Budget સત્ર પહેલા વેંકૈયા નાયડુએ 31 જાન્યુઆરીએ પોતાના આવાસ પર બોલાવી બેઠક
આગામી બજેટ પહેલા રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ પોતાના આવાસ પર સંસદના નેતાઓની બેઠક બોલાવી છે.
Budget 2021: આગામી બજેટ પહેલા રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ પોતાના આવાસ પર સંસદના નેતાઓની બેઠક બોલાવી છે. વેંકૈયા નાયડુએ સંસદના નેતાઓની આ બેઠક 31 જાન્યુઐરીએ પોતાના આવાસ પર બોલાવી છે. વાસ્તવમાં 1 ફેબ્રુઆરીએ દેશનુ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એવા સમયમાં દેશનુ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે જ્યારે દેશ કોરોના મહામારી જેવા સંકટને સહન કરી રહ્યો છે અને દેશની અર્થ વ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે બજેટમાં દેશની અર્થવ્યવસ્થાને સંકટમાંથી બહાર લાવવા માટે મોટા પગલાં લેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે બજેટ સત્ર 29 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યુ છે જ્યારે 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2021-22નુ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. સંસદના બંને ગૃહોમાં 8 એપ્રિલ સુધી બજેટ સત્ર ચાલશે. બજેટ સત્રનો પહેલો તબક્કો 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. વળી, બજેટ સત્રનો બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રની શરૂઆત પહેલા સંસદના બધા સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. કોરોના ટેસ્ટ બાદ જ સાંસદોને સત્રમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
