UBudget 2021: ભારતના ઈતિહાસમાં પહેલી વાર પેપરલેસ હશે બજેટ, જાણો કેમ?
Budget 2021 Paperless 1st time ever: નાણામંત્રી નિર્મલા સીતારમણ (nirmala sitharaman) આજે વર્ષ 2021-21નુ સામાન્ય બજેટ રજૂ કરશે. આજે સંસદમાં 11 વાગે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. કોરોના વાયરસની માર સહન કર્યા બાદ આ બજેટથી લોકોને ઘણી અપેક્ષા છે. મહામારીની અસર આ વખતે બજેટ રજૂ કરવાની રીત પર પણ પડી છે. કોરોના વાયરસ મહામારીના કારણે આ વખતે સામાન્ય બજેટ 2021 સંપૂર્ણપણે કાગળ રહિત એટલે કે પેપરલેસ હશે.
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પહેલી વાર હશે કે કેન્દ્રીય બજેટના કાગળો નહિ છપાય. કોરોનાના કારણે નાણા મંત્રાલયે બજેટના દસ્તાવેજોને ન છાપવાનો નિર્ણય કર્ય છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પહેલી વાર છે કે બજેટના પત્રોને પ્રિન્ટ કરવામાં આવ્યા નથી. નિર્મલા સીતારમણ આ વખતે સંસદમાં બજેટ ટેબલેટ દ્વારા વાંચશે. નિર્મલા સીતારમણ હવે આજે નાણા મંત્રાલયથી નીકળી રહ્યા હતો તો તેમના હાથમાં ખાતાવહીના બદલે લાલ કપડામાં ઢાંકેલુ ટેબલેટ હતુ.નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પોતાનુ સતત ત્રીજુ બજેટ રજૂ કરશે.
વાસ્તવમાં નાણા મંત્રાલયે આ નિર્ણય કોરોના સંક્રમણના જોખમના કારણે લીધો છે. બજેટની પ્રિન્ટીંગ પ્રક્રિયામાં ઘણા લોકોન એકસાથે પ્રેસમાં રહેવાની જરુર પડે છે. જેમાં કોરોના ફેલાવાની સંભાવના છે. આના કારણે એક જગ્યાએ લોકોની વધુ ભીડ ન થાય, સરકારે બજેટ પેપરલેસ કરવાનો નિર્ણય કર્યો. બધાને બજેટની સૉફ્ટ કૉપી આપવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખીને આ વખતે બજેટ રજૂ થવા દરમિયાન લોકસભામાં સીટિંગ અરેન્જમેન્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન રાખીને આ વખતે લોકસભા પૂરી ભરવામાં નહિ આવે.
UnionBudget 2021-22: મેઈડ ઈન ઈન્ડિયા ટેબલેટમાં સામાન્ય બજેટ