For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2021: હોમ લોન પર વધુ 1.5 લાખની છૂટને સરકારી લંબાવી

કેન્દ્ર સરકારે સસ્તા મકાનો (affordable houses)ખરીદવા પર મળતી છૂટને એક વર્ષ માટે વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

Union Budget 2021-22: કેન્દ્ર સરકારે સસ્તા મકાનો (affordable houses)ખરીદવા પર મળતી છૂટને એક વર્ષ માટે વધારી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance minister Nirmala Sitharaman )ના જણાવ્યા મુજબ આ હેઠળ હોમ લોન પર મળતા 1.5 લાખ રૂપિયાની વધુ છૂટ હવે આવતા વર્ષે 31 માર્ચ સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે રિયલ એસ્ટેટ સેક્ટર(real estate sector)સાથે જોડાયેલ લોકો મોદી સરકારની આ ઘોષણાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેનાથી તેમને આશા છે કે આ કોરોનાની માર સહન કરી રહેલ સેક્ટરને રાહત મળશે.

sitaraman

વાસ્તવમાં કોરોનાથી પહેલા પણ છેલ્લા ઘણા વર્ષોથી દેશનુ રિયલ એસ્ટેટ સેક્ટર ઘણા પ્રકારની મોટી નીતિગત ફેરફારોના કારણે મુશ્કેલીઓ માટે મજબૂર હતુ. આમાં નોટબંધી(demonetization), જીએસટી(GST),રેરા કાયદો(RERA Act)શામેલ છે જેનાથી આ સેક્ટરની વિકાસની ગતિ પર અસર પડી રહી છે. આ સેક્ટર આ નીતિગત ફેરફારની અસરમાંથી ઉભરવાની કોશિશમાં હતુ કે કોરોના મહામારીએ તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધુ અને માંગ ઘટવાથી સપ્લાઈ ચેન સંપૂર્ણપણે અટકી ગઈ. જો આ સેક્ટરની અર્થવ્યવસ્થા(Economy)માટે મહત્વનુ સમજીને સરકારે આના પર ખાસ્સુ જોર પણ આપ્યુ છે.

તમને જણાવી દઈએ કે સસ્તા મકાનોના ક્ષેત્રમાં '2022 સુધી સૌને આવાસ'(Housing for All by 2022) અને 'પ્રધાનમંત્રી આવાસ યોજના' (Pradhan Mantri Awas Yojana) ના કારણે જ 2020 જેવા વૈશ્વિક સંકટ કાળમાં પણ 50 ટકા નવા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ લૉન્ચ થયા. કોરોના છતાં ડેવલપરોને રાહત મળવા અને સરકારી મદદના કારણે આ ક્ષેત્રમાં માંગ વધવામાં મદદ મળી છે. 2020ના ત્રીજા ત્રિમાસિકમાં જેટલા પણ નવા ઘર વેચાા છે તેમાં સસ્તા ઘરોની સંખ્યા લગભગ અડધી રહી છે. અને સરકારના બજેટમાં કરવામાં આવેલી ઘોષણા સસ્તા ઘરોના ક્ષેત્રોમાં આ સેક્ટરે વિકાસનો વધુ મોકો આપી શકે છે.

જો કે 2021 દશના પહેલા બજેટમાં ડાયરેક્ટ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે એક મોટી ઘોષણા એ કરી છે કે હવે દેશમાં આવકવેરા રિટર્ન ભરનારાની સંખ્યા વધીે 6.48 કરોડ થઈ ચૂકી છે કે જે 2014માં માત્ર 3.31 કરોડ હતી.

ઉજ્વલા યોજનાનો વિસ્તાર, 1 કરોડ લોકોને FREE ગેસ કનેક્શનઉજ્વલા યોજનાનો વિસ્તાર, 1 કરોડ લોકોને FREE ગેસ કનેક્શન

English summary
Budget 2021: Additional exemption of 1.5 lakh on home loan by one more year in budget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X