેના દ્વારા અરજદારોની ભરતી બિન ગેઝેટેડ પોસ્ટ માટે કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યુ કે આ એનઆરએ દ્વારા અમે કુશળ અને યોગ્ય વ્યક્તિઓને આકર્ષિત કરવાની કોશિશ કરીશુ.

આ પણ વાંચોઃ નિર્મલા સીતારમણે વાંચ્યુ અત્યાર સુધીનુ સૌથી લાંબુ બજેટ, તબિયત ખરાબ હોવાના કારણે આપી નાની સ્પીચઆ પણ વાંચોઃ નિર્મલા સીતારમણે વાંચ્યુ અત્યાર સુધીનુ સૌથી લાંબુ બજેટ, તબિયત ખરાબ હોવાના કારણે આપી નાની સ્પીચ

English summary
Budget 2020: its longest budget speech in history but it was hollow says Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X