For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2021: ખાનગીકરણ માટે બજેટમાં નવી નીતિ લાવી શકે છે સરકાર

Budget 2021: ખાનગીકરણ માટે બજેટમાં નવી નીતિ લાવી શકે છે સરકાર

|
Google Oneindia Gujarati News

સરકાર 2021-22ના જનરલ બજેટમાં ખાનગીકરણ માટે નવી નીતિ રજૂ કરી શકે છે. જે અંતર્ગત સરકાર બિન-રણનૈતિક ક્ષેત્ર સંબંધિત સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો (પીએસયૂ)માં પૂરી ભાગીદારી વેંચીને બહાર નિકળશે.

nirmala sitharaman

સૂત્રોએ જણાવ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટમાં નવી ખાનગીકરણ નીતિની રૂપરેખા રજૂ કરી શકે છે. જે અંતર્ગત એક એપ્રિલ 2021થી શરૂ થઈ રહેલ નવા નાણાકીય વર્ષ માટે એવા રણનૈતિક ક્ષેત્રોના પીએસયૂની ઓળખાણ કરવામાં આવશે, જેને સરકારે પોતાની પાસે રાખી છે.

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે નવી સાર્વજનિક ક્ષેત્ર ઉપક્રમ નીતિને મંજૂરી આપી દીધી છે, જે બિન-રણનૈતિક અને રણનૈતિક ક્ષેત્રોને પરિભાષિત કરશે. રાષ્ટ્રીય અને લોક હિત સાથે જોડાયેલા સાર્વજનિક ક્ષેત્રોના ઉપક્રમ રણનીતિ ક્ષેત્ર અંતર્ગત આવશે.

સરકારે આત્મનિર્ભર ભારત અંતર્ગત મે મહિનામાં ધોષણા કરી હતી કે રણનૈતિક ક્ષેત્રોમાં મહત્તમ ચાર સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ રહેશે. જેમાં અન્ય સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓનું ખાનગીકરણ કરાશે. નીતિ અંતર્ગત રણનૈતિક ક્ષેત્રોની યાદીને અધિસૂચિત કરવામાં આવશે.

અન્ય ક્ષેત્રોમાં કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોનું ખાનગીકરણ તેમના વ્યવહાર્યતાના આધારે કરાશે. અગાઉ રોકાણ અને સાર્વજનિક પરિસંપત્તિ પ્રબંધન વિભાગ તરફથી તૈયાર પ્રસ્તાવમાં 18 ક્ષેત્રોને રણનૈતિક ક્ષેત્ર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ઉર્જા, ઉર્વરક, દૂરસંચાર, રક્ષા, બેંકિંગ અને વીમા વગેરે સામેલ છે.

ખર્ચ માટે રકમ એકઠી કરવામાં મદદ મળશે
સૂત્રોએ જણાવ્યું કે બજેટમાં કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોના ખાનગીકરણ પર ધ્યાન આપવામાં આવશે. જેનાથી સરકાર પોતાના વધેલા ખર્ચા માટે રકમ એકઠી કરી શકશે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે સીપીએસઈની અલ્પાંશ ભાગીદારી વેચી અને શેર પુનર્ખરીદી દ્વારા 17957 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. 2020-21 દરમ્યાન વિનિવેશથી 2.10 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્ય છે.

દેશમાં 249 પરિચાલન વાળા કેન્દ્રીય સાર્વજનિકક ક્ષેત્રના ઉપક્રમ છે, જેનો સંયુક્ત કારોબાર 24 લાખ કરોડ રૂપિયા અને નેટવર્થ 12 લાખ કરોડ રૂપિયા છે. જેમાં 54 સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ શેર બજારમાં સૂચીબદ્ધ છે.

વેતનભોગી અથવા મધ્યમ વર્ગને ટેક્સમાં રાહતની ઉમ્મીદ નથી

નિષ્ણાંતોનું કહેવું છે કે જનરલ બજેટમાં પગારદારો અથવા મધ્યમ વર્ગને રાહત મળવાની ઉમ્મીદ નથી કેમ કે સરકાર વર્તમાન ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ કરવા નથી જઈ રહી. જો કે અવકવેરા કાયદાની કલમ 80સી અને 80ડી અંતર્ગત પગારદારો અથવા મધ્યમ વર્ગને થોડી રાહત જરૂર મળશે.

Budget Session: આજથી શરૂ થઈ રહ્યુ છે બજેટ સત્ર, ખેડૂત આંદોલનના કારણે હોબાળાની સંભાવનાBudget Session: આજથી શરૂ થઈ રહ્યુ છે બજેટ સત્ર, ખેડૂત આંદોલનના કારણે હોબાળાની સંભાવના

English summary
Budget 2021: central government can bring new policy for privatization
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X