For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2022: દિવ્યાંગો માટે સરકારનુ મોટુ એલાન, કરમાં મળશે રાહત

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં દિવ્યાંગો માટે કરમાં રાહતનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં દિવ્યાંગો માટે કરમાં રાહતનુ એલાન કર્યુ છે. બજેટ રજૂ કરીને નિર્મલા સીતારમણે કહ્યુ કે જે વ્યક્તિ દિવ્યાંગતા સામે લડી રહ્યા હોય તેમને કરમાં રાહત આપવામાં આવશે. દિવ્યાંગતા સામે ઝઝૂમી રહેલ વ્યક્તિના માતા-પિતા કે પછી વાલી આવા વ્યક્તિ માટે વીમા યોજના લઈ શકે છે. માતા-પિતા કે વાલી પોતાના વિકલાંગ બાળકોનો વીમો લઈ શકે છે. વિકલાંગ આશ્રિત માટે વાર્ષિક કે એક જ ચૂકવણી પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહિ લેવામાં આવે અને તેના પર આજીવન છૂટ આપવામાં આવશે.

disable

નાણામંત્રીએ કહ્યુ કે એવી સ્થિતિ પણ હોઈ શકે છે કે જ્યારે દિવ્યાંગ વ્યક્તિને તેના માતા-પિતા કે વાલી હોવા છતાં પણ વાર્ષિક કે એકીકૃત રકમની જરુર પડી જાય. આવી સ્થિતિમાં 60 વર્ષની વયવાળા માતા-પિતા કે વાલીના જીવનકાળ દરમિયાન વિકલાંગ આશ્રિતોને વાર્ષિક કે એકીકૃત રકમની ચૂકવણીની અનુમતિ આપવાનો પ્રસ્તાવ કરુ છુ. વર્તમાન કાયદા અનુસાર એકીકૃત ચૂકવણી કે પછી વાર્ષિક ચૂકવણીનો વિકલ્પ દિવ્યાંગ વ્યક્તિ માટે ઉપલબ્ધ છે જો તેના માતાપિતા કે વાલીનુ મૃત્યુ થઈ જાય.

આ ઉપરાંત નાણામંત્રીએ સ્ટાર્ટ અપને પણ સહયોગ આપવાની વાત કહી. તેમણે કહ્યુ કે આપણા દેશની અર્થવ્યવસ્થાને ચલાવવામાં સ્ટાર્ટઅપ એક મહત્વના ડ્રાઈવર તરીકે સામે આવ્યુ છે. છેલ્લા અમુક વર્ષોમાં દેશે ઘણા સારા સ્ટાર્ટઅપ જોય જે ઘણા સફળ છે. 31 માર્ચ 2022 પહેલા શરુ થયેલા સ્ટાર્ટઅપને સતત ત્રણ વર્ષ માટે ટેક્સમાં છૂટ આપવામાં આવી. પરંતુ કોરોના મહામારીને જોતા હું આ છૂટને વધુ એક વર્ષ વધારવાનુ એલાન કરુ છુ. એવામાં આ સ્ટાર્ટઅપને 31 માર્ચ 2023 સુધી છૂટનો લાભ મળશે.

English summary
Budget 2022: Tax relief for the to persons with disabilities
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X