For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2021: ખેડૂતોના આંદોલન વચ્ચે સરકારે બજેટમાં ખેતી-ખેડૂતો માટે કઈ ઘોષણાઓ કરી

ખેડૂત આંદોલન વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2021 રજૂ કરીને ખેડૂતો અને ખેતી માટે મહત્વનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

Budget 2021: FM nirmala sitharaman on agriculture budget: ખેડૂત આંદોલન વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2021 રજૂ કરીને ખેડૂતો અને ખેતી માટે મહત્વનુ એલાન કર્યુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે અમારી સરકાર 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે. નિર્મલા સીતારમણે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીએ 80 મિલિયન પરિવારોને ઘણા મહિનાઓ સુધી મફત ગેસ પૂરો પાડ્યો, 40 મિલિયનથી વધુ ખેડૂતો, મહિલાઓ, ગરીબો માટે સીધી રોકડ રકમ પૂરી પાડી છે. ખેડૂતો વિશે એલાન કરીને નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે સરકાર ખેડૂતો માટે સમર્પિતછે. આ દરમિયાન લોકસભામાં હોબાળો થયો.

sitaraman

ખેડૂત અને કૃષિ માટે સામાન્ય બજેટ 2021માં શું-શું છે?

Recommended Video

#Budget 2021: નાણાં મંત્રીએ ખેડૂતો માટે ખોલ્યો પટારો, કૃષિને લઈ કરી મોટી જાહેરાત

- નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘોષણા કરી, એમએસપી વધારીન ઉત્પાદન કિંમત 1.5 ગણી કરવામાં આવી છે.

- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે વર્ષ 2014માં અમે દાળની ખરીદીમાં 236 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ વર્ષે અમારી સરકારે 10 હજાર 500 કરોડ રૂપિયાની દાળ ખરીદશે. આમાં 40 ગણો વધારો થયો છે.

- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે 2013-14માં ઘઉં પર સરકારે 33 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. વર્ષ 2019માં અમારી સરકારે 63 હજાર કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. જે હવે વધીને લગભગ 75 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. 2020-21માં 43 લાખ ખેડૂતોને આનો લાભ મળવાનો છે.

-નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે 2013-14માં અનાજની ખરીદી પર અમે 3 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા. આ વખતે તે વદીને 1 લાખ 45 હજાર કરોડ રૂપિયા થઈ ચૂક્યા છે. અમને આશા છે કે આ વર્ષે આ આંકડો 1 લાખ 72 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ગયા વર્ષોમાં 1.2 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે. આ વખતે 1.5 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે.

- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે માલિકી યોજના આખા દેશમાં લાગુ કરવામાં આવશે. એગ્રીકલ્ચર ક્રેડિટ ટાર્ગેટને 16 લાખ કરોડ સુધી કરવામાં આવી રહ્યુ છે.

- નાણામંત્રી નિર્મલા સીતારમણે ગ્રીન સ્કીમનુ પણ એલાન કર્યુ છે. જેમાં ઘણા પાકોને શામેલ કરવામાં આવ્યા છે.
- નાણામંત્રી નિર્મલા સીતારમણે પાંચ ફિશિંગ હાર્બરને આર્થિક ગતિવિધિના હબ તરીકે તૈયાર કરવાનુ વચન આપ્યુ છે.

Union Budget 2021: બજેટમાં હેલ્થ સેક્ટર માટે મોટુ એલાનUnion Budget 2021: બજેટમાં હેલ્થ સેક્ટર માટે મોટુ એલાન

English summary
Budget 2021: What will farmers get from FM nirmala sitharaman's budget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X